• Gujarati News
  • Lifestyle
  • Now Curry Leaves Will Give Relief From Hair Fall, Dandruff, Premature Graying And Lack Of Shine

ઘરેલુ નુસખા:ડેન્ડ્રફ, હેર ફોલ અને સફેદ વાળની તકલીફથી કંટાળી ગયા હો તો ટ્રાય કરો મીઠા લીમડાના આ 5 ઉપાય

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીલી મેથી, તાજા આંબળા અને મીઠા લીમડાની પેસ્ટથી વાળનો ગ્રોથ વધશે

આયર્ન અને ફોલિક એસિડથી ભરપૂર મીઠો લીમડો માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ વાળ માટે વરદાનરૂપ છે. શિયાળામાં વાળ ખરવા અને ખોડો થવો એ કોમન તકલીફ છે. જો તેનાથી બચવું હોય તો, મીઠા લીમડાના ઘરેલુ નુસખા ટ્રાય કરો. આયુર્વેદાચાર્ય ડૉ. સુરભિ સક્સેના મીઠા લીમડાના પાંચ ઘરેલુ ઉપાય જણાવી રહ્યા છે જેનાથી તમારા વાળ મજબૂત અને સુંદર બનશે.

ખોડો ઓછો કરશે: ઠંડીમાં દરેકની કોમન તકલીફ હોય છે, માથામાં ડેન્ડ્રફ થવો. જો તેનાથી બચવું હોય તો ત્રણ બાઉલ મીઠો લીમડો ક્રશ કરી લો અને પછી તેમાં દહીં મિક્સ કરીને લગાવી લો. અડધા કલાક પછી ધોઈ લો. શિયાળામાં આ મિશ્રણ ઠંડીમાં ના લગાવવું જોઈએ. તેનાથી શરદી થઇ શકે છે.

હેર ફોલને કહો ગુડબાય: ખરતા વાળથી ચિંતિત થઈને તમે તમામ કોસ્મેટિક ઉપયોગ કરી લીધો હશે પણ કોઈ ફાયદો ના થતો હોય તો ડોન્ટ વરી. આ ઉપાય ટ્રાય કરો. 15થી 18 મીઠા લીમડાના પાન અડધી વાટકી નારિયેળ તેલમાં ઉકાળી લો. પાન કાળા ના થઈ જાય ત્યાં સુધી ઉકાળો. તેલ ઠંડુ થઈ જાય એટલે તેને ગાળીને બોટલમાં ભરી લો. એક અઠવાડિયામાં માથામાં સ્કલ્પ પર બે વાર લગાવો. તેનાથી વાળ ખરતા બંધ થઈ જશે.

વાળનો ગ્રોથ વધશે: જો તમે કેમિકલ ફ્રી રીતે વાળનો ગ્રોથ વધારવા ઇચ્છતા હો તો લીલી મેથી, તાજા આંબળા અને મીઠા લીમડાને ક્રશ કરી લો. આ પેસ્ટ અડધો કલાક સુધી માથામાં લગાવ્યા પછી ધોઈ લો. વાળનો ગ્રોથ વધારવા માટે આ અસરકારક સાબિત થશે.

વાળની શાઈનિંગ વધારશે: દરેક સીઝનમાં વાળની શાઈનિંગ કાયમ રાખવા માટે મીઠા લીમડામાં ઈંડાંની જર્દી અને દહીં લગાવીને અડધો કલાક પછી શેમ્પૂ કરી લો. આ ત્રણેય વાળમાં શાઇન લોક કરીને ચમકદાર બનાવે છે.

વાળને કાળા કરવા માટે તમે મહેંદી લગાવતા હો તો તેમાં પીસેલો મીઠી લીમડો મિક્સ કરો. તેનાથી વાળ લાંબો સમય સુધી કાળા રહેશે.

અન્ય સમાચારો પણ છે...