વિદેશી સિંગર રિહાના તાજેતરમાં જ તેના બેબી બમ્પ સાથે જોવા મળી. ગોર્જિયસ ફ્રન્ટ ઓપન બ્લેક ટોપમાં બેબી બમ્પ સાથે રિહાનાનો બોલ્ડ લુક ચર્ચામાં રહ્યો. એક્ટ્રેસ કાજલ અગ્રવાલ, આદિત્ય નારાયણની પત્ની શ્વેતા અગ્રવાલે પણ પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવ્યું. આ ફોટોઝ જણાવે છે કે જે રીતે કોલેજ, જોબ અને લગ્નમાં લોકો એન્જોય કરે છે તેવી રીતે પ્રેગ્નન્સી પણ સેલિબ્રેટ કરવી જરૂરી છે.
પ્રેગ્નન્સી ગોલ્ડન પીરિયડ
પ્રેગ્નન્સી મહિલા માટે એક અલગ જ એક્સપિરિઅન્સ હોય છે. માતા બનવાની આ સફરમાં મુશ્કેલી હોવા છતાં તે ખુશી આપે છે. આ સમયને હંમેશાં યાદોમાં કેદ કરવા માટે મેટરનિટી ફોટોશૂટનું ચલણ વધ્યું છે. વિદેશથી શરૂ થયેલું ચલણ હવે ભારતમાં નાનાં નાનાં શહેરોમાં ટ્રેન્ડ કરી રહ્યું છે. દેવસ્વપ્ન પ્રોડક્શન હાઉસના ફાઉન્ડર દેવ અને ડિઝાઈન સ્ટાઈલિસ્ટ સ્વપ્નિલ પાસેથી જાણીએ મેટરનિટી શૂટમાં લેટેસ્ટ ટ્રેન્ડ્સ વિશે...
સાતમો મહિનો ફોટોશૂટ માટે બેસ્ટ
પ્રેગ્નન્સીના સાતમા મહિનામાં મહિલાઓમાં એનર્જી રહે છે. તેમને થાક ન લાગતો હોવાથી અલગ અલગ પ્રોપ્સ સાથે ફોટોશૂટ સરળ બને છે. આ દરમિયાન બેબી બમ્પના કર્વ્સ પણ દેખાવા લાગે છે. દેવ જણાવે છે કે આઠમા મહિનામાં પ્રેગ્નન્ટ વુમન પોઝ આપવા માટે લાંબો સમય સુધી ઊભી રહી શકતી નથી. ચહેરા પર ફેટ પણ દેખાવા લાગે છે. તેથી સાતમો મહિનો બેસ્ટ ગણાય છે.
મેટરનિટી ફોટોશૂટ શા માટે ટ્રેન્ડિંગમાં?
સોશિયલ મીડિયાની દુનિયામાં લોકો પોતાની દરેક નાની ખુશી શેર કરવા માગતા હોય છે. માતા પિતા બનવાની ખુશી પણ તેઓ શેર કરવા માગે છે. પેરેન્ટ્સ આવો ફોટોશૂટ કરી ગુડન્યૂઝ આપવાનું પસંદ કરે છે.
કઈ થીમ ડિમાન્ડમાં
સ્વપ્નિલ જણાવે છે કે, કોન્સેપ્ટ શૂટ, પ્લેન બેક ડ્રોપ, સોલો થીમ, બોહો થીમ, ડ્રેપ શૉટ, ફ્રૂટી શૉટ જેવી થીમ્સ ડિમાન્ડમાં છે. આ ફોટોશૂટમાં પ્રોપ્સથી લઈ ડ્રેસ સુધીની જવાબદારી પ્રોડક્શન હાઉસની હોય છે. પ્રોડક્શન હાઉસ, થીમ અને પ્રોપ્સ પર ફોટોશૂટની કિંમત આધાર રાખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.