• Gujarati News
  • Lifestyle
  • One 'Ganga' Which Is Pure In The Eyes Of The Priests, Washes Away Sins, The Other 'Ganga' Impure Which Cannot Perform Aarti

ગંગા આરતીમાં મહિલાઓની બાદબાકી કેમ?:એક ‘ગંગા’ જે પૂજારીઓની નજરમાં શુદ્ધ અને પાપ ધોવે છે, બીજી ‘ગંગા’ પીરિયડ્સને કારણે અશુદ્ધ, તે આરતી ના કરી શકે

મીના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓને અપવિત્ર માનવાની માન્યતા માત્ર આપણા હિન્દુ ધર્મમાં નહીં પણ એનું ધર્મમાં પણ છે
  • ભારતનું બંધારણ મહિલાઓને બધા અધિકાર આપે છે, તો આરતીનો અધિકાર કેમ નહીં?

ધર્મ, કર્મ અને મોક્ષની નગરી વારાણસીમાં દશાશ્વમેઘ ઘાટની ગંગા આરતી વિશ્વપ્રસિદ્ધ છે. ગંગા કિનારે થતી આરતી દુનિયાભરના પર્યટકોને આકર્ષે છે. વર્ષ 1991થી થઇ રહેલી ગંગા આરતી 84 ઘાટમાંથી 23 ઘાટ પર થાય છે. આ આરતીમાં શ્રદ્ધાળુઓમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે હોય છે, પરંતુ આમાં એક પ્રશ્ન એ થાય છે કે આ ભવ્ય આરતી કરવામાં પુરુષોને કેમ મહત્ત્વ આપવામાં આવે છે? મહિલાઓ કેમ ગંગા આરતી ના કરી શકે? આ વિષય પર કાશીના પંડિતોના અભિપ્રાય અલગ-અલગ છે.

રિદ્ધિ-સિદ્ધિના રૂપે કન્યાઓની હાજરી
દશાશ્વમેઘ ઘાટ પર ભવ્ય આરતીનું આયોજન શરૂ કરનારા અને ગંગોત્રી સેવા સમિતિના સંસ્થાપક બાબુ મહારાજે કહ્યું, વારાણસીમાં ગંગા આરતીની શરૂઆત મેં કરી. આની પ્રેરણા મને હરિદ્વારમાંથી મળી. આજે આ આરતી દુનિયાભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે કે વિશ્વભરના ધાર્મિક સ્થળમાં અહીંની આરતીને યાદ કરવામાં આવે છે. આ ઘાટ પર બે પ્રકારની આરતી થાય છે. દિવાળી અને ગંગા દશેરા પર કન્યાઓ રિદ્ધિ-સિદ્ધિના સ્વરૂપે હોય છે. આ કન્યાઓ પ્રભુનો પંખો હલાવે છે. બીજી આરતી રોજ થાય છે. તેમાં કન્યાઓ સામેલ થતી નથી. શાસ્ત્રો પ્રમાણે, આરતી પુરુષ જ કરે છે. કપૂર, ગુગળ અને જાર આરતી બ્રાહ્મણ પુરુષો કરે છે.

ગંગોત્રી સેવા સમિતિના સંસ્થાપક બાબુ મહારાજ
ગંગોત્રી સેવા સમિતિના સંસ્થાપક બાબુ મહારાજ

પીરિયડ્સને લીધે મહિલાઓ પ્રમુખ આરતી કરી શકતી નથી
ગંગોત્રી સેવા સમિતિના સચિવ પંડિત દિનેશ શંકર દુબેએ કહ્યું કે, છોકરીઓ બધું કરી શકે છે પણ ઘાટ પર પ્રમુખ આરતી કરી શકતી નથી. તેઓ ઘરમાં આરતી કરી શકે છે. મહિલાઓ મંદિરની પૂજારી ના બની શકે. આની પાછળનું કારણ મહિલાઓને આવતા પીરિયડ્સ છે. માસિક સ્ત્રાવને લીધે તેઓ આરતી માટે શુદ્ધ માનવામાં આવતી નથી. આ પરંપરાનું અમે પાલન કરતા આવ્યા છીએ. પ્રમુખ આરતીમાં મહિલાઓ કેમ નથી હોતી? તેનું સાક્ષ્ય અમે પુરાણો અને બાકીના ગ્રંથમાં શોધીશું. જો કે, ગંગોત્રી સેવા સમિતિ ટૂંક સમયમાં પ્રમુખ આરતીમાં કન્યાઓને સામેલ કરવાની છે,

બાબુ મહારાજે કહ્યું, વારાણસી ધર્મનું શહેર છે. અહીંની વાતો દૂર સુધી જાય છે. પૂજા સાથે જોડાયેલા કોઈ પણ કામમાં ખલેલ પહોંચાડવા માગતા નથી. આ જ કારણે આરતીમાં પંડિતોને સામેલ કરીએ છીએ અને પરંપરાનું પાલન કરીએ છીએ.

આરતી બાબતે મહંતનું શું કહેવું છે?
કાશી વિશ્વનાથ મંદિરના મહંત ડૉ. કુલપતિ તિવારીએ કહ્યું, બ્રાહ્મણ છોકરાઓને ગંગા આરતીના નિયમોનું જ્ઞાન આપવામાં આવે છે, પરંતુ મહિલાઓ આ આરતીમાં સામેલ થઇ શકતી નથી. આની પાછળના બે કારણ છે, પ્રથમ મહિલાને તક આપવામાં આવતી નથી અને બીજું કે તેઓ પોતે સામેલ થવા ઇચ્છતી નથી.

કાશી વિશ્વનાથ મંદિરના મહંત ડૉ. કુલપતિ તિવારી
કાશી વિશ્વનાથ મંદિરના મહંત ડૉ. કુલપતિ તિવારી

પુરુષ સમાજ મહિલાઓને આરતીમાં સામેલ કરતો નથી
ગંગા આરતીમાં મહિલાઓની ભાગીદરીની વકીલાત કરતા મહંત કુલપતિએ જણાવ્યું, ભારત પુરુષપ્રધાન દેશ છે. બ્રાહ્મણ પણ દરેક પ્રથા માનતા આવ્યા છે અને આ જ કારણે મહિલાઓને પ્રમુખ આરતી ઉતારવા દેતા નથી. પુરુષો માટે સ્પેશિયલ પરિષદ બનાવી છે જ્યાં તેમને ગંગા આરતીનું ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. લોકો કહે છે કે, મહિલાઓ માસિક સ્ત્રાવ દરમિયાન અશુદ્ધ હોય છે અથવા તો ગર્ભવતી હોય ત્યારે અમુક મહિના સુધી સરળતાથી હરી-ફરી શકતી નથી આથી તેમને ધાર્મિક કામથી દૂર રાખવામાં આવે છે. લોકો એવું કેમ નથી વિચારતા કે પુરુષો બીમાર નથી પડતા? તેમને જ કેમ આરતીની તક આપવામાં આવે છે? પુરુષ મહિલાથી ડરે છે કારણકે તેઓ વધારે હોંશિયાર હોય છે. ઘાટ પર દબંગ વ્યક્તિ જ જાય છે. જો મહિલાઓ ઘાટ પર જશે તો તેઓ ન્યાય અને ધાર્મિક કામ કરશે. તેને લીધે પુરુષોના આર્થિક અધિકારોમાં અડચણ આવી જશે આથી જ પુરુષ સમાજ મહિલાઓને આરતીમાં સામેલ કરતો નથી.

અફસોસ એ વાતનો છે કે, વારાણસીમાં પંડિત સમાજની મહિલાઓ શિક્ષિત અને સંસ્કૃતની જ્ઞાન ધરાવતી હોવા છતાં તેમને આરતીથી દૂર રાખવામાં આવે છે. ધર્મના નામે પુરુષો મહિલાઓને દબાવવાનો પ્રયત્ન કરે છે. ભારતનું બંધારણ મહિલાઓને બધા અધિકાર આપે છે, તો આરતીનો અધિકાર કેમ નહીં?

મહંતનું માનવું છે કે, અમુક દેવી મંદિર જેમ કે શૈલ પુત્રી દેવી, કાત્યાની દેવી મંદિરોમાં મહિલા પૂજારી હોય છે. સરકારે પણ આ મામલે પહેલ કરવી જોઈએ અને વારાણસી સુધી સંદેશ પહોંચાડવો જોઈએ કે, મહિલાઓ પ્રમુખ આરતીમાં સામેલ થઈ શકે છે.

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયનાં પ્રોફેસર મધુ કુશવાહા
બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયનાં પ્રોફેસર મધુ કુશવાહા

માસિક ધર્મ અને અવૈજ્ઞાનિક કારણ
બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર મધુ કુશવાહાએ કહ્યું કે, વાત માત્ર ગંગા આરતીની નથી પણ ધાર્મિક સંરચનામાં મુખ્ય કામમાં ક્યાંય મહિલાઓની હાજરી નથી. પૂજારી પદ ના આપવાનું કારણ આપે છે કે, તેમને પીરિયડ્સ આવે છે અને આ કારણે તેઓ અશુદ્ધ હોય છે. માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓને અપવિત્ર માનવાની માન્યતા માત્ર આપણા હિન્દુ ધર્મમાં નહીં પણ એનું ધર્મ જેમ કે ઇસ્લામ અને યહુદી ધર્મમાં આ સમસ્યા છે.

પદ્મ શ્રી ડૉ.અલકા કૃપલાની પારસ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ છે. તેમણે કહ્યું, પીરિયડ્સના બ્લડને અશુદ્ધ કહીને મહિલાઓને દબાવવામાં આવે છે, આ બ્લડ અશુદ્ધ હોતું નથી. તેનાથી કોઈ રક્ત સંક્રમણ થતું નથી. દરેક ફિલ્ડમાં આજે મહિલાઓ આગળ પડતું સ્થાન ધરાવે છે તો તેમને આરતીથી પણ દૂર ના રાખવી જોઈએ. ગંગા આરતીમાં જો મહિલાઓ ભાગ લેશે તો ગંગાની અલૌકિક છટામાં ચાર ચાંદ લાગી જશે.