તાજેતરમાં સ્ટર્લિંગશાયરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્નના દિવસે જ દુલ્હને એક બાળકને જન્મ આપ્યો જેના પછી ઘણો વિવાદ થયો હતો. આ ઘટના પછી લગ્ન કેન્સલ કરવા પડ્યા અને બંને કપલને ઘણું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો. આ ઘટના પછી તમામ ગેસ્ટને પરત ફરવું પડ્યું હતું.
લગ્નના દિવસે શરૂ થયું લેબર પેન
જાણકારી અનુસાર, દુલ્હન પહેલાથી જ પ્રેગ્નન્ટ હતી અને ડિલિવરી ડેટ 1 મહિના પછીની હતી, પરંતુ લગ્નના દિવસે જ લેબર પેન શરૂ થઈ ગયું, જેના કારણે લગ્ન કેન્સલ કરવા પડ્યા. મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે એક બાળકને જન્મ આપ્યો. સ્ટર્લિંગશાયરમાં રેબેકા મેકમિલન અને નિક ચીથમના લગ્ન થવાના હતા. રેબેકાએ જણાવ્યું કે, તેની ઈચ્છા હતી કે લગ્ન યાદગાર રહે. આ લગ્નમાં 200 મહેમાન સામેલ થવાના હતા, પરંતુ અચાનક બધું બદલાઈ ગયું.
5 વર્ષ ડેટિંગ પછી લગ્નનો નિર્ણય કર્યો
બંનેએ એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા હતા. રેબેકાને જ્યારે ખબર પડી કે તે માતા બનવાની છે તો તેણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. રેબેકાએ આગળ જણાવ્યું કે, અમે લોકો લગ્નની ડેટને લંબાવવા માગતા હતા, પરંતુ કોરોના મહામારી પછી અમને મહેસૂસ થયું કે જીવન ખૂબ જ ટૂંકું અને અણધાર્યું છે.
લગ્ન કેન્સલ થવાથી 12 લાખનું નુકસાન ઉઠાવવું પડ્યું
લગ્નના દિવસે જ બાળકનો જન્મ થવાથી કપલને ભારે નુકસાન થયું છે. ધ મિરરના રિપોર્ટ પ્રમાણે, લગ્ન કેન્સલ થવાના કારણે તેમણે 12 લાખ રૂપિયાનું નુકસાન પણ ઉઠાવવું પડ્યું. ન્યૂલી બોર્ન બેબીનું નામ રોરી ઈયાન વિલિયમ ચીથમ રાખવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.