તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Police Stop Biker From Giving Medicine To An Elderly Woman Who Fell Under The Road, Not For A Fine, 4 Lakh People Watched The Video On YouTube

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમિલનાડુ:પોલીસે બાઈકરને રસ્તા પર દંડ માટે નહીં પણ વૃદ્ધ મહિલાની નીચે પડી ગયેલી દવા પરત કરવા રોક્યો, યુટ્યુબ પર 4 લાખ લોકોએ વીડિયો જોયો

2 મહિનો પહેલા
  • એન્ની અરુણ બાઈકરની સાથે યુટ્યુબર પણ છે, પોલીસે ઊભો રાખતા પહેલાં તેને નવાઈ લાગી
  • થોડા સમય પહેલાં પસાર થયેલી બસમાં બેઠેલી મહિલાની દવાની બોટલ નીચે પડી ગઈ હતી
  • અરુણે બસ સુધી પહોંચી હાથોહાથ દવા આપી

સામાન્ય રીતે રસ્તા પર ટ્રાફિક પોલીસ રોકે તો દરેકને ડર લાગે. ઘણા લોકો ટ્રાફિકના નિયમો તોડીને પણ દંડ ના ભરવા માથાકૂટ કરતા હોય છે, પણ તમિલનાડુમાં એક પોલીસ અને બાઈકચાલકની સ્ટોરી ચોક્કસથી તમારું દિલ જીતી લીધે. રસ્તા પર પોલીસે બાઈકરને ઊભો રાખ્યો. આ બાઈકરનો કોઈ વાંક નહોતો પણ થોડા સમય પહેલાં પસાર થયેલી બસમાં બેઠેલા વૃદ્ધ મહિલાની દવા નીચે પડી ગઈ હતી. પોલીસે તે દવા લઈને બાઈકરને આપી તે વૃદ્ધા સુધી પહોંચાડવા કહ્યું.

કારણ જાણી અરુણ ખુશ થયો
બાઈકર પોંડીચેરીથી તમિલનાડુનાં તેન્સકી તરફ જઈ રહ્યો છે. એન્ની અરુણ બાઈકરની સાથે યુટ્યુબર પણ છે. તેને રસ્તા પર પોલીસે ઊભો રાખ્યો ત્યારે પહેલાં તો કોઈ કારણ ના સમજાયું. પણ પોલીસની વાત સાંભળીને તેનું દિલ ખુશ થઈ ગયું.

અરુણે આ સમગ્ર ઘટનાનો વીડિયો તેની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું કે, મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને રસ્તા પર પોલીસ રોકશે અને આવો અનએક્સપેક્ટેડ વીડિયો શૂટ થશે.

વીડિયોમાં જોઈ શકાય છે, પોલીસ અરુણને પૂછે છે કે તે કર્ણાટકનો છે? અરુણ હા પાડે છે. એ પછી પોલીસે કહ્યું, આ જ રૂટ પર એક સ્ટેટ બસ ગઈ છે. તે બસમાં બેઠેલા વૃદ્ધ મહિલાની દવાની બોટલ નોચે પડી ગઈ હતી. એ બસ પાછળ જઈને તું મહિલાને દવા આપી દઈશ?

દવા મળતા ખુશ થઈ ગયા
દવા મળતા ખુશ થઈ ગયા

પળવારનો વિચાર કર્યા વગર અરુણે બાઈક સ્ટાર્ટ કર્યું અને બસ સુધી પહોંચી ડ્રાઈવરને બસ સાઈડમાં કરવા કહ્યું. બસ ઊભી રહેતા અરુણે વૃદ્ધ મહિલાથી જે દવાની બોટલ પડી ગઈ હતી તે હાથમાં આપી. મહિલાને તો અંદાજો પણ નહોતો કે દવાની બોટલ પાછી મળશે. તેમણે બાઈકરનો આભાર માન્યો.

યુટ્યુબ પર આ વીડિયો અત્યાર સુધી 4 લાખ લોકોએ જોયો છે. યુઝર્સ વીડિયો જોયા પછી બાઈકર અને પોલીસમેનના વખાણ કરતા ભૂલતા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો