તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Now Smart T shirts Will Take Care Of Your Heart Health, Give Accurate ECG Report Even After Frequent Washing

ન્યૂ ટેક્નોલોજી:હવે સ્માર્ટ ટી-શર્ટ તમારા હૃદયનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે, વારંવાર ધોયા પછી પણ સચોટ ECG રિપોર્ટ આપશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટી-શર્ટનું કાપડ એવી રીતે તૈયાર કરાયું છે કે તે ઈલેક્ટ્રોડની જેમ કામ કરે
  • યુઝર તેના સ્માર્ટ ફોનમાં ECGના પરિણામ જોઈ શકે છે

અત્યાર સુધી તમે સ્માર્ટ વોચ અને સ્માર્ટ બેન્ડ જેવાં ગેજેટ્સના ઉપયોગથી તમારા હૃદયનું ધ્યાન રાખતા હતા હવે ટેક્નોલોજી એક સ્ટેપ આગળ વધી છે. આ કામ કોઈ ગેજેટ નહિ પરંતુ તમારા કપડાં જ કરી નાખશે. ટેક્સાસની રાઈસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એવી સ્માર્ટ ટી-શર્ટ ડેવલપ કરી છે જે યુઝરના હાર્ટનું મોનિટર કરશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ સ્માર્ટ ટી શર્ટ ચેસ્ટ સ્ટ્રેપથી વધારે સારું કામ કરે છે.

આ ટી શર્ટ પહેરવામાં કમ્ફર્ટેબલ છે
આ ટી શર્ટ પહેરવામાં કમ્ફર્ટેબલ છે

સ્માર્ટ ટી-શર્ટની ખાસિયતો

  • સ્માર્ટ ટી શર્ટ દેખવમાં સામાન્ય ટી-શર્ટ જેવી જ લાગે છે. તે એકદમ પાતળા કાર્બન નેનોટ્યુબ ફાઈબરથી તૈયાર થઈ છે.
  • આ નેનોટ્યુબ ફાઈબર મેટલ ફાઈબરની જેમ કામ કરે છે અને સારી કન્ડક્ટિવિટી આપે છે.
  • આ સ્માર્ટ ટી-શર્ટ નેનો ફાઈબરની મદદથી હાર્ટ રેટ મોનિટર કરે છે.
  • સંશોધકોનું કહેવું છે કે, નેનોટ્યુબ ફાઈબરને લીધે આ કપડાંમાં એન્ટિના અને LED પણ લગાડી શકાય છે.
  • ટી શર્ટ મોડિફાય કરી તેની મદદથી શ્વાસનું મોનિટરિંગ પણ કરી શકાય છે.
દેખાવમાં સ્માર્ટ ટી-શર્ટ સામાન્ય જ લાગે છે
દેખાવમાં સ્માર્ટ ટી-શર્ટ સામાન્ય જ લાગે છે

ટી-શર્ટ પહેરવાથી કોઈ સમસ્યા નહિ આવે
રાઈસ યુનિવર્સિટીના એન્જિનિયર મેટિઓ પાસકુઆલીનું કહેવું છે કે આ કપડાંમાં કન્ડક્ટિવિટી સારી રહે છે. આ ટી શર્ટ પહેરવાથી યુઝરને કોઈ સમસ્યા થતી નથી. ટ્રાયલ દરમિયાન હાર્ટ મોનિટર કરનારા ચેસ્ટ સ્ટ્રિપ્સથી સ્માર્ટ ટી શર્ટની સરખામણી કરવામાં આવી. તેમાં સામે આવ્યું કે સ્માર્ટ ટી શર્ટ રિયલ ટાઈમમાં સચોટ પરિણામ આપે છે.

કાર્બન નેનોટ્યુબ ફાઈબરને સામાન્ય સિલાઈ મશીનથી સ્ટિચ કરી કાપડ તૈયાર કરાયું
કાર્બન નેનોટ્યુબ ફાઈબરને સામાન્ય સિલાઈ મશીનથી સ્ટિચ કરી કાપડ તૈયાર કરાયું

ECGના સચોટ પરિણામ આપે છે આ સ્માર્ટ ટી-શર્ટ
ટી-શર્ટના કાપડ એવી રીતે તૈયાર કરાયું છે કે તે ઈલેક્ટ્રોડની જેમ કામ કરે. તેને બ્લુટૂથ ટ્રાન્સમીટર જેવાં ઈલેક્ટ્રોનિક્સથી કનેક્ટ કરવામાં આવ્યાં છે. આ ટ્રાન્સમીટરથી સ્માર્ટફોન કનેક્ટ કરી શકાય છે. યુઝર તેની હાર્ટ એક્ટિવિટી એપમાં જ જોઈ શકશે.

ઈલેક્ટ્રોડની મદદથી હાર્ટનું ECG પણ કરી શકાય છે. સંશોધકોનું કહેવું છે કે, સ્માર્ટ ટી-શર્ટથી કરવામાં આવેલા ECGની સરખામણી લેબ મશીનથી કરવામાં આવેલાં ECGથી કરવામાં આવી તો માલુમ પડ્યું કે સ્માર્ટ ટી શર્ટના પરિણામ વધારે સચોટ હતા.

ટી-શર્ટ ટાઈટ હોય તો વધારે સચોટ પરિણામ મળે છે
સંશોધકોનું કહેવું છે કે, સચોટ પરિણામ માટે ટી-શર્ટ સ્કિન સાથે વધારે ટાઈટ હોય તે જરૂરી છે. તેને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે શરીર સાથે ચોંટીને રહે. રનિંગ દરમિયાન ટી-શર્ટ સચોટ પરિણામ નહિ આપે.

અન્ય સમાચારો પણ છે...