પિંકી કરમાકરે વર્ષ 2012માં લંડન ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પિંકી તેના અભ્યાસ સાથે તિરંદાજીની પ્રેક્ટિસ કરતી હતી. પિંકીએ તીરંદાજ બનવાનું સપનું જોયું હતું. હાલ તે આસામમાં ડિબરૂગઢ વિસ્તારમાં રહે છે અને ત્યાં બોરબોરૂઆ ચાના બગીચામાં છૂટક મજૂરીનું કામ કરી રહી છે.
પિંકીના એક દિવસની કમાણી 167 રૂપિયા છે. તેની માતાનું અવસાન થયા પછી અને પિતા નિવૃત્ત થતા પરિવારને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો. ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ હતું. પિંકીએ કહ્યું, મને કોઈ સરકારની મદદ મળી નથી. યુનિસેફે મારી પસંદગી કરી હતી, પરંતુ મારા સપના તૂટી ગયા. ઓલિમ્પિકમાં પ્રદર્શન કરતા ખેલાડીને સારા ઇનામ મળે છે પણ મને કઈ મળ્યું નથી. હું છેલ્લા 10 વર્ષોથી આર્થિક તંગીનો સામનો કરી રહી છું. મારે નાના ભાઈ-બહેન પણ છે.
વર્ષો પહેલાં પિંકીએ બાળ વિવાહ અને દારૂબંધી માટે લોકોને જાગૃત કરવા માટે અભિયાન શરુ કર્યું હતું. તે આગળ પણ આ લડાઈ ચાલુ રાખવા માગે છે. આજની તારીખમાં પણ પિંકી નેશનલ લેવલ આર્ચર બનીને પરિવાર અને દેશનું નામ રોશન કરવા માગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.