તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Pictures Of 'Pacaya Pizza' Being Prepared On Volcanic Lava Go Viral, This Pizza Is Made At A Temperature Of 800 Degrees Celsius

વાઈરલ:જ્વાળામુખીના લાવા પર તૈયાર થતાં 'પેકાયા પિત્ઝા'ની તસવીરો વાઈરલ, 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બને છે આ પિત્ઝા

4 મહિનો પહેલા
  • સેન્ટ્રલ અમેરિકાના દેશમાં આવેલાા ગોતેમાલે શહેરના પેકાયા વોલ્કેનો ઉપર તૈયાર કરવામાં આવતા આ પિત્ઝા હાલ ટોક ઓફ ધ ટાઉન છે
  • ડેવિડ નામનો યુવક આ પિત્ઝાને જ્વાળામુખીના લાવા પર 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બનાવે છે

પિત્ઝા બનાવવાની ટ્રેડિશનલ રીત વુડ ફાયર્ડ ઓવન્સની છે. કહેવાય છે કે આ રીતે બનેલા પિત્ઝાનો ટેસ્ટ લાજવાબ હોય છે, પરંતુ શું તમે ક્યારે વોલ્કેનો અર્થાત જ્વાળામુખીના ધગધગતા તાપમાં બનેલા પિત્ઝા વિશે સાંભળ્યું છે? જી હા કલ્પના બહારની લાગતી આ વાત એક સાચી ઘટના બની છે. સેન્ટ્રલ સ્પેનમાં આવેલાા ગોતેમાલે શહેરના પેકાયા વોલ્કેનો ઉપર તૈયાર કરવામાં આવતા પિત્ઝા હાલ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ પીગળેલા લાવા પર તૈયાર થયેલો પિત્ઝા ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે.

1000 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન સહન કરી શકે તે પ્લેટનો ઉપયોગ

ડેવિડ ગાર્સિયા નામના યુવકે લાવા પિત્ઝા તરીકે ઓળખાતો આ યુનિક પિત્ઝા તૈયાર કર્યો છે. ડેવિડ પ્રોફેશનલી અકાઉન્ટન્ટ છે. તે આ લાવા પિત્ઝા તૈયાર કરવા માટે સ્પેશિયલ મેટલ શીટનો ઉપયોગ કરે છે. આ શીટ એટલી સખત હોય છે કે તે 1000 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે છે. ડેવિડના 'પેકાયા પિત્ઝા' ખાવા માટે ટૂરિસ્ટ દૂર દૂરથી અહીં આવે છે.

2013થી પેકાયા પિત્ઝા તૈયાર કરી રહ્યો છે
જ્વાળામુખીના તાપથી તૈયાર થતા 'લાવા પિત્ઝા' ડેવિડ 2013થી બનાવી રહ્યો છે. આ પિત્ઝા 14 મિનિટમાં તૈયાર થાય છે. પિત્ઝા તૈયાર કરતાં સમયે ત્યાંનું તાપમાન 800 ડિગ્રી સેલ્સિયસ હોય છે.

ડેવિડે લાવા પિત્ઝા માટે સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ બનાવ્યું છે. તાજેતરમાં જ તેણે પોસ્ટ કરેલી સોશિયલ મીડિયાની તસવીરો વાઈરલ થઈ રહી છે.

પેકાયા ગોતેમાલેનો એક્ટિવ જ્વાળામુખી છે. 23 હજાર વર્ષ પહેલાં તે એક્ટિવ થયો છે. આ જ્વાળામુખી એટલો વિશાળ છે કે અનેક કિલોમીટર દૂરથી દૃશ્યમાન છે.