• Gujarati News
  • Lifestyle
  • Poonam Chordia Is India's First Certified Chocolate Tester, Making A Career Out Of Her Husband's Chocolate Hobby

વર્લ્ડ ચોકલેટ ડે:પૂનમ ચોરડિયા ભારતની પહેલી સર્ટિફાઈડ ચોકલેટ ટેસ્ટર છે, પતિના ચોકલેટના શોખે કરિયર બનાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોકલેટ તથા ખુશી વચ્ચે ખાસ સંબંધ છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે ચોકલેટ ખાવાથી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોનનું લેવલ વધે છે. આથી જ ચોકલેટને મૂડ બૂસ્ટર કહેવામાં આવે છે. ટી ટેસ્ટરની જેમ જ ચોકલેટ ટેસ્ટર પણ એક સારું પ્રોફેશન છે. ભારતમાં હજી આ શરૂઆતના તબક્કામાં જ છે. ચેન્નઈની પૂનમ ચોરડિયા તથા તેના પતિ નિતિનનું આ પ્રોફેશનમાં ખાસ યોગદાન રહ્યું છે. 

પૂનમ ચોરડિયાને ભારતની પહેલી મહિલા ચોકલેટ ટેસ્ટરનું સન્માન પ્રાપ્ત છે. તેના પતિ નિતિન પણ ચોકલેટ ટેસ્ટર છે. આ બંનેએ સાથે મળીને ગયા વર્ષે ભારતની પહેલી ઝીરો ફર્સ્ટ વેસ્ટ ચોકલેટ કોકોઆ ટ્રેટની શરૂઆત કરી હતી. 

પતિના ચોકલેટ શોખે પ્રેરણા આપી
પૂનમે આ કામની શરૂઆત નિતિનના ચોકલેટ શોખને જોઈને કરી હતી. તેણે કહ્યું હતું કે નિતિન પહેલાં રિટેલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતાં હતાં. તેમના કામનો મોટાભાગનો હિસ્સો ચોકલેટ ટેસ્ટ કરવાનો તથા તેની ગુણવત્તા જોવાનો હતો. 

પૂનમના પતિ નિતિન પણ ચોકલેટ ટેસ્ટર છે
પૂનમના પતિ નિતિન પણ ચોકલેટ ટેસ્ટર છે

ચોકલેટ બારની ટેસ્ટિંગ કરતાં હતાં
2007માં ઈટાલિયન ચોકલેટ મેન્યૂફેક્ચરિંગ કંપની એમેડેઈમાં નિતિન ચોકલેટ બારના ટેસ્ટિંગનું કામ કરતાં હતાં. આ સમયે નિતિન ઘરે આવીને પત્ની પૂનમને વિવિધ ચોકલેટ અંગે વાત કરતા હતાં. 

સામગ્રી અંગે માહિતી નહોતી
કોઈ ચોકલેટની ફ્લેવર ફળો જેવી રહેતી તો કેટલીક ચોકલેટ અલગ ટેસ્ટની હતી. અનેકવાર ચોકલેટના કવર જોઈને તેમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીની જાણ થતી નહોતી. આથી જ આને પ્લેન ચોકલેટ કહેવામાં આવતી હતી. તે સમયે ચોકલેટ ટેસ્ટને લઈ પૂનમનો રસ વધ્યો હતો. 

પતિ નિતિનની સાથે પૂનમ
પતિ નિતિનની સાથે પૂનમ

બાળકોના ઉછેરમાં વ્યસ્ત થઈ ગઈ
થોડાં સમય બાદ નિતિન પોતાના કામને કારણે વિદેશ જતા રહ્યાં અને પૂનમ સાસુ-સસરાની સાથે રહીને બાળકોના ઉછેરમાં વ્યસ્ત થઈ ગઈ. પૂનમે બાળકોના જન્મ પહેલાં થોડાં વર્ષ મીડિયામાં કામ કર્યું હતું. તે માસ કમ્યુનિકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. જોકે, બાળકોનો જન્મ થતાં તે બાળકોની સારસંભાળ તથા ઉછેરમાં વ્યસ્ત હતી. 

ચોકલેટિયરને મળી અને તેમના અંગે માહિતી લીધી
નિતિન વિદેશમાં રહીને અહીંયા અનેક ચોકલેટિયર એટલે કે ચોકલેટ બનાવનારાને મળ્યાં અને તેમના અંગે માહિતી લીધી. 2014માં તે ભારત આવ્યા અને અહીંથી જ પોતાનું કામ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. પૂનમ પણ નવી તકની રાહ જોતી હતી. આથી જ તેને પણ આ કરિયરનો સારો ઓપ્શન લાગ્યો.

પતિ તથા પોતાના વિદ્યાર્થીઓ સાથે પૂનમ
પતિ તથા પોતાના વિદ્યાર્થીઓ સાથે પૂનમ

ચોકોશાળામાં ચોકલેટ બનાવતા શીખવાડે છે
2015માં આ કપલે ચોકલેટ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. પૂનમે કહ્યું હતું કે તેમણે જાતે ચોકલેટ ખરીદવાની તથા FSSAI પાસેથી લાઈસન્સ મેળવવા અંગે ચોકલેટ બનાવવાની શરૂઆત કરી. ચેન્નઈમાં પૂનમ પતિ નિતિનની સાથે ચોકોશાળાનું આયોજન પણ કરતી હતી, આમાં લોકોને ચોકલેટ બનાવવાની રીત, ડાર્ક ચોકલેટ, બોનબોન્સ, ટ્રફલ્સ તથા તેના ફાયદાઓ અંગે વાત કરતી હતી. 

ચોકલેટ ટેસ્ટિંગના શોર્ટ કોર્સ કર્યાં

ચોકલેટ મેકિંગ પ્રોસેસને સમજવા માટે પૂનમે 2018માં ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચોકલેટ એન્ડ કોકોઆ ટેસ્ટિંગ, યુકેમાંથી ચોકલેટ ટેસ્ટિંગનું પહેલું તથા બીજું લેવલ પૂરું કર્યું હતું. આ પહેલાં નિતિને વર્ષ 2016માં આ લેવલ પૂરું કર્યું હતું. 

પૂનમના મતે, ચોકલેટ ટેસ્ટિંગના શોર્ટ કોર્સ હોય છે. આને ક્વોલિફાય કરવા માટે વધુ સમય આપવો પડતો નથી. ચોકલેટ ટેસ્ટર બનવું પૂનમની ડ્રીમ જોબ હતી અને અંતે સપનું સાકાર કર્યું.

અન્ય સમાચારો પણ છે...