વાઇરલ વીડિયો:પાકિસ્તાની ટિકટોક સ્ટાર હુમાયરાએ સળગતા જંગલમાં વીડિયો બનાવ્યો, લોકોએ ધરપકડની કરી માગ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાની ટિકટોક સ્ટાર વારંવાર વિવાદોમાં રહે છે. એક ટિકટોક સ્ટારએ જંગલમાં આગ લગાડીને વિડીયો બનાવીને ટિકટોક પર અપલોડ કર્યો છે. જે બાદ લોકોએ તેની મજાક કરવાનું શરૂ કરી દીધું છે. આ ટિકટોક સ્ટાર પર જાણી જોઈને જંગલમાં આગ લગાવવાનો અને હજારો જીવ-જંતુઓનાં જીવ જોખમમાં મુકવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે હવે ટિકટોક સ્ટારની તપાસ હાથ ધરી છે.

ટિકટોક પર લાઇક્સ અને વ્યુઝ મેળવવા માટે લોકો કઈ પણ કરવા તૈયાર થઇ જાય છે. ટિકટોકનાં ચક્કરમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ કરવા પાછળ આ જ કારણ છે. પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં આજે પણ ચીની એપ ટિકટોકનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં 10 કરોડથી વધુ ટિકટોક યુઝર્સ છે. પાકિસ્તાનમાં ઘણા ટિકટોક લિબ્રિટીઝ પણ છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા રહે છે.

ટિકટોક સ્ટાર હુમાયરાના 1 કરોડથી વધુ ફોલોઅર્સ છે
આરોપી ટિકટોકર હુમાયરા અસગ઼રનાં 1 કરોડથી વધુ ફોલોઅર્સ છે. પાકિસ્તાની હુમાયરાનાં વીડિયોને ઘણા પસંદ કરી રહ્યા છે. પરંતુ બેકગ્રાઉન્ડમાં આગની સાથે વિડીયો બનાવ્યા બાદ લોકોએ તેના પર નિશાન સાધ્યું છે. હાલ પાકિસ્તાની પોલીસ હુમાયરાને શોધી રહી છે. તો બીજી તરફ હુમાયરા તેના પર લાગેલા આરોપોનો ઇન્કાર કરી રહી છે અને કહી રહી છે કે, જંગલમાં પહેલાં જ આગ લાગેલી હતી તેમને તો ફક્ત વીડિયો જ બનાવ્યો છે.

ટિકટોક વીડિયોથી રાબેકા ખાન લાખોની કમાણી કરે છે
પાકિસ્તાનની અન્ય એક જાણીતી ટિકટોક સ્ટાર રાબેકા ખાન ઘણીવાર ચર્ચામાં રહે છે.ટિકટોક પર તેના 60 લાખથી વધુ અને ઈન્સ્ટા પર 32 લાખ ફોલોઅર્સ છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાબેકા તેના વીડિયો દ્વારા દર મહિને લાખો રૂપિયા કમાય છે. રાબેકા વે મોડલિંગ અને એક્ટિંગમાં પણ હાથ અજમાવી રહી છે.

આ ટિકટોક સ્ટાર્સ પાછળ પાગલ છે પાકિસ્તાનીઓ
આ સિવાય ઘણા ટિકટોક સ્ટાર પાકિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિય છે. 24 વર્ષીય અલીશ્બા મિર્ઝા અને જન્નત મિર્ઝા જોડિયા બહેનો છે. બંનેના ટિકટોક વીડિયો ખૂબ જોવા મળે છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જન્નત એક મોડલિંગ ફોટો શૂટ માટે 1 લાખ રૂપિયા સુધી ચાર્જ લે છે. ટિકટોક પર અકીરા હકના 90 લાખ ફોલોઅર્સ છે. તેના પર વીડિયો બનાવીને તે દર મહિને ત્રણથી ચાર લાખ રૂપિયા કમાય છે. અન્ય ટિકટોક રોમૈસા ખાનના પણ સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે. હાલમાં જ તેનો એક ખાનગી વીડિયો લીક થયો હતો. જેણે સમગ્ર પાકિસ્તાનમાં સનસનાટી મચાવી દીધી હતી. કેટલાક લોકોનો આરોપ છે કે રોમૈસાએ જાણી જોઈને પબ્લિસિટી માટે વીડિયો વાઈરલ કર્યો છે.

મિનાર-એ-પાકિસ્તાન પર 400 લોકોએ ટિકટોકરની કરી હતી છેડતી
ભલે પાકિસ્તાનમાં લોકો ટિકટોક સ્ટાર્સના વીડિયો જોવાનું પસંદ કરે છે, પરંતુ વાસ્તવમાં તેઓ તેમને બિલકુલ માન આપતા નથી. ગયા વર્ષે, ઇસ્લામાબાદમાં મિનાર-એ-પાકિસ્તાનમાં તેના મિત્રો સાથે ટિકટોક બનાવતી એક છોકરીને ટોળાએ ઘેરી લીધી હતી. કેટલાક કલાકો સુધી લોકો તેની છેડતી કરી હતી. તેના કપડા પણ ફાટી ગયા હતા. 400 લોકોનું ટોળું તેને હવામાં ઉછાળી રહ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.

જીણાની મજાર પર ટિકટોક વીડિયો પર થઇ હતી બબાલ
આવી જ એક ઘટનામાં એક મહિલાટિકટોકરને પાકિસ્તાની સંસ્થાપકનાં મોહમ્મદ અલી જીણાની મજાર પર ફિલ્મી ગીતોનો વીડિયો બનાવ્યો હતો. જે બાદ પાકિસ્તાની લોકો ભડક્યા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ જીણા અને પાકિસ્તાનનું અપમાન ગણાવ્યું હતું. તેની ધરપકડ માટે આંદોલન કર્યું હતું.