તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Police Arrest 19 Employees For Refusing To Serve Free Burgers To Restaurants In Lahore, All Suspended By Top Police Official

પાકિસ્તાન:લાહોરના રેસ્ટોરાંએ ફ્રી બર્ગર આપવાની ના પાડતાં પોલીસે 19 કર્મચારીઓની ધરપકડ કરી, ઉચ્ચ પોલીસ અધિકારીએ તમામને સસ્પેન્ડ કર્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'જોની એન્ડ જુગ્નુ' નામના રેસ્ટોરાંમાં આવીને પોલીસે ફ્રી બર્ગરની ડિમાન્ડ કરી
  • રેસ્ટોરાંએ ફ્રી બર્ગર ના આપ્યા તો પોલીસે રેસ્ટોરાંના 19 કર્મચારીઓની ધકપકડ કરી
  • સમગ્ર ઘટના રેસ્ટોરાંએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં પોલીસ કર્મીઓને સસ્પેન્જ થવાનો વારો આવ્યો

પાકિસ્તાનના લાહોરમાં ત્યાંના લૉ એન્ડ ઓર્ડરને શર્મશાર કરતી ઘટના બની છે. લાહોરના 'જોની એન્ડ જુગ્નુ' નામના રેસ્ટોરાંમાં પોલીસ કર્મીઓ આવ્યા અને ફ્રી બર્ગર માગવા લાગ્યા. રેસ્ટોરાંએ ફ્રીમાં બર્ગર ન આપ્યા તો બીજા દિવસે આવી પોલીસકર્મીઓ રેસ્ટોરાંના 19 કર્મીઓની ધરપકડ કરી લીધી.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં મામલો ગરમાયો
આ ઘટના ચર્ચાનો વિષય ત્યારે બની જ્યારે રેસ્ટોરાંએ તેના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરી. પોસ્ટમાં તે વાતનો ઉલ્લેખ પણ થયો કે આ કોઈ પ્રથમ વખત નથી કે પોલીસ કર્મીઓએ આવીને ફ્રી બર્ગરની ડિમાન્ડ કરી હોય, પરંતુ આ ઘટના અમે રીપિટ કરવા દેવા માગતા નથી.

આ ઘટના 12 જૂનની છે. જ્યારે ગુસ્સો ભરાયેલા પોલીસ કર્મીઓને ફ્રીમાં બર્ગર ન મળતાં તેમણે રેસ્ટોરાંના કર્મચારીઓની ધરપકડ કરી. પોલીસે જે કર્મચારીઓની ધરપકડ કરી તેમાંથી મોટા ભાગના યંગસ્ટર્સ હતા. કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ હતા. 9 પોલીસ કર્મીઓ આવીને તેમની ધરપકડ કરી હતી.

ઉચ્ચ અધિકારીએ જવાબદાર પોલીસ કર્મીઓને સજા આપી
મામલો એટલો ગરમાયો કે સ્થાનિક પોલીસે તેમની સંડોવણી કરવી પડી. રેસ્ટોરાંની સોશિયલ મીડિયા પર પોસ્ટ પર સીનિયર પ્રોવિન્શિયલ પોલીસ ઓફિસર ઈનામ ઘાનીએ આ ઘટના પાછળ જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્સ કરવાની જાહેરાત કરી અને કહ્યું કે કોઈ પણ આ રીતે કાયદો પોતાના હાથમાં લઈ શકે નહિ. આ પ્રકારનો અન્યાય સહન કરવામાં આવશે નહિ.

અન્ય સમાચારો પણ છે...