તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાપાન:પાન્ડાના પ્રેગ્નન્ટ થવાને કારણે સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉછાળો, ઘણા લોકો રાતોરાત અમીર બની ગયા

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
જાપાનમાં એક પાન્ડાના કારણે લોકો અમીર થઈ ગયા, સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. - Divya Bhaskar
જાપાનમાં એક પાન્ડાના કારણે લોકો અમીર થઈ ગયા, સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો.
  • પાન્ડા પ્રેગ્નન્ટ હોવાના સમાચાર આવ્યા બાદ શેર માર્કેટમાં 30 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો
  • જાપાનની બે રેસ્ટોરાંના શેરમાં પણ ઘણી તેજી જોવા મળી છે

તમારામાંથી ઘણા લોકોએ સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યું હશે. જો ના પણ કર્યું હોય તો તેના વિશે સાંભળ્યું તો હશે. શું તમે જાણો છે કે સ્ટોક માર્કેટમાં કયા કારણોસર ઉછાળો આવી શકે છે? તો તમે કહેશો કે, કંપનીઓની બેલેન્સ શીટ, સરકારની પોલિસી અથવા માનવ સર્જીત કે કુદરતી આફતની અસર સ્ટોક માર્કેટ પર પડતી હશે. પરંતુ જાપાનમાં એક પ્રેગ્નન્ટ પાન્ડાના કારણે ત્યાંના સ્ટોક માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

15 વર્ષની પાન્ડા પ્રેગ્નન્ટ
જાપાની મીડિયાના રિપોર્ટ અનુસાર, 15 વર્ષની પાન્ડા પ્રેગ્નન્ટ હોવાના સમાચાર મળ્યા છે. આ પાન્ડાનું નામ શિન શિન ઝો છે, જે જાપાનના યુએનો ઝૂમાં રહે છે. રિપોર્ટના અનુસાર, આ પાન્ડમાં ઘણા એવા લક્ષણો જોવા મળ્યા છે, જેનાથી એ ખબર પડી છે કે તે ગર્ભવતી છે. જો કે, પાન્ડા ગર્ભવતી છે તે નહીં તેને લઈને હજી ઝૂના પ્રશાસને સ્પષ્ટતા નથી કરી પરંતુ પાન્ડા પ્રેગ્નન્ટ હોવાના સમાચારથી તે વિસ્તારની રેસ્ટોરાંના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.

પાન્ડાના કારણે લોકો રોકાણ કરી રહ્યા છે
જાપાનમાં એક પાન્ડાના કારણે લોકોએ સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યું છે. આ સાંભળીને થોડું વિચિત્ર લાગશે પરંતુ હકીકત છે. એક પાન્ડા પ્રેગ્નન્ટ હોવાના સમાચાર આવ્યા બાદ શેર માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી અને 30 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો. જાપાનની બે રેસ્ટોરાંના શેરમાં પણ ઘણી તેજી જોવા મળી છે.

ઝૂમાં લોકોની ભીડ વધી જશે
જાપાનની રાજધાની ટોકયોમાં આવેલા યુએનો નામના ઝૂમાં એક પાન્ડા છે. તેના પ્રેગ્નન્ટ થવાના સમાચાર વાઈરલ થઈ રહ્યા છે. આ ઝૂમાં આવતા લોકો માટે આ માદા પાન્ડા આકર્ષણનું કેન્દ્ર બની છે. તેને ધ્યાનમાં રાખીને રોકાણકારોને આશા છે કે ઝૂમાં પર્યટકોની સંખ્યામાં વધારો થશે. આ સમાચારને ધ્યાનમાં રાખતા ઝૂની આસપાસ જેટલી પણ રેસ્ટોરાં છે, ત્યાં સારી એવી તેજી જોવા મળી છે.

અચાનક રેસ્ટોરાંના શેર વધ્યા
જાપાનની શિયોકેન નામની રેસ્ટોરાંના શેરમાં 11 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમજ ટોટેનકો નામની રેસ્ટોરાંના શેરમાં પણ લગભગ 29 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. બંને રેસ્ટોરાંના શેરમાં તેજીનું કારણ પાન્ડાની પ્રેગનન્સી જ છે. આ ઝૂ કોરોના સંક્રમણના કારણે ગયા વર્ષે ડિસેમ્બર મહિનાથી બંધ હતુ અને 4 જૂનથી જ ખુલ્યું છે.