• Gujarati News
  • Lifestyle
  • People Who Have Kidney Stones Should Avoid Consuming Guava, Do This Remedy To Keep The Kidneys Healthy

કાચા ટામેટાં ખાવાથી કિડનીમાં પથરીની સંભાવના:કિડનીમાં જે લોકોને પથરી છે તે લોકો જામફળનું સેવન ટાળે, કિડનીને સ્વસ્થ રાખવા માટે કરો આ ઉપાય

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણા શરીરના બધા જ અંગ મહત્ત્વના છે. પરંતુ કિડની અગત્યનું અંગ છે. કિડની આપણા શરીરમાં લોહીને શુદ્ધ કરે છે અને શરીરને હાઇડ્રેટેડ પણ રાખે છે. જો કિડની યોગ્ય રીતે કામ ન કરે તો આપણા માટે જીવવું મુશ્કેલ થઇ જાય છે. કિડની યોગ્ય રીતે કામ કરે તે ધ્યાન રાખવું જરૂરી છે.

આપણે કિડનીની કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ તે ગ્રાફિક્સથી જાણીએ.

દરરોજ ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી પીઓ
કિડની યોગ્ય રીતે કાર્ય કરે તે માટે દરરોજ ઓછામાં ઓછું 3 લિટર તો પાણી અચૂક પીવું જોઈએ. તો પાણીનું પ્રમાણ હવામાન ઉપર પણ આધાર રાખે છે. જો તમે એવા વિસ્તારોમાં છો જ્યાં ગરમી વધારે હોય, તો પાણીનું પ્રમાણ થોડું વધારે હોઈ શકે છે, જ્યારે ઠંડા વિસ્તારોમાં હોવ ત્યારે પાણી ઓછું પી શકાય છે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી, કિડની ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કરે છે.

ડાયટમાં ત્રણ ગ્રામથી વધુ મીઠું ન ખાઓ
બેફામ મીઠું ખાવાની બદલે દરેક વ્યક્તિએ યોગ્ય પ્રમાણમાં મીઠું ખાવું જોઈએ. દરેક વ્યક્તિએ ડાયટમાં 3 ગ્રામથી વધુ મીઠું ન લેવું જોઈએ, પરંતુ ભારતમાં વ્યક્તિના ખોરાકમાં સરેરાશ 8 થી 10 ગ્રામ મીઠું હોય છે. 9 થી 13 વર્ષના બાળકોના આહારમાં 2 ગ્રામથી વધુ મીઠું હોવું જોઈએ નહીં.

બેંગલુરુમાં આવેલી સેન્ટ જ્હોન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડિપાર્ટમન્ટ ઓફ પેડિયાટ્રિક નેફ્રોલોજી વિભાગના હેડ ડો. અનિલ વાસુદેવન જણાવે છે કે, મીઠાનું પ્રમાણ જેટલું વધારે છે, હાયપરટેન્શનનું જોખમ અનેકગણું વધી જાય છે. હાયપરટેન્શનની સીધી અસર કિડની ઉપર પડે છે. ફાસ્ટ ફૂડ અને અલ્ટ્રા પ્રોસેસિંગ ફૂડથી પણ તમારી જાતને દૂર રાખો કારણ કે તેમાં પુષ્કળ પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવ્યા છે. તમે જે નાસ્તા ખાઓ છો તેમાં મીઠું અને ખાંડ વધારે પ્રમાણમાં હોય છે.

ચિપ્સ, કેન્ડી, સોડા, કોલ્ડ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ, સૂપ, નૂડલ્સ સાથે પિઝા, હોટડોગ્સ, બર્ગર જેવા ખોરાક અને પીણાંને કારણે બ્લડ પ્રેશર વધી જાય છે. તેથી દરરોજ તાજા ફળો અને શાકભાજી ખાવાનું વધુ સારું છે જેથી શરીરમાં મીઠાની માત્રામાં વધારો ન થાય.

રીંગણા અને ટામેટાં ઓછા ખાઓ
સામાન્ય રીતે બધા જ ઘરમાં રીંગણા અને ટામેટાંનો ઉપયોગ શાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. કેરળના ત્રિશૂરના આયુર્વેદ નિષ્ણાત ડૉ. ટી. એલ. ઝેવિયર જણાવે છે કે, રીંગણા અને ટામેટાંમાં ઓક્સાલેટ્સ સંયોજન હોય છે. જેના કારણે કિડનીમાં પથરી થઇ જાય છે. ઓક્સાલેટ્સ કેલ્શિયમ જેવા ખનિજો સાથે સંકળાયેલા હોવાથી જ્યારે તે વધી જાય છે ત્યારે શરીર અન્ય પોષક તત્ત્વોને શોષી શકતું નથી.

વધારે બીજવાળા રીંગણા ઓછા ખાઓ એ જ રીતે રીંગણાની દાંડી પણ ઘણી વખત ઉમેરવામાં આવે છે. આ દાંડીમાં સોલાનાઇન જેવા આલ્કલોઇડ્સ હોય છે જે ઝેરી હોય છે. તેને ખાવાથી શરીરને નુકસાન થઈ શકે છે.

ડો. ઝેવિયર વધુમાં જણાવે છે કે જો ટામેટાંને યોગ્ય રીતે રાંધવામાં આવે અને ખાવામાં આવે તો કોઈ નુકસાન થતું નથી. પરંતુ ઘણી વખત લોકો તેને કાચાં ખાતા હોય છે. ટામેટાંમાં વધુ ઓક્સાલેટ સંયોજનો પણ હોય છે.

કિડનીમાં પથરી હોય તો જામફળ ન ખાઓ
જામફળમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ અને પોષક તત્ત્વો હોય છે પરંતુ જે લોકોને કિડનીમાં પથરી હોય છે તેઓએ જામફળનું સેવન ઓછું કરવું જોઈએ. જામફળના બીજને કારણે કિડનીમાં પથરી થઇ જાય છે.

શારીરિક પ્રવૃતિઓ ઓછી ન કરો
આજની ખરાબ લાઈફસ્ટાઇલને કારણે લોકો અનેક બીમારીના ભોગ બને છે. શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો કરવાથી શરીરમાં બ્લડ ગ્લુકોઝનું લેવલ વધી જાય છે. જો શરીરમાં એક લેવલ પછી ગ્લુકોઝનું લેવલ વધી જાય છે ત્યારે શરીર આ શુગરને સહન કરી શકતું નથી, આ બાદપહેલાં વ્યક્તિને ડાયાબિટીસથી થાય છે પછી કિડનીને અસર થાય છે. બેદરકારીથી કિડનીની ફેલ પણ થઈ શકે છે.

સ્મોકિંગથી કિડનીને અસર થાય છે
જો તમે ધૂમ્રપાન કરો છો તો હાઈ બ્લડ પ્રેશર અને કિડનીને નુકસાન થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. ધૂમ્રપાનથી બ્લડ ફ્લો ઓછો થાય છે. માત્ર કિડની જ નહીં, શરીરના અન્ય અંગોમાં પણ બ્લડ ઓછું પહોંચે છે. જ્યારે તમે ધૂમ્રપાન છોડી દો છો ત્યારે કિડની પણ સ્વસ્થ હોય છે.

વિટામિન સપ્લિમેન્ટ્સની જરૂર પડે તો જ લો
સામાન્ય ડાયટથી ફક્ત આવશ્યક પોષક તત્ત્વો જ પૂરા પાડે છે, પરંતુ મોટાભાગના લોકો જરૂરિયાત વિના વિટામિન્સ અથવા હર્બલ સપ્લિમેન્ટ્સ લે છે. તેનો વધુ પડતો ઉપયોગ કિડનીને નુકસાન કરે છે. તેથી, ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ વસ્તુ ખાશો નહીં.