તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • People Who Start Losing Their Teeth Are More Likely To Develop DEMENTIA Says New York University

દાંત અને યાદશક્તિ વચ્ચે કનેક્શન:જો સમય પહેલાં તમારાં દાંત તૂટવા લાગે તો યાદશક્તિ ઘટવાનું જોખમ 1.28ગણું વધારે, આ રીતે ઓરલ હેલ્થનું ધ્યાન રાખો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ન્યૂ યોર્ક યુનિવર્સિટીના સંશોધકોએ 30,076 લોકો પર રિસર્ચ કર્યું
  • સંશોધકોનું કહેવું છે કે દાંત પડી જવાથી માણસની યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે

વૈજ્ઞાનિકોએ દાંત અને યાદશક્તિ વચ્ચેનું કનેક્શન શોધી કાઢ્યું છે. અમેરિકાના સંશોધકોનો દાવો છે કે જે વ્યક્તિના દાંત સમય કરતાં પહેલાં પડવાની શરૂઆત થઈ જાય છે, તેમને ડિમેન્શિયા થવાનું જોખમ વધે છે. ડિમેન્શિયા એક એવી બીમારી છે જેમાં માણસની યાદશક્તિ નબળી થવા લાગે છે.

રિસર્ચ કરનારા ન્યૂ યોર્ક યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે દાંત પડી જવાથી માણસની યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે. એક-એક દાંત પડવાથી જોખમ વધે છે.

યાદશક્તિ અને દાંતનું કનેક્શન
સંશોધકોનું કહેવું છે કે, દાંત અને યાદશક્તિ વચ્ચેનાં કનેક્શનનું ચોક્કસ કારણ અત્યાર સુધી સામે આવ્યું નથી, પરંતુ તેના વચ્ચે સંબંધ જરૂર છે. દાંત તૂટી ગયા બાદ વ્યક્તિને ભોજન ચાવવામાં તકલીફ થાય છે. તેને લીધે શરીરમાં પોષક તત્વોની ઊણપ સર્જાઈ શકે છે. અથવા તો પેઢાંની કોઈ બીમારી અને ઘટતી યાદશક્તિ વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે છે. તેથી ઓરલ હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે.

30 હજારથી વધારે લોકો પર રિસર્ચ થયું
રિસર્ચમાં 30,076 લોકો પર 14 પ્રકારના વિવિધ અભ્યાસનું વિશ્લેષણ કરવામાં આવ્યું. તેમાંથી 4,689 એવા લોકો સામેલ હતા જેમની સમજવા-વિચારવાની ક્ષમતા ઘણી ઓછી થઈ ગઈ હતી. પરિણામમાં સામે આવ્યું કે જે વયસ્કોના દાંત વધારે તૂટેલા હતાં તેમનામાં અલ્ઝાઈમર્સનું જોખમ 1.48%ગણું વધારે હતું જ્યારે ડિમેન્શિયા થવાનું જોખમ 1.28ગણું હતું.

દર 6માંથી એક વ્યક્તિ ડિમેન્શિયાથી પીડિત
સંશોધક ડૉ. બે વૂનું કહેવું છે કે, દર વર્ષે ઘણી સંખ્યામાં અલ્ઝાઈમર્સ અને ડિમેન્શિયાના કેસ સામે આવે છે. તેથી જીવનભર ઓરલ હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે. ડિમેન્શિયાની સ્થિતિમાં મગજની કાર્યક્ષમતા ઘટે છે અને કોશિકાઓ ડેમેજ થવા લાગે છે. 65 વર્ષની ઉંમરમાં દર 14માંથી 1 માણસ અને 80 વર્ષની ઉંમરમાં દર 6માંથી 1 વ્યક્તિ ડિમેન્શિયાથી પીડિત હોય છે.

અલ્ઝાઈમર્સના કેસમાં વ્યક્તિની સમજવા-વિચારવાની શક્તિ ઓછી થઈ જાય છે. સ્થિતિ ગંભીર બનતા માણસ રોજિંદા જીવનની નાની નાની વાતો ભૂલવા લાગે છે અને નાનાં-નાનાં કાર્યો કરવા અસમર્થ બને છે. આ બીમારીને કારણે દર્દીના વ્યવહાર અને સંબંધો પર અસર પડે છે.

ઓરલ હેલ્થ ખરાબ થવાથી ઓ રોગોનું જોખમ પણ વધે છે

  • હાડકાંનો રોગ: ધ એકેડેમી ઓફ જનરલ ડેન્ટિસ્ટ્રીનો દાવો છે કે, પેઢાંમા સોજા, લોહી આવવું અને નબળા પેઢાં હોવાથી હાડકાં નબળા પડી જાય છે. તેની અસર ચામડી પર થઈ શકે છે. તેને કારણે દર્દીની ઉંમર વધારે લાગવા લાગે છે.
  • હૃદયને જોખમ: ખરાબ ડેન્ટલ હેલ્થથી લોહી પ્રવાહમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ વધે છે. તે હૃદયના વાલ્વને પ્રભાવિત કરે છે. હૃદયની ધમનીઓ સંબંધિત સમસ્યાનું જોખમ બમણું થાય છે. દાંતની તૂટવાની પેટર્ન પણ હૃદયની ધમનીઓ સાથે સંબંધ રાખે છે.
  • અલ્ઝાઈમર્સ: નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીનમાં પલ્બિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, જડબાંથી જોડાયેલી ક્રેનિયલ નર્વ અથવા બ્લડ સર્ક્યુલેશનનાં માધ્યમથી ઓરલ બેક્ટેરિયા મગજ સુધી પહોંચી શકે છે. તેનાથી અલ્ઝાઈમર્સનું જોખમ રહે છે.
  • કેન્સર: જર્નલ ઓફ નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, પેઢાં સંબંધિત બીમારીથી પીડિત પુરુષોમાં પેન્ક્રિયાટિક કેન્સર થવાની આશંકા 33% વધારે હોય છે.

ઓરલ હેલ્થની સુરક્ષાની 4 રીત
1. બ્રશ ક્યારે ન કરવું: ખાટું ખાધાના 30 મિનિટ સુધી

જોન્સન એન્ડ જોન્સન કન્ઝ્યુમર ઈન્કોર્પોરેશનમાં ગ્લોબલ ડાયરેક્ટર ઓફ ઓરલ કેર ડૉ. માઈકલ લિંચ કહે છે કે, ખાટાં ફળ અને જ્યુસ પીધા બાદ ઈનેમલ મુલાયમ થઈ જાય છે. તરત બ્રશ કરવાથી તેને નુક્સાન થઈ શકે છે. તેથી ખાટાં પદાર્થો લીધાના 30થી 60 મિનિટ પછી બ્રશ કરવું.

2. સાફ કેવી રીતે કરવા: 45 ડિગ્રી એંગલથી ચાર ભાગમાં વહેંચો
દાંત સાફ કરવા માટે મોંની પાછળના ભાગથી શરૂઆત કરો. મોંના 4 ભાગ માની તેને ટોપ લેફ્ટ, ટોપ રાઈટ, બોટમ લેફ્ટ અને બોટમ રાઈટમાં બ્રશ કરો. બ્રશને 45 ડિગ્રી એંગલે રાખો. અર્થાત બ્રશ અડધું પેઢાં અને અડધું દાંત પર હોવું જોઈએ. દરેક સેક્શનમાં 30 સેકન્ડ સુધી બ્રશ કરો.

3. ડાયટમાં વધારે શું સામેલ કરવું: કાચા અને ફાઈબરયુક્ત ફળ
કાચ્ચાં અને ફાઈબરયુક્ત ફળ જેમ કે, નાશપતિ, ગાજર દાંતને સ્ક્રબ કરે છે. તેનાથી પ્લેક અર્થાત દાંતમાં રહેળી છારી નીકળી જાય છે. તેને ચાવવામાં પણ સમય જાય છે. તેનાથી લાળ બને છે અને તે એસિડને બેઅસર કરે છે.

4. ડાયટમાં કોનું પ્રમાણ ઓછું કરવું: સોડા, સ્પોર્ટ્સ ડ્રિન્ક અને જંક ફૂડથી બચો
સુગરવાળી વસ્તુઓ વધારે નુક્સાનદાયક છે કારણ કે પ્લેકના બેક્ટેરિયા તેનાથી જ એસિડ બનાવે છે. કેચઅપ, સોડા, સ્પોર્ટ્સ ડ્રિન્ક, ફ્લેવર્ડ યોગર્ટ, પાસ્ટા સોસ જેવી જંક ફૂડ આઈટેમ્સથી દૂર રહો.

અન્ય સમાચારો પણ છે...