તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Plus Size Model Jaswinder Set Up Fashion And Lifestyle Council, Wants To Promote Others Of His Own Kind From This Platform

હિંમત જીતી ગઈ:પ્લસ સાઈઝ મોડલ જસવિંદરે ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ કાઉન્સિલની સ્થાપના કરી, આ પ્લેટફોર્મ પર પોતાના જેવા લોકોને પ્રમોટ કરવા માગે છે

6 મહિનો પહેલા

સોશિયલ આંત્રપ્રિન્યોર અને મોડલ દિલ્હીની જસવિંદર સિંહ પોતાના વધારે વજનને લીધે અનેક તકલીફમાં હતી. પોતાના જેવા અન્ય લોકો માટે આ પ્લસ સાઈઝ છોકરીએ ફેશન એન્ડ લાઈફ સ્ટાઈલ કાઉન્સિલની સ્થાપના કરી છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પલ્સ સાઈઝના લોકોને પ્રમોટ કરવામાં આવે છે. હાલ જસવિંદર બ્યુટી પેજન્ટ ઓર્ગેનાઈઝ કરવામાં વ્યસ્ત છે જેથી પ્લસ સાઈઝ મહિલા અને પુરુષોને આગળ વધવાનો મોકો મળે. ભારતમાં આ પ્લસ સાઈઝ રનવે શોમાં 120 મોડલ્સ અને 30 ડિઝાઇનર્સ સામેલ થશે. એનું પ્રથમ એડિશન એપ્રિલ મહિનામાં દિલ્હીમાં યોજાશે. બીજું મુંબઈ અને ત્રીજું દુબઈમાં યોજાશે.

જસવિંદરે કહ્યું, વજન વધારે હોવાને લીધે મેં અનેક તકલીફનો સામનો કર્યો. બોડી શેમિંગને કારણે મારા જેવા અન્ય ઘણા લોકોએ મુશ્કેલીઓ વેઠી. ઘણીવાર અમારે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફનો સામનો કરવો પડ્યો છે. હું મારા જેવા અન્ય લોકોને મારા પ્લેટફોર્મની મદદથી પ્રમોટ કરવા માગું છું. દરેક પ્લસ સાઈઝ બ્રાન્ડ્સે તેમના કલેક્શનમાં ટ્રેન્ડી અને ડિફરન્ટ ડિઝાઇન સાથે એથનિક ડ્રેસ સામેલ કરવા જોઈએ.

જસવિંદરનો જન્મ એક મધ્યમ વર્ગીય કુટુંબમાં થયો હતો. બાળપણથી તેને ફેશનની સમજ હતી.તેના મતે સમાજમાં લોકોને એકસાથે લાવવા માટે ફેશન એક બેસ્ટ માધ્યમ છે. તેણે કહ્યું, મોડલ સાક્ષી સિંધવાની મારી પ્રેરણા છે. મેં ઇન્સ્ટાગ્રામ પર સાક્ષીના વીડિયો જોયા છે. જસવિંદર 2019માં ‘મિસ કર્વી ક્વીન’ બની હતી. તેના મહિલા સશક્તિકરણ અને તેમને શિક્ષિત કરવાના પ્રયત્નો ચાલુ છે.