• Gujarati News
  • Lifestyle
  • Our Hearts Swell With Pride When We Learn About These 22 Women Power Stories On Woman Day 2022

વુમન ડે સ્પેશિયલ:તે 22 મહિલા શક્તિની કહાની, જેમના વિશે જાણીને આપણી છાતી ગર્વથી ફૂલી જાય છે

5 મહિનો પહેલા

21મી સદી ભારતની નારીશક્તિની છે. આપણી દીકરીઓ ઇતિહાસ રચી રહી છે. વિજ્ઞાન, ટેકનોલોજી, સ્પોર્ટ્સ, લૉ, સોશિયલ વર્ક, વગેરે તેઓ દરેક ક્ષેત્રમાં ધ્વજ લહેરાવી રહી છે. નેશનલ વુમન ડેના દિવસે આવી 22 દીકરીને જાણો, જેમની કહાની અને જેમના વિશે જાણીને આપણી છાતી ગર્વથી ફૂલી જાય છે...

ઓગસ્ટ 2021માં જસ્ટિસ બીવી નાગરત્ના સુપ્રીમકોર્ટનાં જજ બન્યાં. તેઓ વર્ષ 2008માં કર્ણાટક હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે આવ્યાં હતાં. ઉંમરની દૃષ્ટિએ તેઓ 2027માં દેશનાં પહેલાં મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે. જસ્ટિસ નાગરત્ના 2012માં કેન્દ્રને બ્રોડકાસ્ટ મીડિયાને રેગ્યુલેટ કરવાના નિર્દેશ આપનારી બેંચમાં સામેલ હતાં.

મેજર આઇના રાણા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે BROના સડક નિર્માણ કંપનીની પહેલાં મહિલા અધિકારી છે. હાલ તેઓ ભારત-ચીન સીમા પર સડક નિર્માણમાં જોડાયેલાં છે. રાણા બદ્રીનાથ રોડ પર તહેનાત છે, જે ઈન્ડો-ચાઈના બોર્ડર સાથે જોડાયેલી છે. અહીંની રહેણીકરણી ખૂબ જ ચેલેન્જિંગ છે. 272 રસ્તા તેમની દેખરેખ હેઠળ આવે છે.

લગભગ 19 વર્ષની ઉંમરમાં મૈત્રી ભારતની સૌથી નાની ઉંમરની કોમર્શિયલ પાયલોટ છે. તેમના પિતા કાંતિલાલ પટેલ ખેડૂત છે અને માતા સ્વાસ્થ્ય વિભાગમાં કામ કરે છે. કાંતિલાલે દીકરીને અમેરિકા પાયલોટ ટ્રેનિંગ અપાવવા માટે પોતાની જમીન વેચી દીધી હતી. ટ્રેનિંગનો 18 મહિનાનો કોર્સ મૈત્રીએ 11 મહિનામાં જ પૂરો કરી લીધો.

એની સિન્હા રોય મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનમાં પ્રોજેક્ટ સિનિયર રેસિડેન્ટ એન્જિનિયર છે. તેઓ દેશની એકમાત્ર મહિલા ટનલ એન્જિનિયર છે. મિકેનિકલ એન્જિનિયર એનીએ 2009માં ચેન્નઈ મેટ્રો અને 2015માં બેંગ્લુરુ મેટ્રો રેલ કોર્પોરેશન સાથે કામ કર્યું. તેમણે ગોદાવરી નામના સુરંગ-મશીનને એકલાં જ ચલાવ્યું અને મીઠી નદીની નીચે મુંબઈ મેટ્રો માટે બનાવવામાં આવી રહેલી 190 મીટર લાંબી ટનલ તૈયાર કરી છે. તેમણે 2018માં એન્જિનિયર ઓફ ધ યરનું સન્માન પણ મળ્યું છે.

પંજાબમાં થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્રની સુરક્ષામાં થોડી ખામી મામલે સુપ્રીમકોર્ટની રિટાયર જજ ઇન્દુ મલ્હોત્રા તપાસ કરી રહ્યાં છે. ઇન્દુ મલ્હોત્રા માર્ચ 2021માં જ રિટાયર થયાં છે. તેઓ દેશનાં પહેલાં મહિલા વકીલ હતાં, જે વકીલથી ડાયરેક્ટ સુપ્રીલકોર્ટના જજ બન્યા હતાં. જસ્ટિસ ઇન્દુ અનેક મહત્ત્વના મુદ્દે નિર્ણય સંભળાવી ચૂક્યાં છે. એમાં કેરળનો સબરીમાલા સૌથી ચર્ચિત રહ્યો. આ કેસમાં તેમણે ચાર પુરુષ જજથી અલગ ટિપ્પણી જાહેર કરી હતી.

અલ્જેબ્રિક જિયોમેટ્રી અને કન્યુટેટર અલ્જેબ્રામાં શાનદાર કામ માટે નીના ગુપ્તાને ડેવલપિંગ કન્ટ્રીઝની યુથ મેથેમેટિશિયન 2021 રામાનુજન અવોર્ડ મળ્યો છે. કોલકાતામાં ઇન્ડિયન સ્ટેટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર આ અવોર્ડ મેળવનારી ત્રીજી મહિલા અને ચોથી ભારતીય છે. તેમના દ્વારા ઉકેલવામાં આવેલા સવાલને વર્ષમાં કોઈપણ સ્થાને કરવામાં આવેલા અલ્જેબ્રિક જિયોમેટ્રીમાં સૌથી શ્રેષ્ઠ કામ માનવામાં આવે છે. આ મુશ્કેલ સવાલ 1949માં ઓસ્કર જારિસ્કીએ પ્રેઝન્ટ કર્યો હતો.

સૌથી વંચિત વિભાગોના અધિકારો માટે સંઘર્ષ કરનાર વકીલ અને એક્ટિવિસ્ટ મંજુલા ગુજરાત દલિત પરિવારમાંથી છે. ભારતમાં દલિત અધિકારોના સૌથી મોટા સંગઠન નવસર્જન ટ્રસ્ટનાં તેઓ એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર રહ્યાં છે. 1992માં તેઓ આ સંગઠન સાથે જોડાનારાં પહેલાં મહિલા હતાં. તેમણે નેશનલ કાઉન્સિલ ઓફ વુમન લીડર્સની સ્થાપના કરી. તેઓ ચાર વર્ષની ઉંમરમાં યૌન હિંસાનો શિકાર બન્યા હતા, પાડોશમાં ચાર મર્દોએ તેમને પોતાનો શિકાર બનાવ્યા હતા.

કૃતિ વાઇલ્ડ ઈનોવેટર અવોર્ડ 2021 જીતનાર પહેલી ભારતીય અને એશિયાઈ મહિલા છે. આ અવોર્ડ વાઇલ્ડ એલિમેન્ટ ફાઉન્ડેશન તરફથી આપવામાં આવે છે. 41 વર્ષની કૃતિ 2001થી માનવ-વન્ય જીવો વચ્ચે વધતા એન્કાઉન્ટર પર કામ કરી રહી છે અને તેમની કોશિશ આ એન્કાઉન્ટરને ઘટાડવાની છે. તેઓ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફ સ્ટડીઝમાં ચીફ કન્ઝર્વેશન સાયન્ટિસ્ટ છે. વર્ષ 2020માં કૃતિએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે.

મેઘા રાજગોપાલનના રિપોર્ટ્સે ચીનના ડિટેન્શન કેમ્પોમાં લોકોને આપવામાં આવી રહેલી યાતનાઓની હકીકતને દુનિયા સામે ઉજાગર કરી હતી. તેમણે સેટેલાઈટ તસવીરોનું એનાલિસિસ કરીને જણાવ્યું હતું કે ચીને કઈ રીતે લાખો ઉઇગુર મુસ્લિમોને કેદ કરીને રાખ્યા છે. તેમના માટે તેમણે 2021નો પુલિત્ઝર અવોર્ડ મળ્યો. ચીન, થાઈલેન્ડ અને અફઘાનિસ્તાન જેવા 23થી વધારે દેશમાં રિપોર્ટિંગ કર્યું છે. વર્તમાનમાં તેઓ બજફીડમાં ટેક રિપોર્ટર છે. ફેસબુક અને શ્રીલંકામાં હિંસાની વચ્ચે સંબંધોને ઉજાગર કરવા માટે 2019માં મિરર અવોર્ડ પણ તેમને મળી ગયો છે.

મુગ્ધાનો દીકરો માધવ ઓટિસ્ટિક છે. ભારતમાં લોકોમાં આ બીમારીને લઈને મિસ કન્સેપ્શન છે, એટલે તેમણે પોતાના દીકરાની પર જ એક કૉમિક્સ તૈયાર કરી, જેના દ્વારા તેઓ લોકોને આ બીમારીથી પીડિત બાળકો પ્રત્યે જાગ્રત કરી રહ્યાં છે. ઓટિઝમ એક ડેવલપમેન્ટ ડિસેબિલિટી છે, જેમાં બાળકોને લોકો સાથે હળવા-મળવા અને પોતાની વાત કહેવામાં મુશ્કેલીઓ આવે છે. મુગ્ધા ઓટિસ્ટિક બાળકોને મોટા કરવાના અનુભવ પર બ્લોગ, યુટ્યૂબ ચેનલ ચલાવે છે. મુગ્ધાને BBCએ દુનિયાની 100 મહિલાની લિસ્ટમાં સામેલ કરી છે.

પ્રભાબેનને હાલમાં જ 92 વર્ષની ઉંમરમાં પદ્મશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે જરૂરિયાતમંદો માટે સ્કૂલ, કેન્ટીન ચલાવવામાં જીવન સમર્પિત કરી દીધું. 1984માં ભોપાલ ગેસ દુર્ઘટનાથી લઈને હાલમાં જ કેરળમાં આવેલા પૂર જેવી આપત્તિ સુધી તેમણે અનેક અવસરે જરૂરિયાતમંદ લોકો માટે ક્લોથ બેંક શરૂ કરી. જ્યારે મહાત્મા ગાંધીએ 1942માં ભારત છોડો આંદોલન શરૂ કર્યું હતું ત્યારે પ્રભાબેન 12 વર્ષનાં હતાં અને આ અભિયાન સાથે જોડાયેલાં હતાં. તેઓ બારડોલીના સ્વરાજ આશ્રમ સાથે પણ જોડાયેલાં રહ્યાં. સ્વદેશી આંદોલન દરમિયાન તેમણે અનેક મહિના સુધી શણ(જ્યુટ)થી બનેલા પલંગનો જ ઉપયોગ કર્યો.

કેરળની આયશા ફિફાના માસ્ટર પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવેલા એકમાત્ર ભારતીય મહિલા છે. તેમણે ભારતમાં ખેલ વ્યવસ્થા ક્ષેત્રમાં મહિલાઓ માટે નવો રસ્તો બનાવ્યો છે. ફિફા માસ્ટર માટે 30 દેશોમાંથી 30 યુવતી પસંદ કરવામાં આવી છે. એના માટે દુનિયાભરથી 700 અરજી આવી હતી. ફિફા માસ્ટર્સ પ્રોગ્રામમાં સામેલ થવા માટે આયશાએ ક્રાઉડ ફંડિગ દ્વારા ધન એકઠું કર્યું. તેણે ભારતમાં ફિફા અંડર-17 વિશ્વ કપના ઉદઘાટનમાં વર્કફોર્સ મેનેજર રહી છે. 32 વર્ષની આયશા એક મિકેનિકલ એન્જિનિયર છે.

54 વર્ષની રેવતીના નેતૃત્વવાળી ફ્લેક્સ- 24 બિલિયન ડોલરની ઇલેક્ટ્રોનિક્સ નિર્માણ કંપની છે. કંપની કોરોના વિરુદ્ધ લડાઈમાં સૌથી આગળ રહી. જ્યારે વેન્ટિલેટરની ખોટ હતી, ત્યારે કંપનીએ આઠ મહિનામાં જ 50,000 વેન્ટિલેટર બનાવ્યાં, આ રીતે તે દુનિયાની સૌથી મોટી નોન-કેપ્ટિવ નિર્માતા કંપની બની. કંપનીએ તરત દર્દીને મોનિટર, ઓક્સિજનેટર સહિત ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ બનાવવાનું શરૂ કરી દીધું. કંપનીએ 30 દેશમાં 160,000 કર્મચારી છે. ફોર્ચ્યુન મેગેઝિને તેમને સૌથી પાવરફુલ CEOની લિસ્ટમાં રાખ્યાં છે.

કોવિડ દરમિયાન આમની કંપનીએ દેશના ચાર લાખથી વધારે કોવિડ રોગીઓની દેખભાળ કરી છે. એમાં 3 લાખને હોમ આઇસોલેશનમાં સારવારની સગવડ કરી આપી. 2.5 લાખથી વધારે મેડિકલ કન્સલ્ટેશન અને 12 લાખથી વધારેને ફોલો-અપ કોલ આઇસોલેટ કર્યા. બીજી લહેરમાં જ્યારે હોસ્પિટલોમાં બેડ અને ICU ની ખોટ પડી હતી, ત્યારે કંપનીએ તેની સામે લડવા માટે હોટલમાં આઇસોલેશન સેન્ટર્સ બનાવ્યા અને તેમણે ટ્રીટમેન્ટ આપી. તેમની કંપની હાલ દેશના 29 મોટા શહેરોમાં કામ કરી રહી છે.

લીના નાયર દુનિયાના દિગ્ગજ ફેશન બ્રાન્ડ શનૈલના ગ્લેમરસ ઓફિસમાં ગ્લોબલ CEO છે. હવે તેઓ કંપનીના દુનિયાભરમાં કામ કરનાર 28 હજાર કર્મચારીઓને લીડ કરે છે. તેમણે 30 વર્ષ પહેલાં હિન્દુસ્તાન યુનિલીવરમાં ટ્રેની તરીકે કરિયર શરૂ કર્યું હતું. યુનિલીવરમાં ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસરના પદ સુધી પહોંચ્યા. તેઓ યુનિલીવરની પહેલી મહિલા, પહેલી એશિયાઇ અને સૌથી ઓછી ઉંમરનાં CHRO હતાં. ફોર્ચ્યુન ઇન્ડિયાએ મોસ્ટ પાવરફુલ વુમન લિસ્ટમાં સામેલ કર્યાં છે.

પ્રાજક્તાને ભારતની પહેલી યુએનડીપી યુવા જળવાયુ ચેમ્પિયન બનાવવામાં આવી છે. વિવિધ વૈશ્વિક સામાજિક અભિયાનો દ્વારા માનસિક સ્વાસ્થ્ય, બાલિકા શિક્ષા અને મહિલાઓના અધિકારો માટે યોગદાનમાં તેમને આ ઉપાધિ આપવામાં આવી છે. તેઓ ડિજિટલ કન્ટેન્ટ પ્રોડ્યુસર અને યુટ્યૂબર છે અને પોતાના યુટ્યૂબ ચેનલ મોસ્ટલીસેનથી ઓળખવામાં આવે છે. તેમની ચેનલમાં 65 લાખથી વધારે સબ્સ્ક્રાઇબ છે. તેઓ યુટ્યૂબની ક્રિએટર્સ ફોર ચેન્જ પહેલની ગ્લોબલ એમ્બેસેડર પણ છે.

કેરળમાં જન્મેલી નિધિ સુનીલ તે યુવક-યુવતીઓ માટે પ્રેરણા છે, જેઓ ડાર્ક સ્કિનને કારણે આત્મવિશ્વાસની ખોટ અનુભવે છે. તેણે 2021માં વોગ ઇન્ડિયાના મોડલ ઓફ ધ યર અવોર્ડ જીત્યો છે. તે ભારતની પહેલી એવી ડાર્ડ સ્કિન મોડલ છે, જેને લોરિયલ પેરિસ ગ્લોબલ એમ્બેસેડર બનાવી. નિધિએ વકીલાતનો અભ્યાસ કર્યો છે અને વકીલ તરીકે કામ કરેલું છે. નિધિએ થોડી ફિલ્મોમાં કામ પણ કર્યું છે.

પ્રિયંકાની કલાકૃતિ આંતરરાષ્ટ્રીય મૂન ગેલરી પરિયોજના માટે પસંદ કરવામાં આવી છે. એટલે તેની કલાકૃતિ ચંદ્ર પર મોકલવામાં આવશે. પ્રિયંકા મોડ્યૂલર અને ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા એસ્ટ્રોવેન ડેવલપ કરવામાં જુટી 'ધ એક્સપ્લોરેશન' કંપનીની કો ફાઉન્ડર પણ છે. ફોર્બ્સે તેને 30 અંડર 30ની લિસ્ટમાં રાખી છે. તે ફ્રાન્સના હોમવાર્ડ બાઉન્ડ પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવેલી છે.

ભારતીય હોકી ખેલાડી વંદના કટારિયાએ 31 જુલાઈ 2021ના રોજ ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો. તેણે આફ્રિકા સામે મેચમાં હેટ્રિક લગાવી છે. તે ઓલિમ્પિકનાં 125 વર્ષના ઇતિહાસમાં હેટ્રિક કરનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી છે.

સ્મૃતિ મંધાનાને ICCએ 2021ની બેસ્ટ વુમન ક્રિકેટર પસંદ કરી છે. 2013માં 150 બોલમાં 224 રન બનાવીને સ્મૃતિ વન-ડેમાં ગોલ્ડ મેડલ મેળવનાર પહેલી મહિલા ખેલાડી બની ગઈ હતી. તેને ભારતીય ટીમની ભાવિ કપ્તાન માનવામાં આવે છે.

ગનીમત શૂટિંગ વિશ્વ કપમાં મેડલ જીતનારી ભારતની પહેલી મહિલા છે. 20 વર્ષની સેખોએ આઈએસએસએસ વિશ્વ કપમાં સ્કિટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યું. 2018માં જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પહેલી ભારતીય સ્કીટ નિશાનેબાજ બની હતી.

શેફાલી વર્મા (જન્મ 28 જાન્યુઆરી 2004) ટી 20ની સૌથી નાની ઉંમરની ક્રિકેટર છે. તેણે સચિન તેંડુલકરના 30 વર્ષ જૂના 16 વર્ષની ઉંમરમાં પહેલી આંતરરાષ્ટ્રીય હાફ સેન્ચુરી લગાવવાનો રેકોર્ડ પણ તોડ્યો છે. ટી20 વર્લ્ડ રેકિંગમાં નંબર વન છે.

અન્ય સમાચારો પણ છે...