તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગલતી સે મિસ્ટેક:સાઉથ કોરિયન કપલે ભૂલથી 3.22 કરોડ રૂપિયાનું પેન્ટિંગ ખરાબ કર્યું તો પોલીસે જેલ ભેગા કર્યા

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
આર્ટિસ્ટ જોનવનનાં આ પેન્ટિંગની કિંમત 2016ના ઓક્શનમાં કિંમત 3.22 કરોડ રૂપિયા હતી. કપલે ભૂલથી તેના પર કલર્ડ બ્રશ ફેરવતાં તેમને જેલ થઈ હતી - Divya Bhaskar
આર્ટિસ્ટ જોનવનનાં આ પેન્ટિંગની કિંમત 2016ના ઓક્શનમાં કિંમત 3.22 કરોડ રૂપિયા હતી. કપલે ભૂલથી તેના પર કલર્ડ બ્રશ ફેરવતાં તેમને જેલ થઈ હતી
  • આ કપલે જોનવનનાં કેનવાસ પેન્ટિંગ પર તેમની રીતે પેઈન્ટ કર્યું હતું
  • તેમની ભૂલ CCTVમાં કેદ થઈ જવાથી તેમને જેલ થઈ હતી
  • કપલે તેમની ભૂલ સમજાવતા તેમને છોડી મૂકાયા હતા

સાઉથ કોરિયાનું એક કપલ હાલ ચર્ચાનું કેન્દ્ર છે. કારણ કે આ કપલથી એવી ભૂલ થઈ કે તેમણે જેલની હવા ખાવી પડી છે. આ કપલે જોનવનનું કેનવાસ પેન્ટિંગ તેમની રીતે ચિત્રીને ખરાબ કર્યું હતું. આ ભૂલને કારણે કપલે જેલ ભેગા થવું પડ્યું હતું.

આ કપલ થોડા દિવસ પહેલાં સાઉથ કોરિયાના સિયોલમાં એક મોલમાં આર્ટ ગેલરીના વિઝિટે આવ્યા હતા. ત્યાં રહેલી જોનવનની પેન્ટિંગ પર તેમણે બ્રશ વડે ફરી પેન્ટ કર્યું હતું. તેની કિંમત 3.22 કરોડ રૂપિયા છે.

કપલને જેલમાંથી મુક્ત કરાયા
આર્ટ ગેલરીના CCTV કેમેરામાં કપલે પેન્ટિંગને ફરી રંગતા સ્પષ્ટ નજરે ચડ્યા હતા. પોલીસે CCTVની તપાસ કરી બંનેને એરેસ્ટ કર્યાં હતા. જોકે બાદમાં બંને કપલને છોડી મૂકાયા હતા. કારણ કે આ કામ કપલે ભૂલથી કર્યું હતું. કપલને એમ હતું કે પેન્ટિંગ પર વિઝિટર્સ પ્રેક્ટિસ કરી શકે છે.

ડાર્ક ગ્રીન કલરના આ સ્પોર્ટ્સ કપલે ભૂલથી પેન્ટિંગ પર કર્યા હતા
ડાર્ક ગ્રીન કલરના આ સ્પોર્ટ્સ કપલે ભૂલથી પેન્ટિંગ પર કર્યા હતા

આ કારણે કપલે જેલભેગા થવું પડ્યું
કપલથી ભૂલ એટલા માટે થઈ કારણ કે જોનવને પેન્ટિંગના ઓક્શનની ગણતરી મિનિટો પહેલાં તેના બ્રશ અને પેઈન્ટ વડે તેને પૂરું કર્યું હતું. આર્ટ ગેલરીમાં પેન્ટિંગ આગળ પેઈન્ટ અને બ્રેશ આર્ટિસ્ટની સ્ટોરી સમજાવવા માટે મૂકવામાં આવ્યા હતા, પરંતુ કપલને એમ કે તેઓ પેન્ટિંગ સાથે રંગોથી રમી શકે છે. જોકે હવે આર્ટ ગેલેરીએ પોતાની ભૂલ સુધારી છે અને પેન્ટિંગવાળો એરિયા કવર કર્યો છે. સાથે જ 'do not touch'નું બોર્ડ પણ લગાવ્યું છે.

જે પેન્ટિંગને કપલે ચિત્રી કાઢ્યું તેનું નામ 'Untitled' છે. તેને ન્યૂ યોર્કના આર્ટિસ્ટ જોનવને 2016માં પેન્ટ કર્યું હતું. આ પેન્ટિંગની કિંમત $ 440,000 (આશરે 3.22 કરોડ રૂપિયા) છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો