તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Pooja Devi Became First Woman Bus Driver Of Jammu And Kashmir, Fulfills Her Dream Of Driving Heavy Vehicles With Husband's Consent

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓ માટે 3 બાળકોની માતા પ્રેરણા સમાન:પૂજા દેવી જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર બની, હેવી વ્હીકલ્સ ચલાવવાનું સપનું પૂરું કરવામાં પતિએ મદદ કરી

4 મહિનો પહેલા

ત્રણ બાળકોની માતા પૂજા દેવી જમ્મુ-કાશ્મીરની પ્રથમ ફીમેલ પેસેન્જર ડ્રાઈવર છે. તેણે જમ્મુથી કઠુઆ વચ્ચે બસ ચલાવીને ઘણી મહિલાઓ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પૂજાએ કહ્યું, તે હંમેશાં બસ કે ટ્રક ડ્રાઈવર બનવા માગતી હતી. હેવી વ્હીકલ્સ ચલાવવું બાળપણથી તેનું સપનું હતું. તેનો ઉછેર ગરીબ પરિવારમાં થયો હતો, તેના પિતા ખેડૂત હતા અને તેની માતા પાસે એટલા રૂપિયા નહોતા કે તેઓ અભ્યાસનો ખર્ચ કાઢી શકે. આ કારણે તે વધારે ભણી ના શકી. પૂજાનો પતિ તેના ડ્રાઈવર બનવાના નિર્ણય પર ખુશ નહોતો. તેનું માનવું હતું કે આ પ્રોફેશન મહિલાઓ માટે સારું નથી. પરંતુ પૂજાએ તેને એ કહીને સમજાવ્યો કે, ડ્રાઈવિંગ તેનું સપનું છે અને તે કોઈ પણ સંજોગે સપનું પૂરું કરવા માગે છે.

પૂજાએ પોતાના ડ્રાઈવિંગ સફર વિશે જણાવ્યું કે, સૌપ્રથમ હું કાર ચલાવતા શીખી. એ પછી હું એક સ્કૂલમાં ડ્રાઈવિંગ ઈન્સ્ટ્રક્ટર બની, મને ટેક્સી ચલાવવાની પણ ટેવ હતી. એ પછી મેં હેવી વ્હીકલ ચલાવવાની શરુઆત કરી. મારા મામાએ મને બસ ચલાવતા શીખવ્યું. આ કામ માટે હું મારા મામાની આભારી રહીશ. પરંતુ મને બસ ચલાવવા માટે કોઈ આપતું નહોતું એ પછી જમ્મુ-કાશ્મીર બસ યુનિયને મારા પર ભરોસો કર્યો અને મને ડ્રાઈવિંગ માટે બસ આપી.

પૂજાએ કહ્યું, જ્યારે લોકો મને બસ ચલાવતા જોતા ત્યારે વાતો કરતા હતા, પરંતુ મારો ફોકસ ડ્રાઈવિંગ પર હોય છે, આથી હું તેમને ઇગ્નોર કરું છું. પૂજા એ દરેક મહિલાઓ માટે પ્રેરણા સમાન છે જેઓ તેમના સપનાં પૂરા કરવા માગે છે પરંતુ પરિવારને લીધે કરી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો