વિશ્વનું સૌથી મોંઘું સોલ્ટ:દુનિયાનું સૌથી મોંઘું મીઠું, 8 લાખ રૂપિયામાં મળે છે એક પેકેટ

8 મહિનો પહેલા
વિશ્વનું સૌથી મોંઘું મીઠું આઈસલેન્ડિક સોલ્ટ છે. આ મીઠાના 90 ગ્રામની કિંમત 803 રૂપિયા છે.
  • વિશ્વનું સૌથી મોંઘું મીઠું આઈસલેન્ડિક સોલ્ટ છે
  • 90 ગ્રામની કિંમત 803 રૂપિયા અને કિલો મીઠું ખરીદવું હોય તો લગભગ 8 લાખ 30 હજાર ચૂકવવા પડશે

મીઠા વગર ભોજન અધૂરું છે. ખાવાનો સ્વાદ વધારવા માટે મીઠું જરૂરી છે. પરંતુ શું તમને ખબર છે કે મીઠું કેટલું કિંમતી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ દુનિયામાં મીઠાનો એક પ્રકાર એવો પણ છે કે જેને ખરીદવા માટે તમારે લોન પણ લેવી પડી શકે છે. તે દુનિયાનું સૌથી મોંઘું મીઠું છે.

90 ગ્રામની કિંમત 803 રૂપિયા છે
વિશ્વનું સૌથી મોંઘું મીઠું આઈસલેન્ડિક સોલ્ટ છે. તે ઘણું મોંઘું હોય છે તેમ છતાં દરેક શેફની પહેલી પસંદ આ મીઠું છે. આ મીઠાના 90 ગ્રામ માટે તમારે લગભગ 11 ડોલર (803 રૂપિયા) ચૂકવવા પડશે. જો તમારે એક કિલો આઈસલેન્ડિક સોલ્ટ ખરીદવું હોય તો લગભગ 8 લાખ 30 હજાર ચૂકવવા પડશે.

આ રીતે તૈયાર થાય છે આ મીઠું
આ મીઠું કોઈપણ લક્ઝરી કરતાં ઓછું નથી અને તેની શોધ થોડા વર્ષો પહેલા જ થઈ છે. આઈસલેન્ડિક સોલ્ટને આઈસલેન્ડના ઉત્તર પશ્ચિમ ભાગમાં હાથેથી તૈયાર કરવામાં આવે છે. આ મીઠું આઈસલેન્ડના વેસ્ટફયોર્ડ્સ સ્થિત સોલ્ટવર્કની ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે. આ વિસ્તાર પહાડી છે અને ભારે બરફવર્ષાને કારણે વર્ષના ઘણા દિવસો સુધી તે બંધ રહે છે. એક રોડ ટનલ બન્યા બાદ વર્ષ 1996માં અહીં પરિસ્થિતિ સુધરવાની શરૂઆત થઈ હતી. આ જગ્યા પર દર વર્ષે 10 મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. ઘણા અઠવાડિયાની મહેનત બાદ આ મીઠું તૈયાર થાય છે અને બધા કામ હાથેથી કરવામાં આવે છે.

આ રીતે બને છે સૌથી મોંઘું મીઠું
મીઠાની પ્રોસેસિંગ તેને ખાસ બનાવે છે. આ મીઠાને જિયોથર્મલ એનર્જીમાંથી મળતા પાવરથી તૈયાર કરવામાં આવે છે. જિયોથર્મલ પાવર એટલે ભૂસ્તર ઉર્જા અને તે ગ્રીક મેટલ જિયોથી આવે છે. રેકિન દ્વીપકલ્પ પર હાજર જિયોથર્મલ એનર્જીનો ઉપયોગ કરીને આ મીઠાને તૈયાર કરવામાં આવે છે. વિશ્વનું સૌથી શુદ્ઘ સમુદ્રનું પાણી રેકિન દ્વીપકલ્પ પર અસ્તિત્વ ધરાવે છે.

સમુદ્રના પાણીને મીઠું બનાવવાની જગ્યાએ લાવવામાં આવે છે. ત્યારબાદ તેને મોટી બિલ્ડિંગ્સમાં પાઈપ દ્વારા મોકલવામાં આવે છે. જ્યાં ઘણા પૂલ બનેલા હોય છે અને દરેક પૂલમાં રેડિએટર્સ હોય છે. આ રેડિએટર્સની મદદથી પાણી વહે છે અને સી-વોટરને ગરમ કરે છે. જેમ જેમ પાણી વરાળ બનીને ઉડે છે, તેમ તેમ મીઠું ઝડપથી એક જગ્યાએ એકઠું થવા લાગે છે. ટાંકીઓથી લઈને પેન અને ડ્રોઈંગ રૂમ સુધી, બધું ગરમ પાણીથી સજ્જ હોય છે. આઈસલેન્ડિક સોલ્ટ આછા લીલા કલરનું હોય છે.