તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Police Constable Wins Hearts By Taking Care Of Baby While Its Mother Goes Inside A Polling Booth To Cast Her Vote

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતાનો ચહેરો:પોલીસ કોન્સ્ટેબલે વોટ આપવા ગયેલી માતા પરત આવી નહીં ત્યાં સુધી તેનાં 1 મહિનાનું બાળક સાચવ્યું

7 દિવસ પહેલા
આ ફોટો તમિલનાડુ ઇલેક્શનનો છે
  • પોલીસમેન આંધ્ર પ્રદેશનો રહેવાસી છે, તે ચૂંટણી દરમિયાન ડ્યુટી દરમિયાન તમિલનાડુ આવ્યો હતો

ઘરની બહાર જઈએ ત્યારે નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ઘણા પેરેન્ટ્સ તેમના મહત્ત્વના કામ પણ બાળક માટે પડતા મૂકે છે તો ઘણાને બહાર કોઈ અજાણ્યાની મદદ મળી જાય છે. સોશિયલ મીડિયા પર હાલ એક કોન્સ્ટેબલનો ફોટો વાઇલ થઇ રહ્યો છે. આ કોન્સ્ટેબલનું કામ સાંભળીને યુઝર્સ તેના વખાણ કરવાનું થાકી રહ્યા નથી. તમિલ નાડુમાં ઈલેક્શન વખતે એક માતા પોતાનું વોટ આપવા ગઈ ત્યારે તેના એક મહિનાનું બાળક પોલીસ કોન્સ્ટેબલે સાચવ્યું.

આ પોલીસમેન મૂળ આંધ્ર પ્રદેશનો છે. ઈલેક્શનની ડ્યુટી માટે તે તમિલનાડુ આવ્યો છે. કોન્સ્ટેબલનો ફોટો આંધ્ર પ્રદેશ પોલીસે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું, તમિલનાડુમાં ઈલેક્શન દરમિયાન આંધ્ર પ્રદેશ પોલીસની માનવતાનો ફોટો. અનંતપુર પોલીસ કોન્સ્ટેબલે પોતાની ડ્યુટી દરમિયાન 1 મહિનાનું બાળક સાચવ્યું જેથી તેની માતા શાંતિથી વોટ કરી શકે. આ કોન્સ્ટેબલે અનેકના દિલ જીતી લીધા.

કોન્સ્ટેબલનો ફોટો જોઇને એક યુઝરે કમેન્ટ કરી, પોલીસ ડિપાર્ટમેન્ટ આપણને આવા અન્ય ઘણા ચહેરાની જરૂર છે. બીજા યુઝરે લખ્યું, અમે તમને સલામ કરીએ છીએ. તમે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો