• Gujarati News
  • Lifestyle
  • People Who Stay Up Late Have A Reduced Immune System, Frequent Infections Are Also A Sign Of A Weakened Immune System.

ઇમ્યુનિટી:જે લોકો મોડી રાત સુધી જાગે છે તેમની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય, વારંવાર સંક્રમણ એ પણ નબળી રોગપ્રતિકારક શક્તિનો સંકેત

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો વાતાવરણમાં થોડો પણ ફેરફાર થાય છે તો ઇમ્યુનિટીમાં 50 ટકાનો ઘટાડો થઇ જાય છે. ઇમ્યુનિટીની સૌથી વધુ અસર નાક પર થાય છે, જેને કારણે ઠંડીની ઋતુમાં શરદી-ઉધરસના કેસમાં ધરખમ વધારો થાય છે. આ બીમારીઓથી બચવા માટે સૌથી વધુ જરૂરી છે ઇમ્યુનિટીમાં વધારો કેવી રીતે કરવો.

જો ઇમ્યુનિટીની મજબૂત રાખવી હોય તો ભરપૂર ઊંઘની સાથે-સાથે હેલ્ધી ડાયટ, શરીરને હાઇડ્રેટ રાખવા માટે ભરપૂર પાણી અને શારીરિક પ્રવૃત્તિ પણ કરવી જોઈએ. આજના અમારા એક્સપર્ટ છે ડો. (લે. જનરલ) વેદ ચતુર્વેદી.

સવાલ : જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે એની કેવી રીતે ખબર પડશે?
જવાબ : જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તે લોકોને વારંવાર બીમારી, વારંવાર ચેપ લાગવો, વજન ઘટવું, યકૃત બરોળ અને લસિકા ગાંઠોનું વધવું અથવા ઓછી ઇમ્યુનોગ્લોબ્યુલિન નબળી રોગપ્રતિકારક શક્તિનાં લક્ષણો છે.

સવાલ : રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ?
જવાબ : દરરોજ 30થી 45 મિનિટ સુધી ચાલવું જોઈએ, યોગા અથવા કોઈ રમત રમવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

સવાલ : રનિંગ કરતા સમયે થાક લાગે છે, શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે, તો આ શેનાં લક્ષણો છે?
જવાબ : આ પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. હીમોગ્લોબિન ઓછું થવું, હૃદય અથવા ફેફસાંના રોગ, સ્થૂળતા પણ એક કારણ હોઈ શકે છે.

સવાલ : શું ઊંઘનો રોગપ્રતિકારક શક્તિ સાથે કોઈ સંબંધ છે? એક સ્વસ્થ વ્યક્તિએ કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ?
જવાબ : સંશોધન પરથી ખબર પડે છે કે, ઊંઘ અને રોગપ્રતિકારક શક્તિ સાથે ગાઢ સંબંધ છે. એક સ્વસ્થ વ્યક્તિએ 7થી 8 કલાક સુધીની ઊંઘ તો જરૂર લેવી જોઈએ. જે લોકો મોડી રાત સુધી જાગે છે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.

સવાલ : રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાવા-પીવામાં કઈ વસ્તુને સામેલ કરવી જોઈએ?
જવાબ: કોઈ વિશેષ વસ્તુ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત નથી થતી, એક બેલેન્સ્ડ ફૂડનો ફાયદો જરૂર થાય છે. ઘરનો ખોરાક બેસ્ટ છે.

સવાલ : એવી કઈ રોજિંદી આદતો છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે? રોગપ્રતિકારક શક્તિ માટે આવી કઈ આદતો સારી છે?
જવાબ : મોડે સુધી જાગવું, પીવું અને ધૂમ્રપાન કરવું અને નકારાત્મક વિચારસરણી આ બધું જ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. સંતુલિત ખોરાક, વ્યાયામ, યોગ, પૂરતી ઊંઘ આ બધાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.