• Gujarati News
  • Lifestyle
  • Pooja Designs Playground For Poor Children With Upcycling Waste Material, Started This Work After Seeing The Bad Condition Of A School

વેસ્ટ ટુ બેસ્ટ:પૂજા અપસાઈક્લિંગ વેસ્ટ મટિરિયલ જેમ કે ટાયર અને અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાંથી ગરીબ બાળકો માટે પ્લેગ્રાઉન્ડ બનાવે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી સ્કૂલમાં પ્લેગ્રાઉન્ડની અછત જોઇને પૂજાએ આ કામ ચાલુ કર્યું
  • ભારતમાં અનેક જગ્યાએ ગ્રાઉન્ડ બનાવવા માટે તેની પાસે 300થી વધારે રિક્વેસ્ટ આવી છે

IIT ખડગપુરની ફાઈનર યરની સ્ટુડન્ટ પૂજા રાયે પ્રથમવાર ગરીબ બાળકોની સ્કૂલ જોઈ ત્યારે તેણે જોયું કે, ત્યાં બાળકોને રમવા માટે કઈ જ નથી. દરેક બાળકો આવા માહોલમાં રહે છે. તેમની હાલત જોઇને પૂજાએ નક્કી કર્યું કે તે બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ બનાવશે. પૂજાએ કહ્યું, મને આર્કિટેક્ચરનું નોલેજ છે. આથી હું જાણું છું કે સેફ પ્લેગ્રાઉન્ડ કેવી રીતે બનાવી શકાય. મેં આ પ્લે ગ્રાઉન્ડ ફેકલ્ટી અને કોલેજ ફ્રેન્ડસની મદદથી રેડી કર્યું છે.

ડિઝાઈન કરતા પહેલાં એક્સપર્ટની સલાહ લે છે
પૂજાની આ પહેલ જોઇને એક જ વર્ષમાં તેની ટીમ જોડે ભારતમાં અલગ-અલગ જગ્યાએ પ્લેગ્રાઉન્ડ ડિઝાઈન કરવા માટે 300થી વધારે રિક્વેસ્ટ આવી. પૂજાને લાગે છે કે, આપણા દેશની સરકારી સ્કૂલમાં બાળકો માટે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. રમવા માટે મુશ્કેલથી કોઈ સુરક્ષિત સ્થાન મળે છે. આ વિચાર સાથે પૂજાએ અપસાઈક્લિંગ વેસ્ટ મટિરિયલ જેમ કે સ્ક્રેપ ટાયર્સ અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાંથી પ્લેગ્રાઉન્ડ ડિઝાઈન કરવાનું શરુ કર્યું. તે ઘણા ઓછા બજેટમાં કામ કરે છે. ડિઝાઈન કરતા પહેલાં તે ચાઈલ્ડ સ્પેશિયલિસ્ટ, ડિઝાઈન પ્રોફેસર, એક્સપર્ટ અને યુએન અને લેગો ફાઉન્ડેશનનાં સેકન્ડરી રિસર્ચર્સની પણ મદદ લે છે.

ગરીબ બાળકોને સારું બાળપણ આપવાના પ્રયત્નો કરે છે
પૂજાએ કહ્યું, આપણા દેશની 27% વસતી ગરીબીમાં જીવન વિતાવે છે. તેમના બાળકોને પણ રમવા માટે સારી જગ્યા કે ગ્રાઉન્ડ મળતા નથી. તેવામાં અમે વેસ્ટ મટિરિયલને નવું રૂપ આપીને તેમના બાળપણને યાદગાર બનાવવાના પ્રયત્નો કરીએ છીએ.

દર વર્ષે દુનિયાભરમાં 98 કરોડ ટાયર ફેંકી દેવામાં આવે છે, તેમાંથી માત્ર 7% જ રિસાઈકલ થાય છે. ભારતમાં જ દર વર્ષે કરોડો ટાયર વેસ્ટ મટિરિયલ તરીકે પડ્યા રહે છે. પૂજાએ કહ્યું, એકબાજુ આ ટાયરને ડીસ્પોઝ કરવાની તકલીફ છે તો બીજી બાજુ બાળકોને પ્લેગ્રાઉન્ડની જરૂર છે. આ બંને વસ્તુનું બેલેન્સ કરીને મારી ટીમ કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...