• Home
  • Lifestyle
  • Pooja Bhavishi is the CEO of ice cream brand "Malai" in New York. More than 22 Indian flavors of this dessert are popular among foreigners.

નેશનલ આઈસ્ક્રીમ ડે / ન્યૂયોર્કમાં આઈસ્ક્રીમની બ્રાન્ડ "મલાઈ"ની સીઈઓ છે પૂજા ભાવિશી, આ ડેઝર્ટના 22થી વધારે ભારતીય ફ્લેવર વિદેશી લોકોમાં લોકપ્રિય છે

X

  • પૂજાએ પોતાની બ્રાન્ડથી વિદેશીઓની વચ્ચે દેશી સ્વાદને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે
  • તેમણે પોતાની કંપનીમાં આઈસ્ક્રીમના 22 દેશી ફ્લેવરને આઈસ્ક્રીમ લવર્સ માટે રજૂ કર્યા છે

દિવ્ય ભાસ્કર

Jul 19, 2020, 05:40 PM IST

જો ભારતના દેશી સ્વાદ વિશે વાત કરીએ તો, રોટલી પર દેશી ઘી અને ગોળ ખાવાનું ભારતીયોને વધારે પસંદ છે. આ તો ભોજનમાં દેશી સ્વાદની વાત છે પરંતુ આઈસ્ક્રીમમાં દેશી  સ્વાદનો આનંદ માણવો હોય તો તમે તજ, ગોળ અથવા ગુલાબનો ઉપયોગ કરીને વિવિધ સ્વાદનો આનંદ માણી શકો છો.

આઈસ્ક્રીમના વિવિધ દેશી સ્વાદને ન્યૂયોર્કમાં સામાન્ય લોકો સુધી પહોંચાડી રહી છે પૂજા ભાવિશી. પૂજાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તેમને ન્યૂયોર્કના સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસથી એમબીએ કર્યું. અત્યારે તેઓ મલાઈ ડોટ કોના સીઈઓ છે. 

મલાઈ ડોટ કો એક આઈસ્ક્રીમ કંપની છે જે એરોમેટિક ફ્લેવર, સાઉથ એશિયન સ્પાઈસિસ અને દુનિયાના વિવિધ વિસ્તારોની સામગ્રીનો આઈસ્ક્રીમ બનાવવા માટે ઉપયોગ કરે છે. પૂજાનો જન્મ પેન્સિલવેનિયામાં થયો હતો. તેઓના કહેવા પ્રમાણે, જ્યારે હું નાની હતી ત્યારે મારી માતા ઘરે સારી આઈસ્ક્રીમ બનાવતી હતી. 

મારો પરિવાર ગુજરાતી છે. મને બાજરીના વડા અને ચકરીનો સ્વાદ વધારે પસંદ છે. આ તે વાનગીઓ છે તે મારા ઘરે સૌથી વધારે બનતી હતી. માતા ચોકલેટ ચિપ કુકીઝ બનાવવામાં પણ એક્સપર્ટ હતી. મને ત્યારથી કુકીઝ અને આઈસ્ક્રીમ ખાવાનો શોખ છે.

પૂજાની કંપની મલાઈ સંપૂર્ણ રીતે ભારતીય સ્વાદથી પ્રભાવિત છે. તેમના જણાવ્યા પ્રમાણે, મેં મારી આઈસ્ક્રીમ બ્રાન્ડમાં બાળપણમાં ટેસ્ટ કરવામાં આવેલા દરેક સ્વાદને મિક્સ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, ફૂડ એક સામાન્ય ભાષા છે જે આખા વિશ્વને એક સૂત્રમાં બાંધવાની શક્તિ ધરાવે છે.

પૂજાને ચાની સુગંધ વધારે પસંદ છે. ન્યૂયોર્કમાં પણ વિવિધ ચાના ફ્લેવર તેમને પસંદ છે. પૂજાના જણાવ્યા પ્રમાણે, હું એક ઈન્ડિયન અમેરિકન મહિલા છું. હું અમેરિકામાં પણ આઈસ્ક્રીમના ઈન્ડિયન ફ્લેવરને નથી છોડી શકી. મેં મારી બ્રાન્ડથી વિદેશીઓની વચ્ચે દેશી સ્વાદને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. 

પૂજાએ થોડા સપ્તાહ પહેલા જ વેગાન ડાયટ પસંદ કરનાર લોકો માટે વ્હાઈટ ચોકલેટ કોકોનટ કોરિએન્ડર સોરબેટ લોન્ચ કરી છે. તે ટૂંક સમયમાં આ પ્રકારના અન્ય ફ્લેવરને વેગાન પ્રેમીઓ માટે લોન્ચ કરવા માગે છે. પૂજાના જણાવ્યા પ્રમાણે, તેમને આઈસ્ક્રીમના ફ્લેવરમાંથી સૌથી વધારે પસંદ સિનેમન રોસ્ટેડ આલમંડની સાથે રોઝ ફ્લેવર પસંદ છે. 

આ સ્વાદા નાનપણથી પસંદ છે. તેમણે પોતાની કંપનીમાં આઈસ્ક્રીમના 22 દેશી ફ્લેવર છે. તેમાંથી મસાલા ચા, પંપિકન ગરમ મસાલા ક્રમ્બલ, સ્વીટ કોર્ન અને કેસર સામેલ છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી