કરોડોનો માલિક:પ્લેબૉયની મોડલે પોતાની દોઢ કરોડની પ્રોપર્ટી પાલતું શ્વાનના નામે કરી, પોતાને સંતાન ના હોવાથી શ્વાનને વારસદાર બનાવ્યો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ રૂપિયાનો લાભ મોડલના અવસાન પછી ફ્રેન્સિસ્કોને સાચવનારા માલિકને પણ મળશે
  • આઇસેન તેના શ્વાન ફ્રેન્સિસ્કોને પ્રાઇવેટ જેટમાં પણ સાથે લઇ જાય છે

બ્રાઝિલમાં રહેતી 35 વર્ષીય જુ આઇસેન પ્લેબૉય સ્ટારે તેની પ્રોપર્ટી પાલતુ શ્વાનના નામે કરી છે. મોડલે જીવતા જીવ વસિયત બનાવી છે. તેના અવસાન પછી પ્રોપર્ટી તેના વ્હાલા શ્વાન ફ્રેન્સિસ્કોના નામે ટ્રાન્સફર થઈ જશે. આ રૂપિયાનો લાભ આઇસેનના અવસાન પછી ફ્રેન્સિસ્કોને સાચવનારા માલિકને પણ મળશે.

મોડલનું પાલતું શ્વાન ફ્રેન્સિસ્કો
મોડલનું પાલતું શ્વાન ફ્રેન્સિસ્કો

ફ્રેન્સિસ્કોને મોડલનો ફ્લેટ અને કાર પણ મળશે
આઇસેનને કોઈ સંતાન નથી આથી તે પોતાની પ્રોપર્ટી ફ્રેન્સિસ્કોના નામે કરવા ઈચ્છે છે. ફ્રેન્સિસ્કોને મોડલનો ફ્લેટ અને કાર પણ મળશે. આઇસેન માટે તેનું પાલતું શ્વાન એકે ફેમિલી મેમ્બર જેવું છે. આઇસેને કહ્યું, મેં મારા પોતાના ગ્રોથ માટે અત્યાર સુધી ઘણું બધું કામ કર્યું છે. આપણે બધાએ ભવિષ્ય વિશે વિચારવાની જરૂર છે.

ફ્રેન્સિસ્કો સાથે જેટમાં સફર કરે છે
આઇસેનના સોશિયલ મીડિયા પર 4 લાખથી વધારે ફોલોઅર્સ છે. તે ઘણી વાર ફ્રેન્સિસ્કો સાથેના ફોટો પણ શૅર કરતો રહે છે. ઘણીવાર તે ફ્રેન્સિસ્કો સાથે જેટમાં સફર પણ કરે છે. આઇસેને કહ્યું, બાળકને જન્મ આપવા માટે મારી પાસે સમય નથી આથી મેં મારી સંપત્તિ માટે વારસદાર શોધી લીધો.

અઢી કરોડની પ્લાસ્ટિક સર્જતી કરાવી હતી
જુ આઇસેન આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ મોડલે પોતાનો દેખાવ બદલવા માટે અઢી કરોડ રૂપિયાનો ધુમાડો ર્ક્યો હતો.આઇસેને કોઈ એક-બે નહીં પણ 50 પ્લાસ્ટિક સર્જરી કરીને પોતાનો લુક ચેન્જ કરી દીધો હતો. આટલી બધી પ્લાસ્ટિક સર્જરી કરાવવા પર આઇસેને કહ્યું કે, મારે મારુ ભૂતકાળ ભૂંસવું હતું તે માટે મેં આટલા રૂપિયા ખર્ચીને પોતાને બદલી.હું અરીસામાં જોવું ત્યારે મને એક નવી સ્ત્રી દેખાય છે. તેને જોઈને હું ખુશ છું.