લક બાય ચાન્સ:માતા-પિતાની સારવાર માટે લાખો રૂપિયાની જરૂર હતી, ગરીબ મહિલાને 163 રૂપિયાનાં સી ફૂડમાંથી કરોડો રૂપિયાનું મોતી મળ્યું

8 મહિનો પહેલા
  • મહિલાની માતાની કેન્સરની સારવાર માટે 23 લાખ રૂપિયાની જરૂર છે
  • ઓરેન્જ મેલો પર્લનું વજન 6 ગ્રામ છે
  • પરિવાર હવે મોતી માટે ગ્રાહક શોધી રહ્યો છે

થાઈલેન્ડમાં એક ગરીબ મહિલાનું નસીબ રાતોરાત ચમકી ઉઠ્યું છે. કોડ્ચકોર્ન ટેન્ટીવીત્કુલ ભોજન કરવા બહાર ગઈ હતી ત્યાં તેણે 163 રૂપિયાની સી ફૂડ ખરીદ્યું અને તેને કરોડો રૂપિયાનું મેલો ઓરેન્જ મોતી મળ્યું. લોકલ માર્કેટમાં ભોજન કરતા તેને આ મૂલ્યવાન ગિફ્ટ મળી છે. જો કે, હાલ કોડ્ચકોર્નને રૂપિયાની ઘણી જરૂર છે. તેના પિતાનો અકસ્માત થયો છે અને માતાની કેન્સરની સારવાર માટે 23 લાખ રૂપિયાની જરૂર છે. કોડ્ચકોર્નના પરિવારને મહામૂલ્ય મોતી સાથે ઘણી અપેક્ષા છે.

163 રૂપિયાની સી ફૂડ ખરીદ્યું
163 રૂપિયાની સી ફૂડ ખરીદ્યું

મોતી મળ્યાની વાત લોકોથી છુપાવી
કોડ્ચકોર્નને 30 જાન્યુઆરીએ ઓરેન્જ પર્લ મળ્યું હતું, પણ દુકાનવાળા તે મોતી તેની પાસેથી લઇ લેશે તેના ડરને લીધે છુપાવી રાખ્યું, પણ તેના ઘરમાં મેડિકલ ખર્ચો આવવાથી તેણે મોતી મળ્યાની વાત પરિવારને કરી. આ મોતીનું વજન 6 ગ્રામ અને કદ 1.5 સેમીનું છે. સી ફૂડમાં નાનકડું મોતી જોઇને શરૂઆતમાં તો તેને નવાઈ લાગી હતી.

મોતીનું વજન 6 ગ્રામ છે
મોતીનું વજન 6 ગ્રામ છે

માતા-પિતાની સારવાર માટે રૂપિયા મળશે
મોતી મળ્યાને ત્રણ મહિના પછી તેણે સારવાર માટે રૂપિયા ભેગા કરવા માટે વેચવાનું વિચારી રહી છે. તેને આશા છે કે, મોતી વેચવાથી જે રૂપિયા મળશે તેમાંથી માતા-પિતાની વ્યવસ્થિત સારવાર કરાવી શકશે.

પર્લ માટે ગ્રાહકની રાહ
કોડ્ચકોર્ને કહ્યું, મેં મોતી મારી માતાને બતાવ્યું અને તેમણે મને કહ્યું આ તો મેલો પર્લ છે. તે ઘણું મૂલ્યવાન છે. કોડ્ચકોર્નના પિતાએ કહ્યું, મારા અકસ્માત અને પત્નીની કેન્સર ટ્રીટમેન્ટ માટે રૂપિયાની જરૂર હતું. મેડિકલ બિલ ભરી શકીએ તેટલા સક્ષમ નથી પણ આ મોતીને લીધે હવે સારવાર થઈ શકશે. સારવાર માટે અમને મોતી પાસેથી ઘણી આશા છે. પર્લ માટે ગ્રાહકની રાહ જોઈ રહ્યા છીએ.

મેલો પર્લ સૌથી વધારે સાઉથ ચીનમાંથી મળે છે
મેલો પર્લ સૌથી વધારે સાઉથ ચીનમાંથી મળે છે

કોડ્ચકોર્ને કહ્યું, મેં ઘણી બધીવાર આ મોતી મળ્યું હોય તેવા લોકોની સ્ટોરી સાંભળી છે. તે લોકોને સારા એવા રૂપિયા પણ મળ્યા છે. મને આશા છે કે આ પર્લ વેચવાથી અમને મદદ મળશે.

અન્ય સમાચારો પણ છે...