તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Piyali Sarkar Makes Unique Cake On Christmas, Impresses Customer By Making Signs Of Different Political Parties

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓન ડિમાન્ડ કેક:કોલકાતાની પિયાલી સરકારે ક્રિસમસ પર યુનિક કેક બનાવી, અલગ-અલગ પોલિટિકલ પાર્ટીના લોગો બનાવીને કસ્ટમર્સનાં દિલ જીત્યાં

4 મહિનો પહેલા

કેક બનાવવાના શોખીન લોકો અલગ-અલગ ફ્લેવર અને થીમની કેક બનાવતા હોય છે. ક્રિસમસ નજીક આવતાની સાથે દર વર્ષે જુદી-જુદી કેકની ડિમાન્ડ વધી જાય છે. આ વર્ષે કોલકાતાની રહેવાસી પિયાલી સરકારની અલગ-અલગ પોલિટિકલ પાર્ટીઝના લોગો પર બનાવેલી કેક સૌથી વધારે ચર્ચામાં છે.

પિયાલીએ તેની ફ્રેન્ડ સાથ મળીને આ કેક બનાવી છે. તેની પર ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના ચિન્હ બનાવીને આઇસિંગ કર્યું છે. પિયાલીએ કહ્યું, ‘ઘણા સમયથી હું અને મારી ફ્રેન્ડ કેક બનાવી રહ્યા છે. અમે વિચાર્યું કે આ વર્ષે કઈક હટકે કેક બનાવીએ. ત્યારે મને વિચાર આવ્યો કે આવતા વર્ષે ચૂંટણી પણ થવાની છે. આથી જો ચૂંટણીના ચિન્હો આધારિત કેક બનાવીશું તો લોકોને ગમશે. પિયાલીનો આ આઈડિયા કામ કરી ગયો અને લોકોએ વખાણ કરી કેક ખરીદી પણ ખરી. તેણે રોજ આવી પાંચ કેક બનાવીને વેચી.’

આ ક્લાસિક ક્રિસમસ ડેઝર્ટ લોકોને ગમ્યું. પિયાલીએ જણાવ્યું, ‘મેં ભાજપના લોગોવાળી એક કેક બનાવી જે મને બહુ ગમી. મેં આ કેક ક્રિસમસ માટે બનાવી. કેકની કિંમત પણ ઓછી રાખી જેથી વધારે લોકો ખરીદી શકે. હું ઈચ્છું છું કે લોકો આ કેક વિશે જાણે અને બીજાને પણ કહે. એક કેક બનાવતા કલાકનો સમય લાગે છે. ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ચિન્હવાળી કેક લોકોની ફર્સ્ટ ચોઈસ છે. રાજકારણ સાથે જોડાયેલા લોકો જ નહિ પણ સામાન્ય લોકોના ઓર્ડર પણ આવી રહ્યા છે.’

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો