તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Parents Of 6 Children Who Have Been Living Together For 24 Years Are Not Married, Happy With Surprise Wedding Photoshoot

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલિપાઇન્સ:24 વર્ષથી સાથે રહેતા 6 બાળકોનાં માતા-પિતાએ ક્યારેય મેરેજ નથી કર્યા, સરપ્રાઈઝ વેડિંગ  ફોટોશૂટથી ખુશ થઇ ગયા

2 મહિનો પહેલા
આવતા વર્ષે ચર્ચ વેડિંગ કરશે
  • હેર ડ્રેસર રિચાર્ડ સ્ટ્રેન્ડ્ઝને આ કપલની લવ સ્ટોરી બહુ ગમી, તેણે ફોટોશૂટનો ખર્ચ ઉઠાવ્યો
  • કપલ પ્લાસ્ટિકનો કચરો વીણીને ગુજરાન ચલાવે છે
  • 24 વર્ષમાં તેઓ ઘર ખરીદી શક્યા નથી, એક ટંકનું ભોજન માંડ મળે છે

ફિલિપાઇન્સમાં એક કપલનું વેડિંગ ફોટોશૂટ હાલ ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. આ કપલ પાસે છેલ્લા 24 વર્ષથી ઘર નથી અને તેમની પાસે પૈસા ના હોવાથી ક્યારેય ઓફિશિયલ વેડિંગ કર્યા નહોતા. 6 બાળકોના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ પ્લાસ્ટિકનો કચરો વીણીને વેચે છે. તેના જે રૂપિયા આવે તેમાંથી પેટનો ખાડો પૂરે છે. એક દિવસ હેર ડ્રેસરનું ધ્યાન તેમના પર ગયું અને તેમણે બંનેના વ્હાઇટ વેડિંગ કરાવ્યા.

24 વર્ષથી સુખ દુઃખમાં સાથે રહ્યા
24 વર્ષથી સુખ દુઃખમાં સાથે રહ્યા

મેરેજ કરવા રૂપિયા ભેગા ના થયા
50 વર્ષીય રોસલિન અને 55 વર્ષીય રોમેલ બાસ્કો પેમ્પનગાનાં રહેવાસી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષથી ઘર વિહોણા છે. 6 બાળકો સાથે એક નાનકડી ઝૂંપડીમાં રહે છે. 24 વર્ષથી આ કપલ સાથે રહેતું હોવા છતાં તેમની સાથે લગ્ન કરવા માટે રૂપિયા નહોતા. તેમની કમાણીમાં પેટનો ખાડો માંડ પૂરાય છે.

6 બાળકોનાં પરિવાર પાસે ઘર નથી
6 બાળકોનાં પરિવાર પાસે ઘર નથી

રિચાર્ડ સ્ટ્રેન્ડ્ઝનું હેર સલૂન આ કપલ રહે છે તેની નજીક આવેલું છે. રસ્તા પર કપલ પ્લાસ્ટિક વીણતું હતું ત્યારે રિચાર્ડનું ધ્યાન ગયું. રિચાર્ડે કપલ માટે કમ્પ્લીટ વેડિંગ પેકેજ બુક કરાવ્યું.

મેરેજ કર્યા વગર પણ બંને સુખી જીવન જીવે છે
મેરેજ કર્યા વગર પણ બંને સુખી જીવન જીવે છે

નાનપણનું સપનું 50 વર્ષે પૂરું થયું
13 ફેબ્રુઆરીખે આ કપલનું વેડિંગ ફોટશૂટ થયું. રોસલિન કહ્યું, હું નાની છોકરી હતી ત્યારે મેં વ્હાઈટ વેડિંગનું સપનું જોયું હતું. પણ એ પછી ક્યારેય મેં સપનામાં પણ વિચાર્યું નથી. રોજ પેટ ભરાય તેટલું કમાઈ શકીએ તેના પર જ અમારું ધ્યાન હોય છે. લગ્ન કરવા ક્યારેય એટલા રૂપિયા જ ભેગા ના થયા. અમે બંને હાલ ઘણા ખુશ અને આભારી છીએ.

પ્લાસ્ટિકનો કચરો વીણીને વેચે છે
પ્લાસ્ટિકનો કચરો વીણીને વેચે છે

આવતા વર્ષે ચર્ચ વેડિંગ
હેર ડ્રેસર રિચાર્ડે કહ્યું, આ બંને કપલ 24 વર્ષથી સાથે રહે છે પણ તેઓ ક્યારેય મેરેજ ના કરી શક્ય. તેમની લવ સ્ટોરી મારા દિલને સ્પર્શી ગઈ. એ પછી મેં તેમના વ્હાઇટ વેડિંગ કરાવવા મિત્રોનો કોન્ટેક્ટ કર્યો. મેરેજ પેપર્સની પ્રોસેસ પૂરી થઇ ગયા પછી રિચાર્ડ કપલનું ચર્ચ વેડિંગ કરાવશે.

વર્ષો પછી દુલ્હા-દુલહન બનીને ખુશખુશાલ થઇ ગયા
વર્ષો પછી દુલ્હા-દુલહન બનીને ખુશખુશાલ થઇ ગયા

રિચાર્ડે જણાવ્યું, ‘સાચા પ્રેમની હંમેશાં ઉજવણી થવી જોઈએ. તમે ગરીબ છો હોવ કે ધનવાન પ્રેમ હંમેશાં સ્પેશિયલ હોય છે.’

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો