એક હજાર રૂપિયાની ચા:કોલકાતામાં લોકો 1 કપ ચા માટે 1000 રૂપિયા ચૂકવે છે, જાણો એવું તો શું ખાસ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ટી-સ્ટોલ પર લગભગ 100 પ્રકારની ચા મળે છે
  • એક કપ ચાની કિંમત 1000 રૂપિયા છે, તેને Bo-Lay Tea કહેવામાં આવે છે

એક નાની એવી ચાની દુકાન પર એક કપ ચા માટે વધુમાં વધુ 10થી 15 રૂપિયા તમે આપતા હશો અથવા 20 રૂપિયા. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કોલકાતાની એક નાની ટી-સ્ટોલ પર એક કપ ચા માટે તમારે એક હજાર રૂપિયા ચૂકવવા પડી શકે છે. જો તમે ચાના શોખીન છો અને એક કપ ચા માટે એક હજાર રૂપિયા ખર્ચ કરી શકો છો તો જાણો કોલકાતાની આ ટી-સ્ટોલ વિશે.

ચાની કિંમત 12 રૂપિયાથી 1000 રૂપિયા સુધી
હકીકતમાં કોલકાતાના રહેવાસી પાર્થ પ્રતિમ ગાંગુલીએ મુકુંદપુરમાં નિર્જશ નામની એક ટી-સ્ટોલ ખોલી છે, જ્યાં એક કપ ચાની કિંમત 12 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી છે. આ ટી-સ્ટોલ પર લગભગ 100 પ્રકારની ચા મળે છે. તેથી સ્પષ્ટ છે કે જ્યારે એક કપ ચાની કિંમત હજાર રૂપિયા છે તો કંઈક તો ખાસ વાત હશે તેમાં.

1000 રૂપિયા ચામાં શું છે ખાસ
એક કપ ચાની કિંમત 1000 રૂપિયા છે, તેને બો-લે ટી ( Bo-Lay Tea) કહેવામાં આવે છે અને તે પ્રતિ કિલોગ્રામ 3 લાખ રૂપિયાની કિંમતે મળે છે. આ સ્ટોલ પર ઘણા પ્રકારની ચા ઉપલબ્ધ છે. જો તમે ચાના શોખીન છો તો અહીં ઘણા પ્રકારનો સ્વાદ ચાખી શકો છો. જેમાં સિલ્વર નીડલ વ્હાઈટ ટી, લેવેન્ડર ટી, હિબિસ્કસ ટી, વાઈન ટી, તુલસી ઝિંઝર ટી, બ્લૂ ટિશ્યન ટી, તીસ્તા વૈલી ટી, મકઈબારી ટી, રૂબિયોસ ટી અને ઓકટી ટી સામેલ છે.

નિર્જશ નામની આ ટી-સ્ટોલના માલિક પાર્થ પ્રતિમ ગાંગુલી એક કંપનીમાં કામ કરતા હતા. સાત વર્ષ પહેલાં તેમણે નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે 2014માં નિર્જશ નામથી ટી-સ્ટોલ શરૂ કર્યો જે આજે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાનો એક લોકપ્રિય ટી-સ્ટોલ છે. પાર્થ ફક્ત ચા જ નથી વેચતો, પણ તેને ચા વિશેની તમામ જાણકારી પણ ખબર છે.

અન્ય સમાચારો પણ છે...