• Gujarati News
  • Lifestyle
  • Old Age Will Remain Away From The Face, By Doing Gandush Therapy, The Brides Will Remain Black

યંગ દેખાવા ઓઇલ પુલિંગનો ક્રેઝ:આ આયુર્વેદિક લાઈફસ્ટાઈલથી પીળા દાંત સફેદ થશે, ચહેરા પર કરચલી નહીં દેખાય અને વાળ કાળા રહેશે

નિશા સિંહાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજ ઓઇલ પુલિંગથી યુવતીઓની ત્વચા મુલાયમ અને સુંદર રહેશે
  • જો રોજ તમને સમય ના મળે તો વીકેન્ડમાં કે અઠવાડિયાંમાં બે વાર કરો

ઓઇલ પુલિંગ થેરપીનો ક્રેઝ જર્મનીમાં ખૂબ વધી રહ્યો છે. જે મહિલાઓને હંમેશાં યંગ દેખાવું હોય તેઓ આ થેરપી ટ્રાય કરી શકે છે. આ થેરપીમાં માત્ર તલના તેલના કોગળા કરવાના હોય . આ આયુર્વેદિક રીત સુંદરતાની સાથોસાથ સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે.

મોઢામાં 15 મિનિટથી વધારે સમય માટે તેલ ના રાખો
તલના તેલના કોગળા ખાલી પેટે કરવા જોઈએ. આ કર્યા પહેલાં મોઢું સાફ કરી લો. એક કે બે ચમચી(10 મિલી) તેલ મોઢામાં ભરી લો. તેને મોઢામાં સારી રીતે ફેરવો. હવે તેલને હલાવ્યા વગર 10થી 15 મિનિટ સુધી મોઢામાં રહેવા દો. આ દરમિયાન મોઢાની લાળ પણ તેલમાં મિક્સ થઈ જશે.

શક્ય હોય તો તલના તેલને આશરે 15 મિનિટ સુધી મોઢામાં રાખો. એ પછી બહાર કાઢી લો. ફેંકતા સમયે જો રંગ હળવો થઈ જાય તો સમજવું કે થેરપીની અસર થઈ. તલની જગ્યાએ નારિયેળના તેલનો ઉપયોગ પણ કરી શકો છો.

જોખમી બેક્ટેરિયા મોઢામાંથી બહાર નીકળી જશે
તલના તેલના કોગળા કરવાથી મોઢાની અંદરથી હાનિકારક બેક્ટેરિયા બહાર નીકળી જાય છે. જો 15 મિનિટથી વધારે સમય સુધી તેલ રહે તો તેની અંદર હાજર ટોક્સિન્સથી બીજી તકલીફો વધી શકે છે. તલના તેલના કોગળા કર્યા પછી નવશેકા પાણીથી કોગળા કરી લો. આંગળીથી પેઢાંની માલિશ પણ કરો.

એક કોગળાના અનેક ફાયદા
મોઢાના હાનિકારક બેક્ટેરિયાની અસર ફેફસા અને દિલ પર પડે છે. આ થેરપીથી ઘણી બધી બીમારીઓ દૂર રહે છે અને પેટમાં કોઈ પણ સંક્રમણની શક્યતા રહેતી નથી. આ પાચન ક્રિયા સ્વસ્થ રાખે છે. આંખોની રોશની માટે પણ બેસ્ટ છે.

જો મહિલાઓ આ પ્રેક્ટિસ રોજ કરશે તો વાળ ખરતા અને સફેદ થતા ઓછા થઈ જશે. રોજ ઓઇલ પુલિંગથી યુવતીઓની ત્વચા મુલાયમ અને સુંદર રહેશે. ચહેરા પર કરચલી નહીં આવે અને લાંબા સમય સુધી યંગ દેખાશો.

વીકેન્ડમાં ચોક્કસ ટ્રાય કરો
જો રોજ તમને સમય ના મળે તો વીકેન્ડમાં કે અઠવાડિયાંમાં બે વાર કરો. 10થી 15 દિવસ સુધી આ કરવાથી હેલ્થ પર સારી અસર દેખાશે. કિડની અને હાર્ટ ડિસીઝમાં પણ રાહત મળશે. જે લોકોને ઘણા સમયથી માથામાં દુખાવો કે સાઈનસ હોય તેમને પણ રાહત મળશે.