તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્સેન્ટનો ચોંકાવનારો રિપોર્ટ:દેશમાં ગરમી નહિ પરંતુ ઠંડી માણસનો વધારે ભોગ લઈ રહી છે, તાપમાનમાં સંતુલન બગડતાં દેશમાં દર વર્ષે 7 લાખથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેન્સેન્ટ જર્નલના રિપોર્ટ પ્રમાણે દર વર્ષે ભારતમાં ઠંડાં વાતાવરણને કારણે 6,55,400 તો ગરમીને લીધે 83,700 લોકો મૃત્યુ પામે છે
  • તાપમાનમાં વધ-ઘટને કારણે થયેલા મૃત્યુમાંથી 50% કરતા વધુ મૃત્યુ દક્ષિણ-પૂર્વ એશિયામાં થયાં

તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં 7.40 લાખ લોકોનાં મૃત્યુનું કારણ ભૂખમરો કે ગરીબી નહિ પરંતુ તાપમાન છે. જી હા વધારે ગરમ કે વધારે ઠંડાં વાતાવરણને કારણે દેશમાં દર વર્ષે 7 લાખ 40 હજાર લોકો પોતાનો જીવ ગુમાવે છે. લેન્સેન્ટ જર્નલના રિપોર્ટ પ્રમાણે દર વર્ષે ભારતમાં ઠંડાં વાતાવરણને કારણે 6,55,400 તો ગરમીને લીધે 83,700 લોકો મૃત્યુ પામે છે. રિપોર્ટ પ્રમાણે આ મૃત્યુંનું એક કારણ ક્લાઈમેટ ચેન્જ પણ છે.

ઠંડીએ શરીર તોડી પાડ્યું
રિસર્ચ કરનારા ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે દુનિયાભરમાં દર વર્ષે 50 લાખથી વધારે મૃત્યુ તાપમાનના વધારા કે ઘટાડાને કારણે થાય છે. વર્ષ 2000થી 2019 સુધી દુનિયાભરમાં ગરમીને કારણે મૃત્યુનાં આંકડા વધી રહ્યા છે. છેલ્લાં 9 વર્ષમાં સરેરાશ તાપમાનમાં 0.26 ડિગ્રીનો વધારો થયો છે.

સામાન્ય રીતે લોકો માને છે કે ગરમીમાં વધારે તાપમાનને કારણે વધુ લોકો જીવ ગુમાવતા હશે પરંતુ વાસ્તવિક આંકડા વિપરિત છે. લેન્સેન્ટના રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમાં ઠંડીને કારણે મૃત્યુનો આંકડો વધારે છે. દર 1 લાખ પર 74 વધારાના મૃત્યુ ઠંડીને કારણે થાય છે.

ગ્લોબલ વૉર્મિંગ મૃત્યુનો આંકડો ઘટાડી શકે છે
અસહ્ય ગરમીને કારણે વધતાં મૃત્યુના આંકડાનું એક કારણ ગ્લોબલ વૉર્મિંગ પણ છે. તો પણ તેની સંખ્યા ઓછી થઈ રહી છે. મોનાશ યુનિવર્સિટીના પ્રોફેસર યુમિંગ ગુઓ કહે છે કે ગ્લોબલ વૉર્મિંગને લીધે ઠીંડીથી થતાં મૃત્યુ ઘટી શકે છે, પંરતુ લાબા ગાળે ગ્લોબલ વૉર્મિંગથી મૃત્યુ વધશે કારણ કે દુનિયાનું તાપમાન વધવાની આશંકા વધારે છે.

50%થી વધારે મૃત્યુ દક્ષિણ-પૂર્વ એશિયામાં
રિપોર્ટ પ્રમાણે, તાપમાનમાં વધ-ઘટને કારણે થયેલા મૃત્યુમાંથી 50% કરતા વધુ મૃત્યુ દક્ષિણ-પૂર્વ એશિયામાં થયાં છે. તીવ્ર ગરમીને કારણે સૌથી વધારે મૃત્યુ યુરોપમાં અને ઠંડીને કારણે સૌથી વધારે મૃત્યુ સબ સહારા આફ્રિકામાં થયાં છે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ આંકડાઓની મદદથી એ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ક્લાઈમેટ ચેન્જને કારણે દુનિયાભરના તાપમાનમાં શું અસર થઈ રહી છે. વર્ષ 2020માં હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં વર્ષ 1901 પછી છેલ્લાં 120 વર્ષમાં 2020 8મું સૌથી ગરમ વર્ષ રહ્યું છે.