તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Paumeen Pavini Shukla Of Lucknow, Found In India's 30 Under 30 List Released By Forbes, This Honor Due To The Work Done For The Education Of Orphans

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:અનાથ બાળકોની મદદ કરી રહેલી પોલોમી પાવિની શુક્લાને ફોર્બ્સ મેગેઝિનનાં ‘ઇન્ડિયા 30 અંડર 30’ લિસ્ટમાં સ્થાન મળ્યું

એક મહિનો પહેલા

લખનઉની લેખક, વકીલ અને સમાજ સેવિકા પોલોમી પાવિની શુક્લાએ ફોર્બ્સ મેગેઝિનમાં ‘ઇન્ડિયા 30 અંડર 30’ લિસ્ટમાં સામેલ થઈ દેશનું ગૌરવ વધાર્યું છે. ફોર્બ્સ મેગેઝિન દર વર્ષે 30 વર્ષથી ઓછી ઉંમરનાં 30 લોકોનું લિસ્ટ જાહેર કરે છે. અનાથ બાળકોના અભ્યાસ માટે પોલોમીએ કરેલા પ્રયત્નોને લીધે તેને લિસ્ટમાં સ્થાન મળ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં વકીલ પોલોમીએ ભારતમાં અનાથ બાળકોની દુર્દશા જણાવતું પુસ્તક લખ્યું હતું. તેણે ભાઈ સાથે મળીને ‘વીકેસ્ટ ઓન અર્થ-ઓર્ફેંસ ઓફ ઇન્ડિયા’ બુક લખી હતી. પોલોમીએ કહ્યું, ફોર્બ્સના લિસ્ટમાં મારું નામ આવતા હું ઘણી ખુશ છું. તેનાથી અનાથ બાળકો માટે વધારે કામ કરવાની પ્રેરણા મળી છે. પોલોમી સિનિયર IAS ઓફિસર આરાધના શુક્લા અને પ્રદીપ શુક્લાની દીકરી છે. તેણે અનાથ બાળકો માટે લખનઉમાં અડોપ્ટ એન ઓર્ફેંસ પ્રોગ્રામની શરુઆત કરી હતી. પોતાના આ કામ માટે તેને લોકલ બિઝનેસ હાઉસનો સપોર્ટ મળ્યો અને આ રીત તે બાળકો માટે સ્ટેશનરી, બુક્સ અને ટ્યુશન ફીની રકમ ચૂકવી શકી.

લોકડાઉન દરમિયાન પોલોમીએ શહેરના દરેક અનાથાશ્રમમાં સ્માર્ટ ટીવી લગાવ્યું જેથી ત્યાં રહેતા બાળકને ઓનલાઈન અભ્યાસની સુવિધા મળી શકે. આ કામની શરુઆત વિશે કહ્યું, 2001માં હું નવ વર્ષની હતી ત્યારે મને મારા બર્થડે પર અનાથાશ્રમ લઇ ગયા હતા. ત્યાં હું ગરીબ અને અનાથ બાળકોને મળી. તેમની તકલીફ જોઇને મને થયું કે મારે તેમના માટે કઈક કરવું જોઈએ. આજે આ બાળકો માટે કરેલી મારી મહેનત રંગ લાવી. પોલોમીના માતા-પિતાને પણ તેમની દીકરી પર ગર્વ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો