• Gujarati News
  • Lifestyle
  • One Side Their Is A Home Maker And The Other Side Its A Working Women. Both These Females Have Their Own Challenges, But Who Bears More Stress?

કોના ભાગે કેટલી ખુશી?:એકના માથે ઘરની જવાબદારી તો બીજીના માથે ઘર-ઓફિસની જવાબદારી, વાંચો કઈ મહિલાને સ્ટ્રેસ વધારે હોય છે?

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્કિંગ વીમેન પર ઘર અને ઓફિસ એમ ડબલ જવાબદારી હોય છે

વર્કિંગ વીમેન, ઘર સંભાળનારી મહિલા કરતાં વધારે સ્ટ્રેસ અનુભવે છે.આ દાવો દેશના અલગ-અલગ ભાગમાં થયેલા ઘણા રિસર્ચનો છે. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ડબલ જવાબદારી ઊઠાવતી વર્કિંગ વીમેન, હોમમેકરની સરખામણીએ વધારે માનસિક સ્ટ્રેસમાં હોય છે.

આજના દરેક એજ ગ્રુપના લોકોના મોઢે એક શબ્દ સાંભળવા મળશે અને તે છે સ્ટ્રેસ. બાળકો પર અભ્યાસનો, મોટા પર જવાબદારી નિભાવવાનો સતત સ્ટ્રેસ રહે છે. આ દરમિયાન પ્રશ્ન એ થાય છે, કઈ મહિલાઓને વધારે સ્ટ્રેસ હોય છે? હોમમેકર કે પછી વર્કિંગ વીમેન? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે ભાસ્કરે બત્રા હોસ્પિટલના સીનિયર સાઈકિયાટ્રિસ્ટ ડૉ. ધર્મેન્દ્ર સિંહ સાથે વાત કરી.

રિસર્ચ શું કહે છે?
NMIMS જર્નલ ઓફ ઇકોનોમિક એન્ડ પબ્લિક પોલિસીના જણાવ્યા પ્રમાણે, મહિલાઓ હંમેશાં કેર ટેકર હોય છે. ઘરની જવાબદારીની સાથોસાથ તે સારી જિંદગી બનાવવા માટે નોકરી કરવાની શરૂ કરે છે. ત્યારે તેમના પર ઘર અને ઓફિસ એમ બંને જવબદારી આવી જાય છે. ડબલ જવાબદારીને લીધે હોમમેકર મહિલાઓ કરતાં વર્કિંગ વીમેન માથે સ્ટ્રેસ વધારે હોય છે.

વર્કિંગ અને હોમમેકર બંનેને પોતાના દુઃખ અને સ્ટ્રેસ
ડૉ. ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું કે, નોકરી શરૂ કરી હોવા છતાં મહિલાઓ પર ઘર મેનેજ કરવા માટે દબાણ મૂકવામાં આવે છે. ભોજન તેમણે જ બનાવવાનું છે, ઘર તેમણે જ સંભાળવાનું છે. ઓફિસનું વર્ક પ્રેશર હેન્ડલ કરવું અને સતત સારા પર્ફોમન્સની ચિંતા તેમનો સ્વભાવ ચીડિયો કરી દે છે. તેને લીધે તેમને સ્ટ્રેસ રહે છે.

હોમમેકરની વાત કરીએ તો, એક વાતનો અફસોસ છે કે તેમને ઘરે ઘણા મહેણાં-ટોણા સાંભળવા પડે છે. આખો દિવસ ઘરે શું કરે છે? બહાર જઈશ તો ખબર પડશે કે રૂપિયા કમાવવા કેટલું અઘરું છે? પતિ અને પરિવારનો વ્યવહાર વર્કિંગ વીમેન માટે ઘણો અલગ હોય છે. હોમમેકરને પતિ અને પરિવાર પર નિર્ભર હોવાનો અનુભવ થયા કરે છે.

એક્સપર્ટ શું કહે છે?
હોમમેકર મહિલાઓ આખું ઘર સંભાળે છે. મહેમાનથી લઈને દરેક તહેવારની જવાબદારી સારી રીતે નિભાવ્યા હોવા છતાં હોમમેકર પર પ્રશ્નો કરવામાં આવે છે કે, તું કરે છે જ શું? જોવા જઈએ તો તે આખો દિવસ રોકાયા વગર ઘરના કામમાં રચેલી-પચેલી રહે છે. તેના કામની કોઈ કિંમત ના કરવાથી હાઉસવાઈફનો સ્ટ્રેસ વધી જાય છે.

આ વિશે સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ધર્મેન્દ્ર સિંહે કહ્યું, મહિલાઓમાં ડિપ્રેશનના કેસ વધી રહ્યા છે. કોઈને કોઈ પ્રોફેશન સાથે જોડાયેલી મહિલા મારા પાસે તેમની તકલીફ લઈને આવે છે. વર્કિંગ વીમેન પર એક તરફ કરિયરમાં સારું પર્ફોમન્સનું પ્રેશર અને બીજી તરફ પરિવારને સાથે ચાલવાનું ચેલેન્જ હોય છે. આ બંને જવાબદારીથી સ્ટ્રેસ પણ વધી જાય છે.

પરિવારે આટલી વાતોની અવગણના ના કરવી જોઈએ:

  • મહિલા ઘર સંભાળતી હોય કે બહાર જતી હોય, બંનેએ ઉપાડેલી જવાબદારીની વેલ્યુ કરવી.
  • બીજી મહિલાઓ સાથે સરખામણી કરીને તેમનું અપમાન ના કરવું.
  • તમે ઇચ્છતા હો કે મહિલા નોકરી પણ કરે અને ઘર પણ સંભાળે તો કામમાં તેમની મદદ કરો.
  • સ્ટ્રેસ ઓછો કરવા માટે મન ખોલીને વાત કરો.
  • જો તેનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હોય તો તેની જગ્યા પર પોતાને રાખો અને પછી તેમની તકલીફ સમજો.
અન્ય સમાચારો પણ છે...