1940ના સમયમાં અમેરિકામાં મારિયા કૈલસ નામની જાણીતી ઓપેરા સિંગર હતી. મારિયાના અવાજ અને સુંદરતા પાછળ અનેક લોકો પાગલ હતા, પરંતુ 1965માં મારિયાએ ગીત ગાવાનું છોડી દીધું હતું. એ સમયે તેની ઉંમર 42 વર્ષની હતી. 1977માં 53 વર્ષની વયે મારિયાનું નિધન થયું હતું. મારિયા હંમેશાં તેના ડાયટને લઈને વિવાદમાં રહેતી હતી. તેણે જ્યારે કરિયરની શરૂઆત કરી હતી એ સમયે તેનું વજન 91 કિલો હતું. જ્યારે 1953માં મારિયાનું વજન 36 કિલો થઇ ગયું હતું. મારિયા વિશે કહેવામાં આવે છે કે તે ટેપવોર્મ ડાયટ લેતી હતી. આ ડાયટ સ્વિસ ડોકટરના કહેવાથી લીધું હતું.
તો બીજી વાત એ પણ છે કે મારિયા ટેપવોર્મની સાથે-સાથે એગનું શેંપેન પણ લેતી હતી. આ બાદ ઘણા લોકો મારિયાને વજન ઘટાડવા માટેનું રહસ્ય પણ પૂછતા હતા, પરંતુ સિંગરે આ વિશે ક્યારેય વાત કરી નહોતી. તો વજન ઘટી જવાની અસર મારિયાના અવાજ પર પણ પડી હતી. અશક્તિને કારણે તેનો અવાજ બિલકુલ બંધ થઇ ગયો હોય, લોકો મોતનું કારણ ટેપવોર્મને જ ગણાવે છે.
ગત વર્ષે Parasitologia જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર, સમગ્ર વિશ્વના લોકોએ ગૂગલ ટ્રેન્ડ્સમાં ઇન્ટરનેટ પર ટેપવોર્મ ડાયટ પિલ્સ વિશે સર્ચ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મેક્સિકોમાં કેટલીક વેબસાઇટ્સ પર 1.25 લાખ રૂપિયામાં 1 ટેપવોર્મની ગોળી વેચવામાં આવી રહી છે. આ પછી ટેપવોર્મ ડાયટ પર ફરી ચર્ચા શરૂ થઈ છે.
આવો... જાણીએ આખરે આ ટેપવોર્મ ડાયટ શું છે?
ટેપવોર્મ ડાયટ, એટલે કે પેટમાં કીડાનો ઉછેર કરવો
ટેપવોર્મ ડાયટ વિશે વાત કરવામાં આવે તો ગોળ તરીકે ખાવામાં આવે છે. આ એક પરોપજીવી છે. પેટમાં થોડા સમય પછી ઈંડામાંથી કીડા નીકળે છે, તેથી વ્યક્તિ જે જમે છે એ તમારા પેટમાં રહેતાં કીડાઓનો ખોરાક બની જાય છે. એને કારણે વ્યક્તિનું વજન ઝડપથી ઘટવા લાગે છે. જ્યારે વ્યક્તિને જેટલું વજન ઘટાડવું હોય એટલું વજન ઘટી જાય છે, ત્યાર બાદ તેને પરોપજીવીવિરોધી ગોળીઓ આપવામાં આવે છે, જેથી પેટના કૃમિ બહાર આવી શકે.
આવો... જાણીએ આખરે આ ટેપવોર્મ શું છે?
આ કીડાઓને રોકવા મુશ્કેલ છે
બહુ ઓછા લોકોને ખબર હશે કે ટેપવોર્મ એ સફેદ રંગના કૃમિ છે, જે આંતરડામાં જ રહે છે. આ કૃમિ શરીરનાં પોષકતત્ત્વોને ખાઈને વધતાં રહે છે. એ શરીરને અંદરથી ખોખલું કરી દે છે. આ સાથે જ આ કૃમિ આંતરડામાંથી બહાર નીકળીને બાકીનાં અંગો સાથે ચોંટી જવા લાગે છે, જેને કારણે અનેક બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.
જો કૃમિ આંતરડામાંથી બહાર આવે છે, તો એમને કંટ્રોલ કરવા અને પેટમાંથી બહાર કાઢવા ખૂબ મુશ્કેલ છે. એને કારણે ઝાડા, તાવ, નબળાઈ અને પેટમાં દુખાવો થઈ શકે છે. ટેપવોર્મ્સ એલર્જી, બેક્ટેરિયલ ચેપ અને ન્યુરોલોજિકલ રોગોનું કારણ પણ બની શકે છે.
ટેપવોર્મ ડાયટથી આ નુકસાન થાય છે
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. અનિલ અરોરાએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટેપવોર્મ અથવા એની ગોળીઓ વેચવી અને ખાવી આજે પણ ગેરકાયદે માનવામાં આવે છે. આ જંતુઓ કોઈપણ રીતે આપણા માટે ફાયદાકારક નથી. તબીબી અધિકારીઓએ ભારત સહિત તમામ દેશોમાં આ ગોળીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ટેપવોર્મ્સ લિવર, એપેન્ડિક્સ, સ્વાદુપિંડ અને મગજને નુકસાન પહોંચાડે છે.
આ કૃમિથી બચવા માટે પહેલાંના સમયમાં બાળકોને જન્મઘુટ્ટી આપવામાં આવતી હતી. એ એક કડવી દવા હતી, જે આ જંતુઓથી થતા ઝાડા જેવા રોગોને અટકાવતી હતી. પેટમાંથી ટેપવોર્મ બહાર કાઢવા માટે ગોળીઓ પણ બજારમાં આવવા લાગી છે. આ ગોળીઓ કૃમિનાશક પણ કહેવામાં આવે છે, જે ડૉક્ટરની સલાહ લીધા પછી જ લેવી જોઈએ.
ટેપવોર્મથી થતું ઇન્ફેક્શન બીજાને પણ સંક્રમિત કરી શકે છે
જો કોઈ વ્યક્તિને ટેપવોર્મથી કોઈ ઇન્ફેક્શન થાય છે તો બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ છે. ભલે તે નોન-વેજ ન ખાતો હોય. જો માત્ર એક જ વાસણ, ગ્લાસ, પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે, તો તે વ્યક્તિના હાથમાંથી આ ચેપ અન્ય વ્યક્તિને અસર કરી શકે છે. એટલા માટે હાથની સફાઈ જરૂરી છે.
આ દવાથી ભૂખ ઓછી લાગે છે
આજે બજારમાં ઘણી વજન ઘટાડવાની દવાઓ છે, આ દવાઓ એનર્જી લેવલને કંટ્રોલમાં રાખવાની સાથે-સાથે શરીરની ચરબીને પણ બર્ન કરે છે. જેના કારણે આ દવા ખાધા બાદ ભૂખ ઓછી લાગે છે અથવા તો બિલકુલ લાગતી જ નથી.
મોટાભાગની ગોળીઓમાં ફાઇબર હોય છે. તેથી ભૂખ ત્યારે જ લાગે છે જ્યારે શરીરને ઉર્જાની જરૂર હોય છે. આ ગોળીઓ ફેટ ઓક્સિડન્ટ્સ વધારીને શરીરની ઊર્જામાં વધારો કરે છે. એટલે કે, આ ગોળીઓ ભૂખને મારી નાખે છે, જે એક પ્રકારની અકુદરતી પ્રક્રિયા છે.
કેટલાક લોકો ઈમોશનલ ઈટિંગનો શિકાર હોય છે. આ ગોળીઓમાં વિટામિન બી અને કેફીન હોય છે જે લાગણીઓને કંટ્રોલ કરે છે અને વ્યક્તિ વધુ પડતું ખાવાનું ટાળે છે.
કેટલીક ગોળીઓ એવી પણ માર્કેટમાં મળે છે, જેમાં હાઈ ફાઈબર એટલે કે ગ્લુકોમેનન હોય છે. જે જમ્યા પહેલાં લેવામાં આવે છે જેથી વ્યક્તિ જરૂર કરતા વધારે ન જમી ન શકે. ડોક્ટરની સલાહ વગર કોઇ પણ વજન ઘટાડવાની ગોળી ન લેવી જોઈએ. જો આવી ગોળીઓ લાંબા સમય સુધી ખાવામાં આવે તો ઊંઘ અને સ્વાસ્થ્ય બંને ઉપર ખરાબ અસર પડે છે. જેના કારણે કબજિયાત, પેટમાં દુખાવો, ઉલ્ટી, ગેસની સમસ્યા થઈ શકે છે. તો હાર્ટ, લિવર અને કિડનીને પણ નુકસાન થઇ શકે છે.
20 દિવસમાં વજન ઓછું કરવું હેલ્થ માટે નુકસાનકારક
દિલ્હીની મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયટિશિયન પૂજા પંવારે વજન ઘટાડવાને લઇને જણાવ્યું હતું કે, ટેપવોર્મ ડાયટથી વ્યક્તિનું વજન 20 દિવસમાં ઓછું થઈ શકે છે તેમ છતાં તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નુકસાનકારક છે. ટેપવોર્મ્સ કાર્બોહાઈડ્રેટનું વહન કરે છે. જેમાંથી ગ્લુકોઝ નીકળે છે, જે શરીરને શક્તિ આપે છે.
જ્યારે જંતુઓ ખાવાનું શરૂ કરે છે, ત્યારે શરીરમાં નબળાઇ આવે છે. આ ડાયટને કારણે વ્યક્તિને પેટ સંબંધિત રોગો રહે છે. જો આવું લાંબા સમય સુધી કરવામાં આવે તો મનુષ્યનો જીવ પણ જઈ શકે છે.
જો કોઈના પેટમાં કૃમિ હોય તો તેને શરીરમાંથી દૂર કરવા માટે ડાયટિશિયન્સ હાઈ ફાઈબર ડાયટ લેવાની સલાહ આપે છે. શાકભાજી અને ફળો ખાવાથી આ જંતુઓ સરળતાથી દૂર થઇ શકે છે.
આવો... જાણીએ શું છે BMI
કોઈપણ સલાહ વગર ડાયટ શરૂ ન કરો
એક્સપર્ટ પણ સલાહ આપે છે કે, વજન હંમેશાં કુદરતી રીતે જ ઘટાડવું જોઈએ. 1 મહિનામાં 3-4 કિલો વજન ઘટાડવું સામાન્ય વાત છે. દરેક મનુષ્યનું શરીર જુદું જુદું હોય છે. ડાયટ કરતાં પહેલાં તે વ્યક્તિના મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે અને તેની મેડિકલ હિસ્ટ્રી પૂછવામાં આવે છે. તે પછી ડાયેટ અંગે કહેવામાં આવે છે.
તો સ્થૂળતા દુનિયા માટે ચિંતાજનક વિષય છે
આજની લાઇફસ્ટાઇલ અનુસાર, સ્થૂળતા ચિંતાનો વિષય છે. આ સ્થિતિમાં હાલમાં જ કેલિફોર્નિયામાં ઓબેસિટી વીક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સંશોધનનાં પરિણામો શેર કરવામાં આવ્યાં હતાં, જેમાં એક દવાને લગભગ 16 મહિના સુધી સાપ્તાહિક ઇન્જેક્શન તરીકે આપવામાં આવી હતી. લોકોની લાઈફસ્ટાઈલ પણ બદલાઈ ગઈ હતી, જેના કારણે ભાગ લેનારાઓનું વજન 20 ટકા જેટલું ઘટી ગયું હતું.
એટલું જ નહીં એક એવી દવા પર રિસર્ચ ચાલી રહ્યું છે જે ખાવાના અડધા કલાક પહેલાં લેવામાં આવશે. પેટ ભરેલું લાગશે તો વ્યક્તિ વધુપડતું ખાવાનું ટાળશે, જેનાથી વજન કંટ્રોલમાં રહેશે.
સ્થૂળતા દૂર કરવા માટે કેટલીક સર્જરી પણ કરવામાં આવે છે, ગ્રાફિક્સમાંથી શીખો:
ઘણા લોકો એનોરેક્સિયાનો પણ ભોગ બને
દિલ્હીના ફોર્ટિસ એસ્કોર્ટ્સમાં બેરિયાટ્રિક અને જીઆઈ સર્જરીના ડિરેક્ટર ડો.સંજય વર્માએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ સ્થૂળતાથી પરેશાન હોય તે જરૂરી નથી. કેટલાક લોકો એવા પણ હોય છે જે પાતળા હોય છે પરંતુ મગજમાં એવું જ ફરતું હોય છે કે તેઓ જાડા છે.
એનોરેક્સિયા કહેવામાં આવે છે જે ખાવાનો વિકાર છે. આમાં, લોકોનું વજન પહેલેથી જ ખૂબ ઓછું હોય છે પરંતુ તેઓ વજન વધવાથી ડરતા હોય છે અથવા તેઓ મેદસ્વી હોવાનું વિચારે છે. વજન ઓછું કરવા માટે તે ખાવા પર પ્રતિબંધ મૂકે છે. તેઓ હંમેશાં કેલરીની ગણતરી કરે છે અને કેલરીને નિયંત્રિત કરવા માટે જમ્યા પછી કેટલીકવાર બળપૂર્વક ઉલટી કરે છે. મર્યાદા કરતાં વધુ કસરત કરો.
જે લોકોને એનોરેક્સિયા કહેવામાં આવે છે, તેઓ ચીડચીડા હોય છે. ઊંઘ નથી આવતી, કોઈ કામમાં મન નથી લાગતું અને સંબંધોમાં કડવાશ પણ આવે છે. આ બીમારી 14થી 40 વર્ષની વયના લોકોમાં વધુ જોવા મળે છે.
આ લોકો લોહીની કમી, નબળાં હાડકાં, નબળા સ્નાયુઓ, અપચો અને પેટનું ફૂલવું જેવી પેટની સમસ્યાઓ સામે ઝઝૂમે છે. સ્ત્રીઓને અનિયમિત માસિક આવે છે અને પુરુષોને ટેસ્ટોસ્ટેરોન ઘટવાની સમસ્યા હોય છે. એનોરેક્સિયાવાળા લોકો અચાનક મૃત્યુ પામી શકે છે.
એટલું જ નહીં, એક એવી દવા પર રિસર્ચ ચાલી રહ્યું છે, જે ખાવાના અડધા કલાક પહેલાં લેવામાં આવશે. પેટ ભરેલું લાગશે તો વ્યક્તિ વધુપડતું ખાવાનું ટાળશે, જેનાથી વજન કંટ્રોલમાં રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.