તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • People Say 62 Year Old Sarada Chorgade, Who Sells Four Dosas For 10 Rupees, Started This Job Seven Years Ago, Fed Up With Poverty And Hunger.

પ્રેરણા:નાગપુરમાં 62 વર્ષીય મહિલા 10 રૂપિયામાં 2 ઢોસા વેચે છે, 7 વર્ષ પહેલાં ગરીબી અને ભૂખની તંગીમાંથી પસાર થઇને અન્યની મદદ કરવા આ કામ શરુ કર્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઈ પણ વ્યક્તિ જ્યારે તકલીફમાં હોય ત્યારે નાગપુરના રહેવાસી શારદા ચૌરગાડે તેમને કહેતા કે, બધું સારું જ થશે. તેમના વિચારો એ સમયે પણ પોઝિટિવ હતા જ્યારે તેમણે લગ્ન પછી પતિનો અત્યાચાર સહન કર્યો, માતાના મૃત્યુ પાછી એકલા લઇ થયા અને ઘણા દિવસો ભૂખ્યા રહ્યા.

62 વર્ષીય શારદાએ 7 વર્ષ પહેલાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઢોસા વેચવાની શરૂઆત કરી હતી. લોકો તેમને પ્રેમથી ‘ઢોસા અજ્જી’ કહે છે. તેમણે કામ શરુ કર્યું ત્યારે 2 રૂપિયામાં એક ઢોસો વેચતા હતા. આટલી ઓછી કિંમતમાં ઢોસા વેચવાને લઈને લોકો તેમની મજાક પણ ઉડાવતા હતા.

શારદાએ કહ્યું કે, ‘મેં ગરીબી જોઈ છે. ઘણી વાર હું અને અને મારો દીકરો ભૂખ્યા સૂતા હતાં. હું જાણું છું કે ભૂખ શું છે. આપણે જ્યારે ભૂખ્યા રહેવું પડે ત્યારે મગજ અને શરીર પર તેની અસર થવા લાગે છે.’

10 રૂપિયામાં ઢોસા ખવડાવતા શારદાને લાગે છે કે તે અન્યની સરખામણીએ સારું કમાઈ પણ લે છે. આથી તેઓ મદદ કરવાના હેતુથી ઓછા રૂપિયામાં ઢોસા ખવડાવવાનું પસંદ કરે છે. તેઓ પોતાના ઢોસા સ્ટોલની મદદથી શ્રમિક અને સ્કૂલના બાળકોને તાજા અને ગરમ-ગરમ ઢોસા ખવડાવવા માગે છે. તેઓ આટલી મોંઘવારીમાં પણ 10 રૂપિયામાં 2 ઢોસા અને 4 ઈડલી વેચે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો