તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાઈલેન્ડ:ઘરમાં પાલતુ બિલાડી ન મળતાં શોધવા માટે ઘર ગાંડુ કર્યું, આખરે બેકયાર્ડમાં રહેલા સાપના પેટમાં જોવા મળી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થાઈલેન્ડની કાંચીની ઈમોશનલ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે
  • તેણે ફેમિલી પેટ 'હો જુન' નામની બિલાડી ગુમાવતા પોસ્ટ શેર કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું
  • આ બિલાડીને સાપે તેનો શિકાર બનાવતા ફેમિલીને વધારે દુ:ખ પહોંચ્યું હતું

પોતાના પાલતુ પ્રાણીને ગુમાવવાનું દુ:ખ કોઈ સ્વજન ગુમાવ્યા બરાબર જ હોય છે. પરંતુ દુ:ખ વધારે ત્યારે લાગે છે જ્યારે પાલતુ પ્રાણી મસમોટા સાપની ભૂખનું શિકાર બને. થાઈલેન્ડની કાંચી નર્ડ સાથે પણ કંઈક આવું જ થયું છે. કાંચીએ તેની પાલતુ બિલાડી ગુમાવી તેના માટે ઈમોશનલ પોસ્ટ ફેસબુક પર શેર કરી હતી. સોશિયલ મીડિયા પર આ ઈમોશનલ પોસ્ટ વાઈરલ થઈ રહી છે.

કાંચીની ક્યુટ બિલાડી 'હો જુન'
કાંચીની ક્યુટ બિલાડી 'હો જુન'

કાંચીની પોસ્ટ પ્રમાણે, ફેમિલી પેટ 'હો જુન' નામની બિલાડીને શોધવા માટે તેની દીકરીએ ઘર ગાંડુ કર્યું હતું. તેણે જોયું કે ઘરમાં સૌને પ્રિય હો જુન બેકયાર્ડમાં રહેલા સાપનો શિકાર બની ચૂકી છે. સાપને જોઈને સ્પષ્ટ કહી શકાતું હતું કે તેણે બિલાડીનો શિકાર કર્યો છે. કાંચીએ તેની દીકરી બિલાડી માટે રડતી હોય તેવો ફોટો પણ શેર કર્યો છે. તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ભાવુક થયા હતા.

કાંચીની દીકરીનો રડતો ફોટો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ પણ ભાવુક થયા હતા
કાંચીની દીકરીનો રડતો ફોટો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ પણ ભાવુક થયા હતા

કાંચીની પોસ્ટ વાઈરલ થતાં તેની મદદ કરવા માટે રેસ્ક્યુ ટીમ બિલાડીની મદદ કરવા માટે આવી હતી. તેમણે પાઈથનને પકડી તો પાડ્યો હતો પરંતુ તેઓ બિલાડીને બચાવી શક્યા નહોતા.

સાપને પકડવા રેસ્ક્યુ ટીમ આવી હતી, પરંતુુ તેના પેટમાં રહેલી બિલાડીને બચાવી શકી નહોતી
સાપને પકડવા રેસ્ક્યુ ટીમ આવી હતી, પરંતુુ તેના પેટમાં રહેલી બિલાડીને બચાવી શકી નહોતી

કાંચીની આ ઈમોશનલ પોસ્ટ પર અનેક યુઝર્સે કમેન્ટ્સ કરી અને તેમની સંવેદના વ્યક્ત કરી હતી. કેટલાક યુઝરે તો તેને ફ્રીમાં કેટ અડોપ્ટ કરવા માટેની રીત પણ જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો