તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશભરમાં ગરમી પડવાની શરુ થઇ ગઈ છે. તેવામાં ઘર સજાવવા અને ઠંડું રાખવા નેચરલ રીત ટ્રાય કરવા માગો છો તો આ પ્લાન્ટ્સ પરફેક્ટ છે.
1.પોટેડ બામ્બુ: એન્ટ્રી કે લોબી માટે આ સૌથી સારો ઓપ્શન છે. તેને ઓફિસ કે ઘરના કોઈ ખાલી કોર્નર પર પણ મૂકી શકાય છે. મોટી સાઈઝના છોડમાં પોટેડ બામ્બુ સૌથું ઓછું મેન્ટેનન્સ માગે છે. તેને મિડ સાઈઝ પોટમાં રાખવો જોઈએ જેથી તેની હાઈટ વધારે ન વધે. વધારે તડકામાં તે સૂકાઈ જાય છે. ઘણીવાર પાણી પીવડાવાનું હોય છે.
2. સ્નેક પ્લાન્ટ: છોડ-વૃક્ષને હજુ ઓળખવાનું શરુ કર્યું છે અને ઘરમાં કોઈ સ્ટેટમેન્ટ પ્લાન્ટ રાખવા ઈચ્છો છો તો સ્નેક પ્લાન્ટ સારો ઓપ્શન છે. તેને મેન્ટેન કરવું પણ સરળ છે. માત્ર એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તેને વધારે પાણી ના આપવું. બાકી આ છોડ તેનું ધ્યાન જાતે જ રાખી લે છે.
3. લેમન ટ્રી: ઘરમાં એક ઈન્ડોર સિટ્રસ ટ્રી હોવું હોવું દિલચસ્પ બની શકે છે. આ તમારા ઘરનું ડેકોરેશન પણ વધારે છે અને ભોજન બનાવતી વખતે પણ મદદ કરે છે. પરંતુ લેતા પહેલાં તેની દેખભાળ કરવાની થોડી જાણકારી લઇ લો. ધીમે-ધીમે લીંબુ દેખાવા લાગશે અને તમે ગરમીમાં પણ ઘરમાં ઠંડા લીંબુ પાણીની મજા લઈ શકશો.
4. રબર ટ્રી પ્લાન્ટ: ઘરમાં જે કોર્નરમાં સારો તડકો આવે છે, ત્યાં તેને મૂકી શકાય. ઓછા સૂર્યપ્રકાશમાં તેનો વિકાસ થતો નથી. ભીનાશ માટે તમે પાણી સ્પ્રે કરી શકો છો. આમ કરવાથી તે સારી રીતે વધે છે.
5. પાર્લર પામ: ઘરને ડ્રેમેટિક, ટ્રોપિકલ લુક આપવા ઇચ્છતા હોવ, પરંતુ સૂર્યપ્રકાશ ઓછો હોય તો પાર્લર પામ સારો ઓપ્શન છે. આ પ્રકારના છોડમાં વધારે તડકાની જરૂર નથી હોતી. એવરેજ ભીનાશમાં તેનો વિકાસ થાય છે આથી વધારે મેન્ટેન પણ કરવું પડતું નથી.
6. મોન્સ્ટેરા: છેલ્લા ઘણા વર્ષોથી આ ટ્રેડમાં છે અને આગળ પણ રહેશે. તેને રાખવા થોડી હ્યુમિડિટીની જરૂર હોય છે, આથી આ બાથરૂમ માટે પરફેક્ટ હોય છે. ઘણા ઓછા કે વધારે તડકામાં તેનો વિકાસ થાય છે. સમયાંતરે પાણીનો સ્પ્રે કરવો ભૂલવું નહિ. તેનાથી પાંદડા સાફ રહેશે અને ચમક પણ રહેશે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.