તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્ટોપસ અટેક:ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે સ્વીમિંગની મોજ માણી રહેલા વ્યક્તિ પર ઓક્ટોપસને ગુસ્સો આવ્યો, તેના હુમલાથી શરીર પર લાલ ચકામા પડી ગયા

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિયોલોજીસ્ટ લેન્સ કાર્લ્સન બીચ પર સ્વીમિંગ કરી રહ્યો હતો. ગુસ્સે ભરાયેલા ઓક્ટેપસે હુમલો કરતાં તેના શરીર પર ડંખના નિશાન પડી ગયા હતા - Divya Bhaskar
જિયોલોજીસ્ટ લેન્સ કાર્લ્સન બીચ પર સ્વીમિંગ કરી રહ્યો હતો. ગુસ્સે ભરાયેલા ઓક્ટેપસે હુમલો કરતાં તેના શરીર પર ડંખના નિશાન પડી ગયા હતા
  • લેખક અને જિયોલોજીસ્ટ લેન્સ કાર્લ્સન વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા બીચ પર સ્વીમિંગની મજા માણી રહ્યો હતો
  • તેણે ઓક્ટોપસ જોતાં વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને ઓક્ટોપસે તેના પર હુમલો કર્યો

તમે ફેમિલી સાથે દરિયાકિનારે એન્જોય કરવા ગયા હો અને ઓક્ટોપસ તમને ધબેડી નાખો તો! સાંભળીને નવાઈ પમાડે તેવી આ ઘટના ઓસ્ટ્રેલિયામાં થઈ છે. લેખક અને જિયોલોજીસ્ટ લેન્સ કાર્લ્સન વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા બીચ પર સ્વીમિંગની મજા માણી રહ્યો હતો તેવામાં ગુસ્સાથી બેબાકળાં થયેલા ઓક્ટોપસે તેને પોતાના સંકજામાં લઈ લીધો.

કાર્લ્સન તેની 2 વર્ષની દીકરી સાથે સ્વીમિંગ કરી રહ્યો હતો અચાનક તેને કંઈક કાંટાળી વસ્તુ સ્પર્શી પહેલાં તેને લાગ્યું કે તે સીગલની પૂંછડી હશે. અચાનક તેણે જોયું તો તે ઓક્ટોપસ હતો. ઓક્ટોપસને જોતા જ કાર્લ્સને વીડિયો ઉતારવાનું શરૂ કર્યું પરંતુ કાર્લ્સનના આ કામથી ઓક્ટોપસ ગુસ્સે ભરાયો અને તેના પર હુમલો કર્યો.

20 મિનિટ પછી ઓક્ટોપસ પાછો દરિયામાં ચાલવા લાગ્યો તો કાર્લ્સને ફરી સ્વીમિંગ કરવાનં વિચાર્યું. પરંતુ ફરી ઓક્ટોપસે તેને ઘેરી લીધો અને તેના ટેન્ટેકલ્સ અર્થાત તેના પગ વડે તેને જકડી લીધો. ગમે તે રીતે કાર્લ્સન કિનારા તરફ આવ્યો અને પોતાનો જીવ બચાવ્યો. ઓક્ટપસના ટેન્ટેકલ્સની છાપ તેના ગળાં, હાથ અને પીઠ પર જોવા મળી હતી. તાત્કાલિક સારવાર કરવા માટે તેણે ઈન્ફેક્ટેડ એરિયા પર કોલા રેડી દીધી અને આ પ્રાથમિક સારવાર કારગર રહી.

કાર્લ્સને ઓક્ટોપસના ડંખથી બચવા માટે પ્રાથમિક સારવાર તરીકે કોલાનો પ્રયોગ કર્યો હતો
કાર્લ્સને ઓક્ટોપસના ડંખથી બચવા માટે પ્રાથમિક સારવાર તરીકે કોલાનો પ્રયોગ કર્યો હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો