• Gujarati News
  • Lifestyle
  • People Standing At The Bottom In Society Became 'angels' For Girls, China Vietnam Video Goes Viral

ચમત્કારિક બચાવ:રસ્તા પર ઊભેલાં લોકો બાળકી માટે બન્યા 'દેવદૂત', ચીન-વિયેતનામનો વીડિયો વાયરલ થયો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જ્યારે આપણી સાથે અચાનક જ કંઈ ઘટના ઘટે છે તો આપણું મગજ એકાએક કામ કરવાનું બંધ કરી દે છે, પરંતુ ઘણીવાર અમુક લોકો આ સમયે સમજદારીથી કામ લઈને મોટી દુર્ઘટનાને ટાળી શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાઈરલ થઇ રહ્યો છે, જેમાં પાર્કિંગમાં બેઠેલા એક વ્યક્તિએ સમજણથી કામ લઈને બાળકનો જીવ બચાવ્યો હતો. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તે વ્યક્તિને ‘હીરો’ ગણાવી રહ્યાં છે.

સમજણપૂર્વક કામ લઈને બહુમાળી ઇમારત પરથી નીચે પડી રહેલી બાળકીને કેચ કરી લીધી
ચીનનાં તોંગજિયાંગ શહેરનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક 2 વર્ષની બાળકી એક ઉંચી ઇમારતનાં પાંચમા માળેથી લટકતી જોવા મળી રહી છે. અચાનક જ પાર્કિંગમાં રહેલાં એક માણસની નજર બાળક પર પડે છે અને આ માણસ જરાપણ રાહ જોયા વગર બિલ્ડિંગની નીચે ઊભો રહે છે અને બાળકીને પડતાંની સાથે જ તેને પકડી લે છે. તે પુરુષની સાથે એક સ્ત્રી પણ તેની મદદ માટે તેની પાછળ દોડતી આવે છે.

બાળકી નવમાં માળેથી નીચે પડી હતી અને પાંચમાં માળની છત પર આવીને ફસાઈ હતી
અહેવાલો પરથી મળતી માહિતી મુજબ આ વ્યક્તિની ઓળખ શેન ડોંગ તરીકે થઈ હતી. કાર પાર્ક કરતી વખતે ડોંગને અચાનક જ જોરદાર અવાજ સંભળાયો તો તેણે પાછળ ફરીને જોયું તો નવમાં માળેથી પડ્યા બાદ પાંચમાં માળની છત પર એક બાળક ફંસાયું હતું. ડોંગે પોતાની સમજણ બતાવીને ઝડપથી દોડીને છેલ્લી ઘડીએ બાળકીને પકડી લીધી હતી. બાળકને બચાવવા માટે ડોંગ સાથે એક મહિલા પણ દોડી હતી. ત્યાં હાજર બધા લોકોએ આ દ્રશ્ય નિહાળ્યું.

ડિલિવરી બોયે સમજદારી બતાવીને બાળકીનો જીવ બચાવ્યો
આવી જ એક ચોંકાવનારી ઘટના વિયેતનામનાં હનોઈમાં સામે આવી છે. હનોઈમાં ડિલિવરી બોયે બારમાં માળેથી પડી રહેલાં બાળકનો જીવ બચાવ્યો હતો. 31 વર્ષીય ગુયેન નાગોસ માન્હ સાંજે 5 વાગ્યે ડિલિવરી કરવા માટે કારમાં રાહ જોઈ રહ્યા હતાં. પછી તેને એક બાળકના રડવાનો અવાજ સંભળાયો. તેણે જોયું કે, એક સ્ત્રી ચીસો પાડી રહી હતી અને બારીની બહાર જોઈ રહી હતી અને તેની ડોકિયું કરીને જોઈ રહી હતી. પહેલાં તેમને લાગ્યું કે, કદાચ બાળક તોફાન કરી રહ્યું છે, પરંતુ પછી સરખું જોતાં ખ્યાલ પડ્યો કે બાળકી નીચે પડી રહી છે. બાળકી બાલ્કનીમાં લટકતી હતી. આ પછી, માન્હ ઝડપથી તેની કારમાંથી બહાર નીકળી ગયો અને બિલ્ડિંગની નજીક ગયો. તે ત્યાં જનરેટરની છત પર ચઢી ગયો અને જ્યારે બાળકી પડવા લાગી તો તેને બચાવવા માટે કૂદી પડ્યો અને છેવટે બાળકીને પકડી લીધી.

કપડાં લેવા માટે મહિલાએ બાળકને બાલ્કનીમાં લટકાવી દીધું
હરિયાણાનાં ફરીદાબાદ શહેરની એક સોસાયટીમાં એક મહિલાએ પોતાનાં બાળકને સાડીથી બાંધીને 10માં માળે લટકાવીને નવમાં માળની બાલ્કનીમાં પડી ગયેલ કપડાંને ઊઠાવી લાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાડોશીએ તેનો વીડિયો બનાવ્યો અને બાદમાં વીડિયો વાયરલ થયો. આ વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે, કે ફ્લેટ બંધ હોવાનાં કારણે મહિલા બાળકને સાડીથી બાંધીને નવમાં માળે કપડાં લાવવા મોકલે છે. બાળક કપડાં લે એટલે પછી તરત જ તે સાડીની મદદથી બાળકને પાછું ખેંચી લે છે. જો કે બાદમાં મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે માફી માગતા કહ્યું કે, તે સમયે મને સમજમાં ન આવ્યું કે હું મારા બાળકને કેટલા જોખમમાં મૂકુ છું, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ.