ઈન્ટરનેટની દુનિયામાં ક્યારેક ક્યારેક એવા વીડિયો જોવા મળે છે કે જેને જોઈને આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. સોશિયલ મીડિયા પર થોડા દિવસથી એક વૃદ્ધ ચાચાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. કેમ કે ચાચાએ એટલું જોરદાર કામ કર્યું છે કે જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. હકીકતમાં એક વૃદ્ધ ચાચાનો જિમમાં એક્સર્સાઈઝ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને સારો એવો રિસ્પોન્સ પણ મળી રહ્યો છો.
જિમમાં પરસેવો પાડી રહ્યા છે વૃદ્ધ ચાચા
વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક જિમ છે જ્યાં બધા લોકો પોત-પોતાની એક્સર્સાઈઝ કરતા હોય છે. તેમાંથી એક વૃદ્ધ ચાચા પણ છે. વૃદ્ધ ચાચા એકલા જ જિમમાં પરસેવો પાડતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ ચાચાએ આ ઉંમરમાં હેવી એક્સર્સાઈઝ કરતા તેમની પાછળ બેઠેલો યુવક પણ સ્તબ્ધ થઈ જાય છે. તે પોતાની એક્સર્સાઈઝ ભૂલીને ચાચાને જ જોયા કરે છે. નેટિજન્સ પણ ચાચાની ઉંમર અને જિમની એક્સર્સાઈઝ જોઈ આશ્ચર્યચકિત છે. તેઓ પણ ચાચાની આ હિંમતને સલામ કરી રહ્યા છે. વૃદ્ધ ચાચા અત્યારે પણ પોતાને ફિટ રાખવા માટે જિમમાં પરસેવો પાડી રહ્યા છે. આ વીડિયો ક્યાંનો છે તે નથી ખબર પણ જ્યાંનો પણ હોય તે વૃદ્ધ લોકો માટે પ્રેરણાસ્રોતથી કમ નથી. આવી મહેનત દરેક વ્યક્તિએ કરવી જોઈએ.
સોશિયલ મીડિયા પર વૃદ્ધની મહેનતના વખાણ થઈ રહ્યા છે. લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધી લગભગ 40 લાખથી વધારે વખત આ વીડિયો જોવામાં આવ્યો છે. તે ઉપરાંત યુઝર્સ લાઈક્સ અને વિવિધ પ્રકારની કમેન્ટ પણ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.