તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Plant Lavender, Snake Plant And Jasmine At Home, Its Aroma Will Reduce Stress And Help You Sleep Better.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનિંદ્રાની તકલીફ દૂર કરતા છોડ:ઘરમાં લેવેન્ડર, સ્નેક પ્લાન્ટ અને ચમેલીનાં છોડ વાવો, તેની સુગંધથી સ્ટ્રેસ ઓછો થતા સારી ઊંઘ આવશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લેવેન્ડર ઓઈલની સ્મેલ મગજમાં સ્ટ્રેસ ઓછો કરે છે અને રિલેક્સ અનુભવ કરાવે છે
  • એલોવેરા રાતે ઓક્સિજન છોડે છે, તેની પોઝિટિવ અસર હેલ્થ પર પડે છે

એક રિસર્ચ પર પ્રમાણે, ઊંઘ ના આવવાની તકલીફથી હાર્ટ ડિસીઝનું જોખમ વધે છે. સાથે જ જે લોકો મોડી રાત સુધી ઓફિસમાં કામ કરે છે, તેમનામાં આ જોખમ વધારે હોય છે. અડધી ઊંઘનું મોટું કારણ મોડી રાત સુધી ગેજેટ્સમાં વ્યસ્ત રહેવાનું છે. આ તકલીફના નિરાકરણ માટે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ. આ ઉપરાંત અમુક એવા છોડ છે જે માનસિક સ્ટ્રેસ દૂર કરી અનિંદ્રાની તકલીફમાં રાહત આપે છે. આવા છોડ વિશે જાણીએ....

લેવેન્ડરનો છોડ

લેવેન્ડર ઓઈલની સ્મેલ મગજમાં સ્ટ્રેસ ઓછો કરે છે અને રિલેક્સ અનુભવ કરાવે છે. આથી ઘણા લોકો ઘરના વાતાવરણને આનંદમય રાખવા માટે લેવેન્ડર એરફ્રેશનરનો ઉપયોગ કરે છે. તેની સુગંધ ઘરના વાતાવરણમાં પોઝિટિવ ઊર્જા ભરે છે. લેવેન્ડરનો છોડ બેડરૂમ પાસે રાખો. તેનાથી તમને સારી અને આરામદાયક ઊંઘ આવશે.

સ્નેક પ્લાન્ટ

મોટાભાગના લોકો સ્નેક પ્લાન્ટ ઘરની સુંદરતા વધારવા માટે લગાવતા હોય છે, પરંતુ સ્નેક પ્લાન્ટ ઘરની સુંદરતા વધારવાની સાથે સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત છોડ ઘરના વાતાવરણને પ્રદૂષિત હવાથી બચાવીને શુદ્ધ બનાવે છે અને તમને સુકૂન ભરેલી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

એલોવેરાનો છોડ

એલોવેરાનો છોડ નાનો હોય છે. આથી તમે રૂમના કોઈ પણ ખૂણામાં સરળતાથી મૂકી શકો છો. તેનાથી સારી ઊંઘ આવે છે કારણકે એલોવેરા રાતે ઓક્સિજન છોડે છે. તેની પોઝિટિવ અસર હેલ્થ પર પડે છે. સારી ઊંઘ આવે છે. આ ઉપરાંત એલોવેરાનો પ્રયોગ સ્કિનને ચમકદાર બનાવવા અને ડાઘ ઓછા કરવામાં મદદ કરે છે.

ચમેલીનો છોડ

જો તમારા ઘરમાં ચમેલીનો છોડ છે તો તેના ફૂલની સુગંધ તમારા મગજનો સ્ટ્રેસ ઓછો કરશે અને સાથે સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરશે. આરામદાયક ઊંઘ આવશે તો બીજે દિવસે તમે એનર્જેટિક રહી શકશો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો