• Gujarati News
  • Lifestyle
  • Pay Special Attention To The Fact That Girls Are Afraid To Tell Their Family About Their Problems Compared To Boys

બાળક પર ટોર્ચર ન કરો:છોકરાઓની સરખામણી છોકરીઓ તેમની સમસ્યા પરિવારને જણાવતા ડરે છે, આ વાત પર ખાસ ધ્યાન આપો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણીવાર બાળકોને એવું કહેતા સાંભળીએ છીએ કે, હું આ દુનિયામાં કેમ આવ્યો છું, મારે આ દુનિયાને છોડી દેવી જોઇએ. આ વાત માતા-પિતા માટે ચિંતાનું કારણ છે. થોડા દિવસ પહેલા 5થી 6 વર્ષનાં એક માસુમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયોમાં માસુમ ભણતરનો ભાર નીચે દબાઇ ગયો છે. આજકાલના બાળકોને સમયસર હોમવર્ક કરવું અને અભ્યાસક્રમ સિવાયની પ્રવૃત્તિઓમાં વધુ સારું પ્રદર્શન માટે સ્ટ્રેસનો અનુભવ કરે છે. આ રીતે બાળકની ઉંમર વધવાની સાથે આ જ સ્ટ્રેસ ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરે છે. આ જ કારણ છે કે ભારતમાં પણ કિશોરી- કિશોરોમાં આત્મહત્યાનો ટ્રેન્ડ ચિંતાજનક રીતે વધી રહ્યો છે.

છોકરાઓની સરખામણીએ છોકરીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધારે
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો અનુસાર, 2020માં 11,396 બાળકોએ આત્મહત્યા કરી હતી. એટલે કે, દરરોજ 31 બાળકો મૃત્યુ પામે છે. જેમાં છોકરીઓનું પ્રમાણ વધારે છે. જ્યારે 5,392 છોકરાઓએ આત્મહત્યા કરી હતી, જ્યારે 6,004 છોકરીઓએ આત્મહત્યા કરી હતી. NRBના ડેટા પરથી ખબર પડે છે કે બાળકો માનસિક આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે.

બાળકો પર સારું પ્રદર્શન કરવા માટે દબાણ
સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઇકિયાટ્રીના એસોસિએટ પ્રોફેસર ડો.વરુણ એસ મહેતા આ અંગે વાત કરતા જણાવે છે કે, બાળકો સ્કૂલને સેકન્ડ હોમ માને છે. તેથી હોમવર્ક હોય કે પછી ક્લાસવર્ક, બાળકો ખૂબ જ ગંભીરતાથી લે છે. માતાપિતાને આ વાત નાની લાગે છે, પરંતુ બાળકો તેના પ્રત્યે સંવેદનશીલ હોય છે. શાળામાં સારું પ્રદર્શન કરવા માટે બાળકો પર દબાણ વધી રહ્યું છે.

માતા-પિતા ઇચ્છે છે કે, બાળક બધી જ જગ્યા પર ટોપ પર રહેવા માટે દબાણ કરવામાં આવે
બાળકો પર ફકત ભણતરનું જ નહી પરંતુ અન્ય પ્રવૃતિમાં પણ ટોપ પર રહે તે માટે દબાણ કરવામાં આવે છે. પેરેન્ટ્સ ઇચ્છે છે કે બાળક પેઇન્ટિંગ, ડાન્સિંગ, સ્પોર્ટ્સ, દરેક વસ્તુમાં આગળ રહે. માતા-પિતા વારંવાર બાળકોને કહે છે કે, તું પણ આ બાળકની જેમ ચેનલ પર ગીત ગા કે ડાન્સ કરે. તો કોઇ બીજા બાળકનું ઉદાહરણ આપીને કહે છે કે, તે પણ વધું મહેનત કરી હોત તો તને પણ સારા માર્કસ આવી શ્કયા હોત. આવી સ્થિતિમાં બાળક પર દબાણ આવે છે.

તમે કહેતા નથી તો પણ ચિંતામાં આવી જાય છે બાળક
ડો. વરુણ કહે છે કે, આજે સ્પર્ધા વધી રહી છે. માતા-પિતા ઇચ્છતા હોય છે કે, મારું બાળક આ કરે અથવા નંબર મેળવે તો પણ બાળક ઉપર પ્રેશર આવી જાય છે. તો ઘણા માતાપિતા એવું પણ કહે છે કે, તું ગમે તે રીત ભણ પરંતુ કોઈ વાતને લઈને ચિંતા ન કરો. આ પ્રકારના બાળકોના મનમાં પણ એકવાર એવો વિચાર આવે છે કે, માતા-પિતા બાળકને લઈને શું વિચારે છે અને તેમના ભણતરને લઈને ચિંતામાં છે.

હોમવર્કનો લોડ લે છે ત્યારે બાળક નબળું પડે છે
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ બિહેવિયરલ ડેવલપમેન્ટના એક અભ્યાસ મુજબ બાળકોના સ્કૂલવર્કની પણ ઘણી આડઅસરો થાય છે. જે બાળકો હોમવર્ક પર વધુ સમય વિતાવે છે તે ભાવનાત્મક રીતે સંવેદનશીલ હોય છે. તેમને એક પ્રકારની ચિંતા હોય છે. પણ મા-બાપ આ વાતને સમજી શકતા નથી.

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાંચીના ડિપાર્ટમેન્ટ ઓફ સાઇકિયાટ્રિક સોશિયલ વર્કના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કે. પ્રસાદ જણાવે છે કે, સામાન્ય રીતે બાળકોમાં લાગણીઓનો વિકાસ સૌથી મોડો હોય છે. બાળકોને ખબર નથી પડતી કે તેઓને કેવી રીતે વર્તન કરવાનું છે. પરંતુ ટીવી, મોબાઈલ કે સોશિયલ મીડિયાને જોઈને તેઓ આજકાલ તરત જ રિએક્શન આપવા લાગ્યા છે. આપણા સમાજમાં છોકરાઓ કોઈક રીતે તેમની વાત કહેવા અથવા શેર કરવા માટે સક્ષમ હોય છે, પરંતુ છોકરીઓ અલગ હોય છે. તેઓ પોતાની લાગણીઓને છુપાવે છે. તેથી, છોકરીઓમાંસેલ્ફ ઇન્જરીના કિસ્સાઓ વધુ જોવા મળે છે. જ્યારે છોકરીઓની ઉંમર 11થી 13 વર્ષની વચ્ચે હોય છે ત્યારે તેઓ નાની-નાની વાતો પર પણ પોતાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે. અહીં પણ પેરેંટિંગનો મુદ્દો વધુ જોવા મળે છે.

આ વાત પર ધ્યાન આપો

  • બાળકના સામાજિકીકરણ પર ધ્યાન આપો, બાળક શું શીખી રહ્યું છે તેના પર ધ્યાન આપો.
  • જીવન મહત્વનું છે, શાળા અને કોલેજમાં પ્રદર્શન નહીં, બાળકોને આ વાત શીખવો
  • માતાપિતા તેમના બાળકોને યાંત્રિક રીતે જોવાનું બંધ કરી દે
  • બાળકોનના ગન પરથી તેનું મૂલ્યાંકન ન કરો
  • માતાપિતાની વ્યવહારિક રીત અપનાવો, બાળકોના મિત્ર બનીને વાત કરો.
  • ક્યાંક શિક્ષક બાળક પર સારું પ્રદર્શન કરવા માટે દબાણ નથી કરી રહ્યા, ધ્યાનમાં રાખો