વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિના વીડિયોએ ઓનલાઇન ચકચાર મચાવી દીધો. ઘણાં લોકોએ આ પડકારજનક સિદ્ધિ હાંસલ કરવા બદલ તેની પ્રશંસા કરી હતી, તો અમુક લોકોએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, તે તેને કેટલી સરળતાથી તોડી શકે છે. યુટ્યુબ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે આ વ્યક્તિ પુશ-અપ્સ કરી રહ્યો છે અને ‘મોસ્ટ પુશ અપ્સ ઈન વન અવર - ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ.’
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે આ વર્લ્ડ રેકોર્ડનો વીડિયો તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. આ વીડિયોની સાથે પોસ્ટ કરવામાં આવેલા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘મોસ્ટ પુશ અપ્સ ઈન વન અવર - ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ.’ વિશ્વનો સૌથી લાંબો પ્લેન્ક રેકોર્ડ હોલ્ડર, ડેનિયલ સ્કેલી (ઓસ્ટ્રેલિયા), આ વીડિયોમાં એક નવો રેકોર્ડ નોંધાવે છે - એક કલાકમાં સૌથી વધુ પુશ-અપ્સ! ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે આ વીડિયોના કેપ્શનમાં શેર કર્યું છે કે, ‘આ પ્રયાસ જુઓ.’
એક બ્લોગ પોસ્ટમાં, સંસ્થાએ શેર કર્યું છે કે એક કલાકમાં 3,182 પુશ-અપ્સ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર ડેનિયલ સ્કેલી CRPS (complex regional pain syndrome) થી પીડાય છે અને તેના વિશે જાગૃતિ લાવવા માટે આ રેકોર્ડ નોંધાવવાનો પ્રયાસ કર્યો. આ રેકોર્ડનો વીડિયો એક દિવસ પહેલાં શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તેને 59,986 વ્યૂઝ અને 1,700 લાઇક્સ મળી છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરી, ‘તે પાગલ છે, તેણે ૧ કલાકની અંદર તે બધા પુશ-અપ્સ કેવી રીતે કર્યા?’ બીજા વ્યક્તિએ કોમેન્ટ કરી, ‘આવા એક દિવસ પછી તમે કેટલો આરામ કરો છો...? આશા રાખું છું કે તમે વેકેશન પર જાઓ છો અથવા કંઈક કરો છો અને તમારા શ્વાસને પકડો છો અને તમને અભિનંદન!’
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, ડેનિયલ સ્કેલી પેટના પ્લેન્ક પોઝિશન (પુરુષ)માં સૌથી લાંબા સમય સુધી માટે રેકોર્ડ હોલ્ડર પણ છે. તેણે ઑસ્ટ્રેલિયાના એડિલેડમાં 9 કલાક, 30 મિનિટ અને 1 સેકન્ડ સુધી પ્લાન કરીને વર્લ્ડ રેકોર્ડમાં એન્ટ્રી કરી હતી. ડેનિયલ સ્કેલી દ્વારા સ્થાપિત આ વર્લ્ડ રેકોર્ડ વિશે તમે શું વિચારો છો?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.