• Gujarati News
  • Lifestyle
  • On The Streets Of Chicago, Two Anwars Played A Sweet Prank On The Groom, Bringing The Bride To Walk The Ramp In A Traditional Saree.

વાઈરલ વેડિંગ વીડિયો:શિકાગોની શેરીમાં બે અણવરે વરરાજા સાથે કરી મીઠી ટીખળ, ટ્રેડિશનલ સાડી પહેરીને રેમ્પ વોક કરતાં કન્યાને લાવ્યા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

લગ્નનાં વીડિયોઝમાં કન્યા અથવા વરરાજાના મિત્રો કે તેમનાં પરિવારનાં સભ્યો મીઠી ટીખળ કરતાં જોવા મળે છે અને તે જોવાનું ઘણીવાર મનોરંજક હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઓનલાઇન શેર કરવામાં આવ્યો હતો અને તેણે ધૂમ મચાવી છે. આ વીડિયો ક્લિપમાં બતાવવામાં આવ્યું છે કે, આ બે અણવર વરરાજા સાથે મીઠી ટીખળ કરવા માટે શિકાગોની શેરીમાં સાડી પહેરીને ચાલે છે.

આ વીડિયો શિકાગો વેડિંગ વીડિયોગ્રાફર્સના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેઓએ એક કેપ્શન લખ્યું અને આ વીડિયો શેર કર્યો, ‘વરરાજાનાં 2 અણવર સાડીમાં મિશિગન એવનાં રસ્તાઓ પર ચાલી રહ્યા છે.’

આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, ‘અમુક લોકો આ બંનેને તૈયાર થવામાં મદદ કરે છે. બંને મેચિંગ બ્લાઉઝ સાથે સુંદર સાડીઓ પહેરે છે. ત્યારબાદ આ ક્લિપમાં તેમને હાથમાં હાથ નાખીને ચાલતાં કેદ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ તેઓ કેમેરા તરફ પીઠ રાખીને ઉભેલા વરરાજા પાસે પહોંચે છે. આ સમયે દુલ્હન છુપાઈ જાય છે અને વરરાજા સાડીમાં તેનાં મિત્રોને જોઈને ચોંકી જાય છે. તેને આ વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.’

આ વીડિયો ગયા મહિને પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો શેર થયા બાદ આ ક્લિપને ત્રણ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને લગભગ 28,000 જેટલી લાઇક્સ પણ મળી ચૂકી છે. લોકોએ વીડિયો પર રિએક્શન આપતાં અલગ-અલગ કોમેન્ટ્સ પણ પોસ્ટ કરી હતી. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે પોસ્ટ કર્યું, ‘ઓહ! કેટલા સુંદર લાગે છે’ બીજા એક યૂઝરે કોમેન્ટ કરી, ‘કેટલાં ક્યૂટ લાગે છે ! આ તેનાં ખરા મિત્રો છે.’