તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Poor Relationship With A Partner During Pregnancy Increases The Risk Of Heart Rate Variability And Depression, And Has A Detrimental Effect On Mental And Psychological Health.

નવા રિસર્ચમાં ખુલાસો:પ્રેગ્નન્સીમાં પાર્ટનરની સાથે સંબંધો ખરાબ થવાથી હાર્ટ રેટ વેરિએબિલિટી અને ડિપ્રેશનની આશંકા વધી જાય છે, મેન્ટલ અને સાયકોલોજિકલ સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગર્ભાવસ્થામાં પાર્ટનરની સાથે ખરાબ સંબંધના કારણે હાર્ટ રેટ વેરિએબિલિટી પર અસર પડે છે
  • પ્રેગ્નન્સીમાં પતિની સાથે સારા સંબંધો ન હોવાથી HRV ઘટી જાય છે અને ડિપ્રેશન વધારે રહે છે

નવા રિસર્ચના અનુસાર, પોતાના પાર્ટનરની સાથેના સંબંધોની ખરાબ અસર મહિલાઓની પ્રેગ્નન્સી પર થાય છે. તેનાથી ન માત્ર ડિપ્રેશન થાય છે, પરંતુ અન્ય બીમારીઓ અથવા મૃત્યુની આશંકા પણ વધારે રહે છે. જર્નલ સાઈકોન્યુરોએન્ડોક્રાયનોલોજીનું આ રિસર્ચ જુલાઈ 2021ના અંકમાં પ્રકાશિત થયું. આ રિસર્ચ રાઈસ યુનિવર્સિટી, ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી અને ધ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ઇર્વિન દ્વારા કરવામાં આવેલી સ્ટડી પર આધારિત હતું. આ રિસર્ચમાં જોવા મળ્યું કે, ગર્ભાવસ્થામાં પાર્ટનરની સાથે ખરાબ સંબંધના કારણે હાર્ટ રેટ વેરિએબિલિટી પર અસર પડે છે. તેના કારણે ડિપ્રેશન થઈ શકે છે. આ તકલીફની આશંકા પ્રેગ્નન્સીના છેલ્લા ત્રણ મહિના અને ડિલિવરીના એક વર્ષ સુધી વધારે રહે છે.

ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાં સાઇકિયાટ્રી એન્ડ બિહેવિયરલ હેલ્થના એસોસિએટ પ્રોફેસર અને કો ઓથર લિસા ક્રિસ્ટિનના અનુસાર, પતિની સાથે ખરાબ સંબંધોના લીધે ગર્ભવતી મહિલાઓની મેન્ટલ, બાયોલોજિકલ અને સાયકોલોજિકલ સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. સંશોધકોએ ડિલિવરીના એક વર્ષ દરમિયાન આ રિસર્ચમાં ભાગ લેનાર લોકોના હાર્ટ રેટ વેરિએબિલિટી પર નજર રાખી. તેમને એ જાણવા મળ્યું કે, પ્રેગ્નન્સીમાં પતિની સાથે સારા સંબંધો ન હોવાથી HRV ઘટી જાય છે અને ડિપ્રેશન વધારે રહે છે.

આ સ્ટડીના લીડ ઓથર રિયૉન લીન બ્રાઉનના અનુસાર, HRV લોન્ગ ટર્મ હેલ્થ અને વેલનેસને જાળવી રાખવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. હાઈ HRV હોવાનો અર્થ છે કે તમે તણાવ સહન કરીને આગળ વધી શકો છો. જો HRV ઓછું છે તો તમે સ્ટ્રેટ સહન કરવા અસમર્થ છો. બ્રાઉને જણાવ્યું કે, આ રિસર્ચથી એ જાણવા મળ્યું કે, પતિની સાથે સારા અથવા ખરાબ સંબંધોની સીધી અસર ગર્ભવતી મહિલાઓની હેલ્થ પર થાય છે.