• Home
  • Lifestyle
  • Health
  • Now there is no need to go to the center for dialysis, only treatment at home, caregiver will be trained

ભાસ્કર વિશેષ / ડાયાલિસિસ માટે હવે સેન્ટર પર જવાની જરૂર નહીં, ઘર પર જ સારવાર થઈ શકશે, દેખભાળ કરનારને તાલીમ અપાશે

DivyaBhaskar.com

May 14, 2019, 02:38 AM IST
Now there is no need to go to the center for dialysis, only treatment at home, caregiver will be trained

  • ઘર પર જ ડાયાલિસિસ કરાવવાની કેન્દ્રની યોજના ચૂંટણી પત્યા પછી લાગુ થશે
  • દેશમાં દર વર્ષે કિડનીના 2 લાખ નવા દર્દી ઉમેરાય છે, 3.4 કરોડ ડાયાલિસિસ થાય છે
     

પવન કુમાર, નવી દિલ્હી: આરોગ્ય સાથે સંકળાયેલા આ સમાચાર એવા દર્દીઓ માટે અત્યંત ઉપયોગી છે કે જેમની કિડની ખરાબ થઈ ચૂકી છે. આવા દર્દીઓએ દર બીજા દિવસે ડાયાલિસિસ કરાવવા માટે સેન્ટર પર જવાની જરૂર નહીં રહે. કેન્દ્ર સરકાર આવા દર્દીઓ માટે ઘર પર જ ડાયાલિસિસની વ્યવસ્થા કરવા જઈ રહી છે. ચૂંટણી પૂરી થયાં પછી રાજ્યો આ યોજના લાગુ કરી શકશે. ચોંકાવનારી વાત એ છે કે ભારતમાં દર વર્ષે 2 લાખથી વધુ કિડનીના દર્દી ઉમેરાય છે અને દર વર્ષે 3.4 કરોડ ડાયાલિસિસ કરાવાય છે. આ યોજના લાગુ થતાં જ દર્દી અને તેમની દેખભાળ કરતા લોકોને ડાયાલિસિસ માટે દિવસ બગાડવો નહીં પડે.

આવા જવાનો ખર્ચો પણ બચશે. કુટુંબીજનો અને દર્દી બંને પોતાના નિયમિત કામ કરી શકશે. ગરીબી રેખાથી નીચે જીવતા દર્દીઓને દવા તથા કિટ મફત અપાશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ડાયાલિસિસ પહેલાં જ દર્દીના પેટમાંથી એક રસ્તો બનાવાશે અને ટ્યુબ કાઢીને અંદર મૂકાશે. ત્યારપછી દર્દીને પેરિટોનિયલ કિટ અને દવા પણ અપાશે જેથી દર્દી ખુદ અથવા તો તેની દેખભાળ કરનાર વ્યક્તિ ઘર પર જ ડાયાલિસિસ કરી શકશે. આ માટે દર્દી અને તેની દેખભાળ કરનાર લોકોને નેફ્રોલોજિસ્ટ અથવા ટ્રેન્ડ હેલ્થ સ્ટાફ તરફથી તાલિમ અપાશે. તમામ દર્દીને પેરિટોનિયલ ડાયાલિસિસની મંજૂરી નહીં હોય. ડોક્ટર જ નક્કી કરશે કે કયા દર્દીને ડાયાલિસિસ માટે સેન્ટર પર આવું પડશે અને કયા દર્દીનું ડાયાલિસિસ ઘર પર જ થઈ શકશે.

એકદમ સરળ પ્રક્રિયા, 24 કલાકમાં ત્રણવાર કરવું પડશે

આ પ્રક્રિયા એકદમ સરળ છે. દર્દીના પેટમાં કેથેટર ટ્યુબ ફિક્સ કરાય છે જે બહારની તરફ કાઢવામાં આવે છે. ટ્યુબના સહારે પેટમાં પેરિટોરિયમ ડાયાલિસિસ ફ્લ્યુઇડ પેટમાં નખાય છે. તેની માત્રા લગભગ 2 લિટર જેટલી હોય છે. આ શરીરની અંદર લગભગ 30થી 40 મિનિટ અંદર રહે છે. પેટમાં લગાવાયેલી ટ્યુબમાં એક તરફ કેથેટર જોડવામાં આવે છે. આ ટ્યુબના સહારે શરીરની અંદર લોહીનો બગાડ બહાર કાઢવામાં આવે છે. આ પ્રક્રિયા 24 કલાકમાં ત્રણવાર કરવાની હોય છે.

X
Now there is no need to go to the center for dialysis, only treatment at home, caregiver will be trained
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી