સ્ટડી / તણાવમાં વ્યક્તિ મસાલેદાર જંકફૂડ ખાવા વધુ પ્રેરાય છે

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

divyabhaskar.com

May 13, 2019, 10:09 AM IST

હેલ્થ ડેસ્કઃ અત્યારે લોકો ઘરે બનાવેલા હેલ્ધી ખોરાક કરતાં બજારના ફાસ્ટ ફૂડને વધુ પસંદ કરે છે. લોકોમાં જંક ફૂડ ખાવાના પ્રમાણમાં વધારો થયો છે, તે જ રીતે તેઓના શરીરમાં બીમારીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સ્વસ્થ્ય રહેવા માટે યોગ્ય ડાયેટ જરૂરી છે.

અયોગ્ય આહાર સ્વાસ્થ્ય માટે હાનિકારક
યુએસની વોશિંગટન ખાતે આવેલ વોશિંગટન યુનિવર્સિટીના `ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ ઇન્સ્ટિટ્યૂટ' દ્વારા વર્ષ 2017માં કરેલા સ્ટડી અનુસાર,`વિશ્વમાં 20 ટકા લોકોનું મૃત્યુ અયોગ્ય આહાર લેવાથી થાય છે. જે લોકો તણાવમાં હોય તો તેઓ ચટપટા, મસાલાવાળા અને જંક ફૂડ વગેરે ખાવા માટે વધુ પ્રેરાય છે.'

ડાયેટમાં 7 રંગ અને 6 પ્રકારના સ્વાદને જરૂર સામેલ કરો
હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ડો. કે. કે. અગ્રવાલ અનુસાર,`આપણા પ્રાચીન અનુષ્ઠાનો ઇને પરંપરાઓએ આપણને આહારની સમસ્યાઓ વિશે જણાવ્યું છે અને તે સાથે આપણને મૉડરેશનમાં વિવિધ પ્રકારના ખોરાક ખાવા જોઇએ. ભોજનમાં લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, રિંગણી અને સફેદ તથા ખારો, ખાટો, ચટપટો, તીખો, તૂરો, ગળ્યો જેવા છ સ્વાદ અને સાત રંગોને સામેલ કરવા જોઇએ. તે સાથે ભોજન ચક્રમાં ઉપવાસ પણ જરૂરી છે.'

દરેક કોડીયાને ઓછામાં ઓછી પંદર વખત ચાવો
ઘણા લોકોને આદત હોય છે, કે મોંઢામાં એક કોડીયો પૂરો ન થયો હોય અને બીજો કોડીયો મૂકી દે છે. તેઓ સરખી રીતે ચાવતા હોતા નથી. તો તેવા વ્યક્તિએ ખાસ ધ્યાન આપવાની જરૂરી છે, જો તમે સ્વસ્થ્ય રહેવા ઇચ્છો છો તો જમતી વખતે નાના કોડીયા લો અને બરાબર ચાવીને ખાઓ. ચાવ્યાં વિના ખાધેલો ખોરાક ચરબીમાં રૂપાંતર પામે છે, પછી ભલે તમે પૌષ્ટિક આહાર જ કેમ ન ખાતા હોય.

ભોજન વખતે ધ્યાન રાખવાની બાબતો

  • ઓછું ખાઓ અને ધીરે-ધીરે ખાઓ, ખાતી વખતે ભોજનનો આનંદ માણો.
  • ભોજનમાં સલાડ અને ફળોને સ્થાન આપો
  • અનાજની સાથે કઠોળ પણ ખાઓ
  • ખોરાકમાં ખાંડનું પ્રમાણ ન હોય તેવો ખોરાક ખાઓ
  • જમતા પહેલા પાણી પી શકો છો, પણ જમ્યાં બાદ માત્ર એક ઘુંટ જ પાણી પીઓ.
X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી