તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Pfizers COVID Vaccine Has To Be Stored At Minus 80 Degree In Dry Ice Know What Is Dry Ice

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સીનને ઠંડી રાખવાનો પડકાર:વેક્સીનને લોકો સુધી પહોંચાડવા માટે એટલી માત્રામાં ડ્રાય આઈસ જોઈશે કે ફ્રોઝન પ્રોડક્ટ રાખવાનો સંકટ આવી જશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંપનીથી હોસ્પિટલ સુધી વેક્સીન પહોંચાડવા માટે એક માત્ર ડ્રાય આઈસ જ વિકલ્પ
 • દર 15 દિવસે ડ્રાય આઈસ બદલવો પડશે નહિ તો વેક્સીન ખરાબ થઈ જશે

ફાઈઝર કંપનીની વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં કોરોના સંક્રમણથી 90% સુરક્ષિત રાખવામાં સફળ રહી છે. કંપની આ વર્ષના અંત સુધીમાં 1 કરોડ ડોઝ બ્રિટન સરકારને ઉપલબ્ધ કરાવશે. ઉત્પાદનથી લઈ દરેક માણસ સુધી વેક્સીન પહોંચાડવા માટે તેને માઈનસ 70 ડિગ્રી સુધી રાખવી જરૂરી છે.

શું છે ડ્રાય આઈસ
ઘન કાર્બન ડાયોક્સાઈડને જ ડ્રાય આઈસ કહેવાય છે. તે કૂલિંગ એજન્ટ છે. આઈસક્રીમ બનાવવા અને બરફના સ્કલ્પચર ન પીગળે તેના માટે આનો જ પ્રયોગ થાય છે.

આ માટે સંકટ ઊભો થઈ શકે છે

 • ફ્રોઝન પ્રોડક્ટના પરિવહન નિષ્ણાત ડૉ. એલેક્ઝેન્ડરના જણાવ્યા પ્રમાણે, ડ્રાય આઈસ તેનું સમાધાન છે. તેનું સરેરાશ તાપમાન માઈનસ 78 ડિગ્રી હોય છે. જોકે વેક્સની માટે એક સાથે આટલી બધી માત્રામાં ડ્રાય આઈસના ઉપયોગથી પહેલાંથી જે ક્ષેત્રમાં તેનો ઉપયોગ થાય છે તે સંકટમાં મૂકાશે.
 • ડૉ. એલેક્ઝેન્ડરના જણાવ્યા મુજબ, ડ્રાય આઈસ રેગ્યુલર ફ્રીઝર (તાપમાન માઈનસ 20 ડિગ્રી) કરતાં 4ગણો ઠંડો હોય છે. તેથી સુપર માર્કેટ સામે ફ્રોઝન પ્રોડક્ટના વેચાણનું સંકટ તોળાશે. આ સ્ટોરમાં મોટા રેફ્રિજરેટરમાં ડ્રાય આઈસનો ઉપયોગ થાય છે.
 • તો નાઈટ ક્લબ, ઈવેન્ટ અને પાર્ટીઓમાં પણ સ્મોક મશીનનો ઉપયોગ નહિ થઈ શકે. પાર્ટીમાં રોનક નહિ રહે, કારણ કે તેમાં ફોગી વાતાવરણ માટે સ્મોક મશીનનો ઉપયોગ થાય છે. તેમાં ડ્રાય આઈસને ઝડપથી ગરમ કરવામાં આવે છે તેથી તે ફોગના સ્વરૂપે બહાર આવે છે.

બેલ્ઝિયમમાં વેક્સીનના ડોઝ તૈયાર થશે
ફાઈઝરના જણાવ્યા પ્રમાણે, બ્રિટનના વેક્સીનના ડોઝ બેલ્ઝિયમના પ્યૂરસ સ્થિત પ્લાન્ટમાં મળશે. જહાજ તટ પર આવતા જ વેક્સીનને ડ્રાય આઈસથી ભરેલા અન્ય કન્ટેનરમાં શિફ્ટ કરવામાં આવશે. જેથી 10 દિવસ સુધી ડોઝ સુરક્ષિત રહી શકે. ડ્રાય આઈસ દર 15 દિવસે બદલવો પડશે, નહિ તો વેક્સીન ખરાબ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો