સોશિયલ મીડિયા પર પાલતુ પ્રાણીઓ સાથેનાં અનેક વીડિયોઝ વાઈરલ થતા હોય છે કે, જેમાં તે તેમનાં માલિકોને કામકાજમાં મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય, આ વીડિયો જોવામાં ખૂબ જ આનંદદાયક લાગે છે. આ પ્રકારના વીડિયો અવારનવાર ઓનલાઈન શેર પણ કરવામાં આવે છે. આવો જ એક બિલાડીનો ખૂબ જ સુંદર વીડિયો ટ્વીટર પર વાઈરલ થયો છે કે, જે તેના માલિકને ઈલેક્ટ્રિકનાં કોઈ કામકાજમાં મદદરુપ થવાનો પ્રયાસ કરી રહી છે.
ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોને ફની કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે. ‘હા, સરસ લાગે છે... હવે તારને અહીંથી ખેંચો અને આપણું કામ પૂરું થઈ ગયું છે --- ઇલેક્ટ્રીશિયન’ તેમાં લખ્યું છે. વીડિયોમાં એવું બતાવવામાં આવ્યું છે કે, એક માણસ કોઈ ઇલેક્ટ્રિકલ ફિટિંગનું કામ કરી રહ્યો હોય છે અને તેની સાથે તેની ‘પાર્ટનર કેટ’ પણ કામ પર લાગી ગઈ હોય છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, ‘બિલાડી કેવી રીતે આ પરિસ્થિતિનો ભાગ બનવાનો પ્રયાસ કરે છે?’
આ વીડિયો પર એક નજર કરો :
આ વીડિયો ગઈકાલે જ શેર કરવામાં આવી હતી અને આ વીડિયો પોસ્ટ થયા બાદ આ ક્લિપ વાઈરલ થઇ ગઇ છે. અત્યાર સુધીમાં આ ટ્વીટને લગભગ 5.7 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે અને આ સંખ્યા વધતી જ જઈ રહી છે. આ વીડિયો શેરે લોકોને જુદી-જુદી કોમેન્ટ્સ પોસ્ટ કરવા માટે પણ પ્રેરિત કર્યા. એક ટ્વિટર યુઝરે લખ્યું કે, ‘પ્રભાવશાળી.’ બીજાએ કોમેન્ટ કરી કે, ‘કેટ પાર્ટનર સખત મહેનત કરી રહી છે.’ ત્રીજા યૂઝરે કોમેન્ટ કરી કે, ‘મને બિલાડીઓ ખૂબ જ ગમે છે, આ વીડિયો જોઈને મને એવું લાગે છે કે, મારે પણ એક બિલાડી પાળવી પડશે.’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.