• Gujarati News
  • Lifestyle
  • One Of The Places In The World Where Everyone Has To Remove Or Amputate An Organ From Their Body To Live, Find Out The Reason Behind It

એન્ટાર્કટિકા:વિશ્વની એક એવી જગ્યા જ્યાં રહેવા માટે દરેક વ્યક્તિએ પોતાના શરીરમાંથી એક અંગ હટાવવું કે કાપવું પડે છે, જાણો તેની પાછળનું કારણ

એક વર્ષ પહેલા
બરફની પહાડીઓથી ઘેરાયેલા એન્ટાર્કટિકાના ગામ વિલાસ લાસ એસ્ટ્રેલાસ.
  • બરફની પહાડીઓથી ઘેરાયેલા એન્ટાર્કટિકાના ગામ વિલાસ લાસ એસ્ટ્રેલાસમાં રહેતા લોકોને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડે છે
  • વૈજ્ઞાનિકથી લઈને આર્મીને પણ આ નિયમ લાગુ

વિશ્વમાં એક એવી જગ્યા પણ છે કે જ્યાં દરેક વ્યક્તિએ રહેવા માટે પહેલા તેના શરીરના કોઈ ભાગને કાઢી નાખવો પડે છે અથવા કાપી નાખવો પડે છે. જો કોઈ વ્યક્તિ આવું કરવાની ના પાડે છે તો તેને ત્યાં રહેવાની મંજૂરી આપવામાં નથી આવતી, પછી ભલે તે કોઈપણ હોદ્દા પર હોય. આ નિયમ વિસ્તારમાં કોઈ કાયદાકીય શરત જેવો છે જેને પૂર્ણ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવે છે.

અમે વાત કરી રહ્યા છીએ બરફની પહાડીઓથી ઘેરાયેલા એન્ટાર્કટિકાના ગામ વિલાસ લાસ એસ્ટ્રેલાસની. આ ગામમાં લાંબા સમય સુધી રહેતા લોકો માટે શરત હોય છે કે તેમને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડશે.

વૈજ્ઞાનિકથી લઈને આર્મીને પણ આ નિયમ લાગુ
આ ગામમાં નિયમો એટલા કડક છે કે વૈજ્ઞાનિકથી લઈને આર્મી સાથે જોડાયેલા ઓફિસરો અને તેમના પરિવારના લોકોએ આ નિયમનું પાલન કરવું પડે છે. ત્યારે તેને ગામમાં પ્રવેશ મળે છે.

કેમ બનાવવામાં આવ્યો આ નિયમ
આ નિયમ બનાવવા પાછળ એક મોટી મજબૂરી છે કે નજીકમાં કોઈ હોસ્પિટલ નથી. અહીંની સૌથી નજીકની હોસ્પિટલ કિંગ જ્યોર્જ આઈસલેન્ડ છે જે ગામથી લગભગ 1000 કિલોમીટર દૂર છે. આ હોસ્પિટલ સુધી પહોંચવા માટે બરફથી ઢંકાયેલા પહાડ અને જોખમી રસ્તા પરથી પસાર થવું પડે છે. અહીં માત્ર ગણ્યાગાંઠ્યા ડૉક્ટર જ છે, જેમાં કોઈપણ સર્જન નથી. આવી સ્થિતિમાં જો કોઈને એપેન્ડિક્સનો દુખાવો થાય છે તો તેના જીવનું જોખમ રહે છે. તેથી આ નિયમ બનાવવામાં આવ્યો છે.

અહીંની સૌથી નજીકની હોસ્પિટલ કિંગ જ્યોર્જ આઈસલેન્ડ છે જે ગામથી લગભગ 1000 કિલોમીટર દૂર છે
અહીંની સૌથી નજીકની હોસ્પિટલ કિંગ જ્યોર્જ આઈસલેન્ડ છે જે ગામથી લગભગ 1000 કિલોમીટર દૂર છે

એપેન્ડિક્સનું ઓપરેશન જ કેમ જરૂરી?
આ સવાલનો જવાબ જાણવા માટે સૌથી પહેલા તમારે એપેન્ડિક્સ વિશે જાણવું પડશે. એપેન્ડિક્સ એક આંતરડાનો ટૂકડો હોય છે, જેને ડોક્ટરની ભાષામાં એપિન્ડિસઇટિસ કહેવામાં આવે છે. તેનો એક ભાગ ખુલ્લો અને બીજો બંધ હોય છે. આ એક અસ્થિર અંગ છે, એટલે કે શરીરને તેની કોઈ જરૂર નથી હોતી. ઘણીવાર ખોરાકનો એક કણ તેમાં ફસાઈને સડવા લાગે છે, જેનાથી તે સંક્રમિત થઈ જાય છે. તેનો દુખાવો અસહ્ય હોય છે. જો સંક્રમણ વધારે દિવસ સુધી રહે તો એપેન્ડિક્સ ફાટી પણ શકે છે અને જીવલેણ પણ થઈ શકે છે. આ જ કારણ છે કે અહીં એપેન્ડિક્સને બિનજરૂરી અંગ માનીને તેને કાઢવા પર ભાર આપવામાં આવે છે.

મહિલાઓને ગર્ભવતી થવા પર જોખમ
આ ગામમાં ચિલીની સેના, વૈજ્ઞાનિક અને ડૉક્ટર રોટેશન પર આવતા રહે છે. તેમને ઘણાં વર્ષો સુધી આર્મી બેસમાં રહેવાનું હોય છે, જેના કારણે પરિવાર તેમની સાથે આવે છે. આવી સ્થિતિમાં, સાવચેતી રાખવામાં આવે છે કે આવનાર લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય અને કોઈપણ પ્રકારની ઈમર્જન્સી જેવી પરિસ્થિતિ ન સર્જાઈ. તેના કારણે તેમની પણ એપેન્ડિક્સ કાઢી દેવામાં આવે છે. એટલું જ નહીં પરિવારની સાથે રહેતા વૈજ્ઞાનિકો અને મિલિટ્રી બેસના લોકોને સલાહ આપવામાં આવે છે કે પરિવારની મહિલાઓ ગર્ભવતી ન થવી જોઈએ, કેમ કે આવી સ્થિતિમાં મેડિકલ સુવિધાનો અભાવ જોખમી સાબિત થઈ શકે છે. જો કે તેના પર કોઈ લેખિત આદેશ નથી.

શું શું સુવિધાઓ છે
અહીં નાનાં નાનાં ગામની જેમ જે તમામ સુવિધાઓ છે જેમ કે કરિયાણાની દુકાન, ફળ-શાકભાજી, બેંક, સ્કૂલ, પોસ્ટ ઓફિસ અને પ્રાથમિક હોસ્પિટલ. જો કે, અહીંની સ્કૂલ બાળકોને માત્ર પ્રાથમિક શિક્ષણ પ્રદાન કરવા માટે સક્ષમ છે. હોસ્પિટલની સ્થિતિ પણ વધારે ખરાબ છે અને અહીં માત્ર નાની મોટી બીમારીઓ અથવા ઈજાની સારવાર થાય છે. તેનું કારણ એ પણ છે કે અહીં ખરાબ પરિસ્થિતિના કારણે કોઈપણ ડૉક્ટર કાયમી અથવા લાંબા સમય માટે અહીં રહેવા માટે તૈયાર નથી હોતા.

ચિલીના લોકો માટે બનાવવામાં આવેલ પોસ્ટ ઓફિસ
ચિલીના લોકો માટે બનાવવામાં આવેલ પોસ્ટ ઓફિસ

કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી
ગીચ વસ્તીથી ખૂબ દૂર, લગભગ વર્ષ સુધી બરફથી ઢંકાયેલા વિસ્તારમાં આસપાસ જવા માટે ટ્રક અથવા રાફ્ટિંગ બોટનો ઉપયોગ કરવો પડે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી કોઈ સુવિધા અહીં નથી. અહીંનું તાપમાન માઈનસ 2.3 સેલ્સિયસ છે, જે એન્ટાર્કટિકાની દૃષ્ટિએ ગરમ માનવામાં આવે છે. તેમ છતાં આખું વર્ષ આટલી ઠંડી જગ્યામાં રહેવું એક પડકાર છે. આ જ કારણ છે કે પોતાના ઘરને સુંદર બનાવવા માટે અહીં રહેતા લોકો ઘણા પ્રયાસ કરે છે.