• Gujarati News
  • Lifestyle
  • Over 50 Years Of Age And Not Getting Enough Sleep Can Lead To Serious Illness, Death Risk Up To 25%

હેલ્થ માટે ઊંઘ છે જરૂરી:50 વર્ષથી વધુ ઉંમર હોય અને પૂરતી ઊંઘ કરવામાં ન આવે તો ગંભીર બીમારી કરી શકે છે ઘર, મોતનું જોખમ 25% સુધી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમારી ઉંમર 50 વર્ષથી વધારે છે ને દરરોજ રાતે તમે 5 કલાક કે તેથી ઓછી ઊંઘ કરો છો તો તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ઓછી ઊંઘ કરવાથી તમને 2 ગંભીર બીમારીનું જોખમ રહે છે. આ દાવો પ્લૉસ મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક નવા રિસર્ચમાં કરવામાં આવ્યો છે.

25 વર્ષ સુધી ચાલ્યું રિસર્ચ
આ સંશોધનમાં બ્રિટનના 8,000 સરકારી કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. 50 વર્ષની ઉંમર સુધી તેમને કોઈ લાંબી બીમારી નહોતી. વૈજ્ઞાનિકોએ તેમને આગામી 25 વર્ષ સુધી દર 4 થી 5 વર્ષે તેમની ઊંઘ અને સ્વાસ્થ્યની માહિતી આપવા જણાવ્યું હતું.

જે લોકોની ઊંઘ 50 વર્ષની ઉંમરે ટ્રેક કરવામાં આવી હતી, તે લોકો જો 5 કલાક કે તેથી ઓછી ઊંઘ લે છે તો તેમને ક્રોનિક રોગનું જોખમ 30% હતું. આ લોકોની સરખામણી એવા લોકો સાથે કરવામાં આવી હતી જેઓ રાત્રે 7 કલાક સૂતા હતા. 60 વર્ષની ઉંમરમાં આ જોખમ વધીને 32% અને 70 વર્ષની ઉંમરે 40% થઈ ગયું હતું. પૂરતી ઊંઘ ન લેવાથી મૃત્યુનું જોખમ પણ 25% જોવા મળ્યું હતું.

સૂતા સમયે ઇલેક્ટ્રોનિક ડિવાઇસને દૂર રાખો
સૂતા સમયે ઇલેક્ટ્રોનિક ડિવાઇસને દૂર રાખો

ઓછી ઊંઘ લેવાથી આ બીમારીઓનું જોખમ
આ રિસર્ચ મુજબ જે લોકો રાત્રે 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને ડાયાબિટીસ, અનેક પ્રકારના કેન્સર, હૃદયરોગ, હાર્ટ સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર, ફેફસાના રોગ, કિડનીની બિમારી, લિવરની બીમારી, ડિપ્રેશન, ભૂલવાની બીમારી જોખમ રહેલું છે.

અમુક દેશોમાં આ સમસ્યા વધી રહી
UCL ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલોજીના સંશોધક અને સંશોધન સહયોગીના મુખ્ય લેખક ડૉ. સેવેરીન સેબિયા જણાવ છે કે, વધારે આવક ધરાવતા દેશોમાં એક જ સમયે અનેક ગંભીર રોગો થવાનું વલણ વધી રહ્યું છે. અહીંના અડધાથી વધુ વૃદ્ધોને ઓછામાં ઓછા બે ક્રોનિક રોગો છે. આરોગ્ય સેવાઓ, હોસ્પિટલો અને સમગ્ર આરોગ્ય તંત્ર માટે આ એક મોટો પડકાર છે.

કેટલી ઊંઘ જરૂરી?
ડો. સેબિયાના જણાવ્યા અનુસાર, જેમ-જેમ લોકોની ઉંમર વધે છે, તેમ-તેમ સ્લીપ સાઇકલમાં ફેરફાર થાય છે. જો તમને ક્રોનિક અને ગંભીર બીમારીઓથી બચવું છે તો દરરોજ 7થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. ઓછી અથવા વધારે ઊંઘ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સારી રીતે ઊંઘવા માટે રૂમમાં અંધારું, શાંતિ અને બરાબર તાપમાન હોવું જોઈએ. સૂતા પહેલાં ભારે ખોરાક ન ખાઓ અને બધા જ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દૂર રાખવા જોઈએ.